PF સાથે જોડાયેલી સમસ્યા માટે અહીં કરો ફરિયાદ, EPFOએ જણાવી સરળ પ્રોસેસ

પ્રતિકાત્મક તસવીર

જો કોઈ EPF ખાતાધારકને EPF કાઢવા, EPF એકાઉન્ટ ટ્રાન્સફર, KYC સહિતની ફરીયાદ માટે ગ્રીવાન્સ મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા ફરિયાદ નોંધી શકાય છે.

  • Share this:
નવી દિલ્હીઃ EPFOના એકાઉન્ટ ધારકો માટે PF સાથે જોડાયેલી સમસ્યાની ફરિયાદ (PF complaint) કરવું સરળ બની ગયું છે. કર્મચારીઓ હવે ભવિષ્ય નિધિ સંગઠન ઇપીએફઓ દ્વારા સબસ્ક્રાઇબરને ફરીયાદ નોંધવા માટે ઓનલાઈન સુવિધા (online Convenience) આપવામાં આવી છે.

જો કોઈ EPF ખાતાધારકને EPF કાઢવા, EPF એકાઉન્ટ ટ્રાન્સફર, KYC સહિતની ફરીયાદ માટે ગ્રીવાન્સ મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા ફરિયાદ નોંધી શકાય છે. આ ઉપરાંત EPFO ટ્વિટર હેન્ડલ @socialepfo પર પણ ફરિયાદ કરી શકાય છે.

કેવી રીતે કરશો ફરિયાદ

> https://epfigms.gov.in/ પર જાવ.>> રજીસ્ટર ગ્રીવાન્સ ઉપર ક્લિક કરો
>> હવે નવુ વેબ પેજ ખુલશે. જેમાં પીએફ મેમ્બર, ઈપીએસ પેંશનર, ઇમ્પ્લોયર સહિતના વિકલ્પ પસંદ કરો. જ્યારે યુએએન, પેંશન પેમેન્ટ ઓર્ડર ન હોય ત્યારે જ અન્ય વિકલ્પ પસંદ કરો.
>> પીએફ એકાઉન્ટ સંબંધિત ફરિયાદ માટે પીએફ મેમ્બર સ્ટેટસની પસંદગી કરવી પડશે. બાદમાં UAN અને સિક્યુરિટી કોડ નાંખ્યા બાદ ગેટ ડિટેલ્સ પર ક્લિક કરો

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! પતિને બચાવવા માટે પત્નીએ મોંઢાથી ઓક્સીજન આપ્યો, પત્નીના ખોળામાં જ પતિએ તોડ્યો દમ

આ પણ વાંચોઃ-અમદાવાદઃ કારચાલકે રસ્તા પર યુવતીને જોઈને ટશનમાં કહ્યું, 'તું બહુ હોટ લાગે છે', દબંગ યુવતીએ કર્યાં 'બુરાહાલ'

>> યુએએનથી લિંક માસ્કડ પર્સનલ ડીટેલ કોમ્પ્યુટરમાં દેખાશે.
>> હવે ગેટ OTP પર ક્લિક કરો. ત્યાર બાદ EPFO ડેટાબેઝમાં તમારા નોંધાયેલા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર OTP મોકલવામાં આવશે.
>> OTP નાખ્યા બાદ તે વેરીફાઈ થશે અને ત્યારબાદ વ્યક્તિગત ડિટેલ્સ મંગાવવામાં આવશે.
>> વ્યક્તિગત વિગતો નાંખ્યા બાદ જેના અંગે ફરિયાદ નોંધાવી છે, તે PF નંબર પર ક્લિક કરો.
>> હવે સ્ક્રીન પર પૉપ અપ દેખાશે. જેની સાથે ફરિયાદ નોંધાયેલી છે તે રેડિયો બટનને પસંદ કરો.

આ પણ વાંચોઃ-સુરતઃ પોલીસ સ્ટેશન બહાર જ PSIની પ્રજા સાથે દાદાગીરી, live video થયો વાયરલ

આ પણ વાંચોઃ-કોરોનો પોઝિટિવ ગર્ભવતી પત્ની માટે પતિએ હાઈજેક કરી ઓક્સીજનવાળી એમ્બ્યુલન્સ

>> ગ્રીવાન્સ કેટેગરીને પસંદ કરો. તમારી ફરિયાદ પર નજર નાખો. જો તમારી પાસે પુરાવા હોય તો અપલોડ કરી શકો છો.
>> ફરિયાદ નોંધાયા બાદ એડ પર ક્લિક કરી સબમિટ કરો
>> આ પગલાં બાદ ફરિયાદ રજીસ્ટર થઈ જશે. તમારા રજીસ્ટર્ડ ઈ મેઈલ અને મોબાઈલ નંબર પર ફરિયાદ રજિસ્ટ્રેશન નંબર આવશે. જેને સાચવીને રાખવું.



આવી રીતે સ્ટેટ્સ ચેક કરો

ફરિયાદ નોંધાયા બાદ તમે સ્ટેટ્સ ટ્રેક કરી શકો છો. માત્ર આટલું કરવું પડશે.– https://epfigms.gov.in/ પર જાવ
– ‘વ્યુ સ્ટેટ્સ' સિલેક્ટ કરો
– ફરિયાદ રજિસ્ટ્રેશન નંબર અને મોબાઈલ નંબર, ઈ મેઈલ આઈડી તથા અને સિક્યુરિટી કોડ નાખી સબમિટ કરો
– હવે કોમ્પ્યુટર સ્ક્રીન પર ફરિયાદનું સ્ટેટસ દેખાડવા લાગશે. EPFOનું કયું કાર્યાલય ફરિયાદ નિવારણ માટે કાર્યરત છે તે પણ દેખાડશે. અધિકારીનું નામ પણ આવશે. જો તમે EPFO કાર્યાલય સાથે કોન્ટેકટ કરવા માંગો તો સ્ક્રીન પર ઈ મેઈલ આઇડી અને ફોન નંબર દેખાશે.
First published: