ખામીયુક્ત હિપ ઇમ્પ્લાન્ટ કેસમાં Johnson & Johnsonને આપવું પડશે વળતર: સુપ્રીમ

સર્જરીમાં આ ડિવાઇસોનો ઉપયોગ કરવામાં આવ્યો જેના કારણે દર્દીઓને વધુ સમસ્યા થઈ, પછી તેમની રિવીજન સર્જરી કરવામાં આવી

News18 Gujarati
Updated: January 11, 2019, 2:28 PM IST
ખામીયુક્ત હિપ ઇમ્પ્લાન્ટ કેસમાં Johnson & Johnsonને આપવું પડશે વળતર: સુપ્રીમ
પ્રતીકાત્મક તસવીર
News18 Gujarati
Updated: January 11, 2019, 2:28 PM IST
ન્યૂઝ18 ગુજરાતી: સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જાણીતી ફાર્મા કંપની જોનસન એન્ડ જોનસને ખામીયુક્ત હિપ ઇમ્પ્લાન્ટના શિકાર થયેલા દર્દીઓને કોઈ પણ રીતે વળતર આપવું પડશે. કેન્દ્ર સરકારે દર્દીઓને વળતર આપવાને લઈ એક કમિટી બનાવી હતી. આ કમિટીએ કહ્યું હતું કે કંપનીને 3 લાખ રૂપિયાથી લઈને 1.22 કરોડ રૂપિયા સુધી વળતર આપવું પડશે. સુપ્રીમ કોર્ટે તેને યોગ્ય માન્યું છે. આ મામલાને લઈ સુપ્રીમ કોર્ટમાં એક પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી.

કંપનીએ દેશભરમાં હજારો હિપ ઇમ્પ્લાન્ટ સર્જરી કરાવડાવી, જેમાં ગડબડ હતી અને કંપનીએ તેનો કોઈ રેકોર્ડ નથી આપ્યો. સાથોસાથ એવો પણ રિપોર્ટ છે કે આ સર્જરીમાં ગડબડના કારણે ચાર લોકોના મોત પણ થયા હતા.

કેન્દ્રીય સ્વાસ્થ્ય તથા કલ્યાણ મંત્રાલય તરફથી જોનસન એન્ડ જોનસન કંપની તરફથી ખરાબ હિપ ઇમ્પ્લન્ટ ડિવાઇસ વેચવાની ફરિયાદની તપાસ કરવા માટે એક્સપર્ટ કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીની તપાસમાં જ આ હેરાન કરનારા તથ્ય સામે આવ્યા હતા. કમિટીની રચના 8 ફેબ્રુઆરી 2017ના રોજ કરવામાં આવી હતી. કમિટીએ 19 ફેબ્રુઆરી 2018ના રોજ પોતાનો રિપોર્ટ રજૂ કરી દીધો હતો.

આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે કંપનીએ ખરાબ હિપ ઇમ્પ્લાન્ટ રિપ્લેસમેન્ટ સિસ્ટમ ઇમ્પોર્ટ કર્યા અને વેચ્યા હતા. 3600 લોકોની સર્જરીમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો, જેનો કોઈ રેકોર્ડ નથી મળી રહ્યો અને તે કારણે તેને ટ્રેસ નથી કરી શકાતા. આ ઉપરાંત કંપનીએ આ ઇમ્પ્લાન્ટ અને સર્જરીનો કોઈ રેકોર્ડ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશનને ઉપલબ્ધ નથી કરાવ્યા.

આ પણ વાંચો, જાણી જોઇને કેન્સર થાય તેવો બેબી પાવડર વેચી રહી છે Johnson & Johnson: રિપોર્ટ

તપાસામાં કમિટીને જાણવા મળ્યું કે કંપનીએ ASR XL Acetabular Hip System અને ASR Hip Resurfacing System બહારથી ઇમ્પોર્ટ કર્યા હતા, જ્યારે આ બંને ડિવાઇસને વૈશ્વિક સ્તરે પરત લઈ લેવામાં આવ્યા હતા.
Loading...

સર્જરીમાં આ ડિવાઇસોનો ઉપયોગ કરવામાં આવ્યો જેના કારણે દર્દીઓને વધુ સમસ્યા થઈ, પછી તેમની રિવીજન સર્જરી કરવામાં આવી. મેટલ ઓન મેટલ ઇમ્પ્લાન્ટથી લોહીમાં કોબાલ્ટ અને ક્રોમિયમની ઘણી માત્રા થઈ જાય છે, જેના કારણે આ મેટલ આયન્સ ટિશ્યૂસ અને બોડી ઓર્ગન્સને નુકસાન પહોંચાડે છે. તેનાથી બીજી પણ અનેક સ્વાસ્થ્યની સમસ્યાઓ થઈ શકે છે. તેનાથી દર્દ પણ વધે છે અને સક્રિયતા પણ ઓછી થઈ જાય છે.
First published: January 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...