આગામી 10 દિવસમાં પૂરા કરો આ પાંચ કામ, નહીં તો તમારા ખિસ્સા પર પડશે મોટી અસર

31મી માર્ચે, નાણાકીય વર્ષ પૂર્ણ થશે.

નાણાકીય વર્ષ પૂર્ણ થવાની આરે છે, વર્ષના અંતમાં એવા અનેક કામો હોય છે જે પૂર્ણ કરવા જરૂરી હોય છે.

 • Share this:
  નવી દિલ્હી : કોરોના વાયરસ (Financial Year)ને કારણે ફક્ત ભારતમાં જ નહીં પરંતુ આખી દુનિયામાં હાહાકાર મચી ગયો છે. આ જ કારણે દરેક વ્યક્તિ પરેશાન છે. જ્યારે નાણાકીય પ્લાનિંગ (Financial Planning) ની દ્રષ્ટીએ માર્ચ (March 2020 Month) મહિનો ખૂબ જ અગત્યનો છે. કારણ કે નાણાકીય વર્ષ પૂર્ણ થવાની કગાર પર છે. આ મહિના સુધીમાં અનેક કામો પતાવવાના હોય છે. આ કામોમાં સંશોધિત આઇટી રિટર્ન ફાઇલ કરવું, પાન કાર્ડ (PAN) અને આધારને (Aadhaar) લિંક કરવું વગેરે સામેલ છે. તો તમને જમાવી દઈએ એવા કયા જરૂરી કામ છે જેને પૂરા કરી લેવા જરૂરી છે.

  1. પાન કાર્ડને આધાર સાથે લિંક કરવું

  પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની અવધી 31મી માર્ચ છે. બંનેને લિંક ન કરવા પર 10 હજાર રૂપિયા પેનલ્ટી લાગી શકે છે. સરકારે પાન અને આધારને લિંક કરવાની અંતિમ તારીખ અનેક વખત વધારી છે. હવે અંતિમ તારીખ 31મી માર્ચ, 2020 છે. જો આ સમયમર્યાદા સુધી તમે તમારા પાન કાર્ડને આધાર સાથે લિંક નહીં કરાવો તો તમને 10 હજાર રૂપિયાનો દંડ લાગી શકે છે.

  2. પીએમ આવાસ યોજનાની મર્યાદા ખતમ થશે

  પ્રધાનમંત્રી આવાસ યોજના (PMY) અંતર્ગત ક્રેડિટ સબસિડીનો લાભ ફક્ત 31 માર્ચ સુધી જ ઉપલબ્ધ છે. આરબીઆઈએ ખાતેધારકોને કોરોના વાયરસને કારણે જ્યાં સુધી કોઈ જરૂરી કામ ન હોય ત્યાં સુધી બેંકોમાં ન જવાની સલાહ આપી છે. આથી વર્તમાન સ્થિતિમાં અનેક ગ્રાહકો આ લાભથી વંચિત રહી શકે છે.

  3. વિવાદથી વિશ્વાસ સ્કિમ

  વિવાદથી વિશ્વાસ સ્કિમ અંતર્ગત જે કરદાતા સરકાર સાથે પોતાના ટેક્સની પતાવટ કરવા માંગે છે તેઓ આ કામ 31મી માર્ચ, 2020 સુધી કરી શકે છે. જેમાં અમુક કેસમાં ફક્ત ટેક્સની રકમ જ આપવી પડશે. પેનલ્ટી તેમજ તેના પરનું વ્યાજ માફ કરવામાં આવશે.

  4. બિલેટેડ ટેક્સ રિટર્ન ફાઇલિંગ

  31 માર્ચ મોડું રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ છે. મોડેથી ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવા પર પેનલ્ટી લાગે છે. નાણાકીય વર્ષ 2018-19 (આકારણી વર્ષ 2019-20) માટે ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 31મી જુલાઈ, 2019 હતી. જેમાં એક મહિનાની છૂટ આપવામાં આવી હતી. એટલે કે જો તમારી આવક પાંચ લાખ રૂપિયાથી ઓછો હોય તો મોડેથી રિટર્ન ફાઇલ કરવા પર 1000 રૂપિયા દંડ હતો. જો તમારી આવક પાંચ લાખથી વધારે હોય અને 31મી માર્ચ સુધી રિટર્ન ફાઇલ કરો છો તો તમને 10,000 રૂપિયા સુધી પેનલ્ટી લાગી શકે છે.

  5. સંશોધિત ITR ફાઇલિંગ

  જો તમારા આઇટીઆરમાં કોઈ વિસંગતતા છે તો સંશોધિત રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ પણ 31મી માર્ચ જ છે. આઇટીઆર ફાઇલ કર્યા વગર નવા નાણાકીય વર્ષમાં પ્રવેશને કારણે અનેક સમસ્યા આવી શકે છે. આ માટે સમયમર્યાદામાં વિલંબિત કે સંશોધિક રિર્ટન ફાઇલ કરવું યોગ્ય છે.
  Published by:Vinod Zankhaliya
  First published: