Home /News /business /CCI દ્વારા દેશની બીજી સૌથી મોટી ઈન્ટરનેટ ડીલને મંજૂરી, Billdeskનું અધિગ્રહણ કરશે PayU, જાણો કેટલામાં થયો સોદો?

CCI દ્વારા દેશની બીજી સૌથી મોટી ઈન્ટરનેટ ડીલને મંજૂરી, Billdeskનું અધિગ્રહણ કરશે PayU, જાણો કેટલામાં થયો સોદો?

CCI દ્વારા દેશની બીજી સૌથી મોટી ઈન્ટરનેટ ડીલને મંજૂરી, Billdeskનું અધિગ્રહણ કરશે PayU, જાણો કેટલામાં થયો સોદો?

વર્ષ 2018માં વોલમાર્ટ દ્વારા ફ્લિપકાર્ટના અધિગ્રહણ બાદ ભારતમાં ઇન્ટરનેટ સેક્ટરની બીજી સૌથી મોટી ડીલ થવા જઈ રહી છે. અનેક સૂત્રોના અહેવાલ મુજબ CCIએ ડીલને મંજૂરી આપતા પહેલા આ મામલે PayU અને BillDeskની પ્રતિસ્પર્ધી કંપનીઓનો પણ સંપર્ક કર્યો હતો. જોકે આ ડીલને હજુ RBIની મંજૂરી મળવાની બાકી છે.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)એ PayUને પેમેન્ટ ગેટવે બિલડેસ્ક(Billesk) ના સંપાદનની મંજૂરી આપી છે. CCIએ સોમવારે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. કમિશને આ કરારને મંજૂર કરવામાં લાંબો સમય લીધો હતો અને PayU સાથે ઘણાં સવાલ-જવાબ કર્યા પછી આખરે આ ડીલને લીલી ઝંડી આપી દીધી છે. બિલડેસ્કને $4.7 બિલિયન (લગભગ 30 હજાર કરોડ રૂપિયા)માં હસ્તગત કરવામાં આવશે.

કંઈક મોટું કરવાની તૈયારીમાં છે ગૌતમ અદાણી? શોધી રહ્યા છે નવા M&A ચીફ

હાલમાં આ મામલે CCIના વિગતવાર આદેશની રાહ જોવાઈ રહી છે. અત્યારે આ ડીલને ભારતીય રિઝર્વ બેંક (RBI) પાસેથી અંતિમ નિયમનકારી મંજૂરી લેવી પડશે. મનીકંટ્રોલના એક રિપોર્ટ અનુસાર, વોલમાર્ટે 2018માં ફ્લિપકાર્ટને હસ્તગત કર્યા પછી ભારતના ઈન્ટરનેટ સેક્ટરમાં આ બીજી સૌથી મોટી ડીલ છે. કેટલાક સૂત્રોના જણાવ્યા અનુસાર, CCIએ ડીલને મંજૂરી આપતા પહેલા આ મામલે PayU અને BillDeskની હરીફ કંપનીઓનો પણ સંપર્ક કર્યો હતો. તેઓ ભારતમાં Razorpay, Pine Labs, Paytm, Infibeam Avenue અને Mswipe જેવી કંપનીઓ સાથે સ્પર્ધા કરે છે.

22 વર્ષથી છે બિલડેસ્ક

બિલડેસ્કની શરૂઆત વર્ષ 2000માં એમ.એન શ્રીનિવાસુ, અજય કૌશલ અને કાર્તિક ગણપતિ દ્વારા કરવામાં આવી હતી. કંપનીનું ફોકસ પેમેન્ટના શરુ કરવા, સ્વીકારવા અને જમા કરવા પર છે. પેમેન્ટ એગ્રીગેટર તરીકે બિલડેસ્ક 170થી વધુ પેમેન્ટની પદ્ધતિઓ પ્રદાન કરે છે. વધુમાં તે ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS) દ્વારા બિલર નેટવર્ક સોલ્યુશન પણ પ્રદાન કરે છે. આ કંપની માસિક હપ્તા(instalments) પણ વસૂલે છે.

રિટાયમેન્ટ બાદ પણ નહીં થાય પૈસાની કમી! સિનિયર સિટીઝન્સ માટે કામની છે આ સ્કીમ

એક્વિઝિશનની જાહેરાત 2021માં કરવામાં આવી હતી

PayU એ 31 ઓગસ્ટ 2021 ના ​​રોજ $4.7 બિલિયનમાં બિલડેસ્કના સંપાદનની જાહેરાત કરી. ત્યારથી આ સોદો નિયમનકારી મંજૂરીની રાહ જોઈ રહ્યો હતો. આ કરાર પૂર્ણ થયા પછી ભારતમાં PayUનું આ ચોથું સંપાદન હશે. કંપનીએ 2016માં સાઇટ્રસ પે(Citrus Pay), 2019માં વીમ્બો( (Wibmo)અને 2020માં પેસેન્સ(PaySense)ને હસ્તગત કરી છે.આ કંપની ભારતમાં સંપૂર્ણ ફિનટેક ઇકોસિસ્ટમ બનાવવા માંગે છે.

પ્રોસસ(Prosus) મલ્ટીનેશનલની કંપની PayU, દેશવિદેશના 20થી વધુ માર્કેટમાં પેમેન્ટ્સ અને ફિનટેક બિઝનેસ કરે છે, જે પેમેન્ટ વોલ્યુમના આધારે વૈશ્વિક સ્તરે અગ્રણી ઓનલાઈન પેમેન્ટ પ્રોવાઈડર બની ચૂક્યું છે. આ સોદો ભારતમાં પ્રોસસ (Prosus)ના રોકાણને પણ $10 બિલિયનથી વધુ લઈ જશે.
Published by:Mitesh Purohit
First published:

Tags: Business news

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन