31 માર્ચ સુધીમાં પતાવી લો PAN, KCC, GST અને FD સાથે જોડાયેલા આ કામ, નહીં તો થશે નુકશાન!

પ્રતિકાત્મક તસવીર

1 એપ્રિલથી નવું નાણાંકીય વર્ષ શરુ થવા જઈ રહ્યું છે, ત્યારે 31 માર્ચ પહેલા તમારે જરૂરી કામ પતાવી લેવા જોઈએ નહીં તો મોટું નુકશાન થવાની સંભાવના છે

  • Share this:
    નવી દિલ્હી : 1 એપ્રિલથી નવું નાણાંકીય વર્ષ શરુ થવા જઈ રહ્યું છે, ત્યારે 31 માર્ચ પહેલા તમારે જરૂરી કામ પતાવી લેવા જોઈએ નહીં તો મોટું નુકશાન થવાની સંભાવના છે. બીજી તરફ નવા નાણાંકીય વર્ષમાં નવા ફેરફાર થવા જઈ રહ્યા છે, જે અંગે તમારે ધ્યાન દોરવું જોઈએ. અહીં જાણો આવા કામો અંગે વિગતવાર માહિતી.

    1. વિવાદ સે વિશ્વાસ યોજનાની સમયસીમા 31 માર્ચ

    કેન્દ્ર સરકારે વિવાદ સે વિશ્વાસ સ્કીમ અંતર્ગત પેમેન્ટની અંતિમ તારીખ વધારીને 31 માર્ચ, 2021 કરી દીધી હતી. આ સ્કીમ દ્વારા સરકાર વિવાદોનું સમાધાન કરે છે. સ્કીમ અંતર્ગત કરદાતાઓને માત્ર ટેક્સની રકમ ચૂકવવી પડશે. સાથે જ તેઓને વ્યાજ અને દંડ પર છૂટ મળશે.

    2. PNBએ ગ્રાહકોને કર્યા સાવધાન

    પંજાબ નેશનલ બેંકમાં ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ (Oriental Bank of Commerce) અને યુનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયા (United Bank of India)નું મર્જર થયું છે. જેને લઈને 31 માર્ચ બાદ ગ્રાહકોના જુના IFSC કોડ કામ નહીં કરે. સાથે જ બેંકે જણાવ્યું છે કે, OBC અને યુનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયાની જૂની ચેકબુક 31 માર્ચ, 2021 સુધી જ માન્ય ગણાશે. 1 એપ્રિલથી ગ્રાહકોએ નવી ચેકબુકનો ઉપયોગ કરવો પડશે.

    આ પણ વાંચો - Women's Day Special: મળો L&Tની આ ચાર સુપર મહિલાઓને, મુંબઈ એરપોર્ટ ડિઝાઇન કરવાથી લઈને હૈદરાબાદ મેટ્રોમાં મોટો ફાળો

    3. KCC માટે આસાનીથી કરો એપ્લાય

    કેન્દ્ર સરકાર 31 માર્ચ 2021 સુધી અભિયાન ચલાવીને કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) બનાવડાવી રહી છે. આ સ્કીમનો લાભ લેવા માટે તમારે નજીકની બેંક શાખાનો સંપર્ક કરવો. ઉલ્લેખનીય છે કે, ફોર્મ ભરવાના માત્ર 15 દિવસમાં કિસાન ક્રેડિટ કાર્ડ મળી જાય છે.

    4. સસ્તી હોમ લોનનો ફાયદો

    દેશની ઘણી બેંકો 31 માર્ચ સુધીમાં સસ્તી હોમ લોનનો ફાયદો આપી રહી છે. જણાવી દઈએ કે, 31 માર્ચ 2021 સુધી કોટક મહિન્દ્રા બેન્ક હોમ લોન અંતર્ગત 6.65 ટકા વ્યાજ દર ઓફર કરી રહ્યું છે. આ ઉપરાંત HDFC, ICICI બેંક અને SBI પણ સસ્તી હોમલોન આપી રહી છે.

    5. FD પર સિનિયર સિટીઝનને મળશે એક્સ્ટ્રા વ્યાજ

    બેંક કેટલીક સિલેક્ટેડ મેચ્યોરિટી પિરિયડવાળી સ્કીમ પર સિનિયર સિટીઝન્સને એક્સ્ટ્રા વ્યાજ આપી રહી છે. જેમાં ગ્રાહકોને 0.50 ટકા એકસ્ટ્રા વ્યાજનો લાભ મળશે. જેની અંતિમ તારીખ 31 માર્ચ, 2021 છે. આ સુવિધા SBI, HDFC, ICICI અને બેન્ક ઓફ બરોડા આપી રહી છે.

    6. GST રિટર્ન ફાઇલિંગ

    કેન્દ્ર સરકારે નાણાંકીય વર્ષ 2019-20 માટે વાર્ષિક GST રિટર્ન ફાઈલ કરવાની સમયસીમા 31 માર્ચ 2021 સુધી વધારી હતી. જેથી GST ફાઇલિંગ સમય પહેલા પૂરું કરી લેવું.

    7. આધારને પાન કાર્ડ સાથે લિંક કરવાની તારીખ

    આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ પણ 31 માર્ચ 2021 છે. જો તમે 31 તારીખ પહેલા આ કામ ન પતાવ્યું તો તમારું પણ કાર્ડ ઈનઓપરેટીવ એટલે કે નિષ્ક્રિય થઇ જશે.
    Published by:Ashish Goyal
    First published: