Home /News /business /stock market news: આ 87 કંપનીઓની માર્કેટ પ્રાઈસ એક જ મહિનામાં ડબલ થઈ ગઈ!

stock market news: આ 87 કંપનીઓની માર્કેટ પ્રાઈસ એક જ મહિનામાં ડબલ થઈ ગઈ!

પ્રતિકાત્મક તસવીર

sharemarket news: આ 87 કંપનીઓમાંથી 20 કંપનીઓની માર્કેટ પ્રાઈસ 200થી 233 ટકા વચ્ચે રહી છે. તે દરમિયાન S&P BSE સેંસેક્સમાં 3.7 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. S&P BSE મિડકેપ અને S&P BSE સ્મોલકેપમાં 1.5 ટકા તથા 5.7 ટકા વૃદ્ધિ જોવા મળી હતી.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ BSE પર 87 કંપનીઓ એવી છે, જેમના શેરની (share price) કિંમતમાં 100 ટકાથી વધુ તેજી જોવા મળી છે. આ 87 કંપનીઓમાંથી 20 કંપનીઓની માર્કેટ પ્રાઈસ 200થી 233 ટકા વચ્ચે રહી છે. તે દરમિયાન S&P BSE સેંસેક્સમાં 3.7 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. S&P BSE મિડકેપ અને S&P BSE સ્મોલકેપમાં 1.5 ટકા તથા 5.7 ટકા વૃદ્ધિ જોવા મળી હતી.

ઊર્જા ગ્લોબલ (203 ટકાથી વધુ), સ્ટીલ એક્સચેન્જ ઈન્ડિયા (118 ટકા) અને 63 મૂન્સ ટેકનોલોજી (108 ટકા)- BSE સ્મોલકેપ ઈન્ડેક્ષ (BSE Smallcap index) હતા. આ શેરની માર્કેટ પ્રાઈસમાં છેલ્લા એક મહિનામાં ડબલ કરતા પણ વધુ વૃદ્ધિ જોવા મળી હતી. 87 શેરના લિસ્ટમાં 16 શેર ટેક્સટાઈલ સેક્ટરના છે, 8 શેર સ્ટીલ સેક્ટરના અને 6 રિઅલ એસ્ટેટ સેક્ટરના છે, જેમાં 100 ટકાથી વધુની તેજી જોવા મળી છે.

વ્યક્તિગત શેરમાં ઓટો કમ્પોનેન્ટ નિર્માતા ઓટોમોટિવ સ્ટેમ્પિંગ્સ એન્ડ એસેમ્બલ્સ (ASL) એ રૂ. 838ની નવી ઉંચાઈ પ્રાપ્ત કરી છે. છેલ્લા એક મહિનામાં આ શેરની કિંમતમાં 207 ટકાની વૃદ્ધિ થઈ છે. ટાટા સમૂહની કંપની ASAL એ પુણેના ચાકનમાં એક પ્લાન્ટ સ્થાપિત કરવાના નિર્ણયની જાહેરાત કરી હતી. શેરહોલ્ડિંગના પેટર્નના આંકડા પરથી જાણવા મળ્યું છે કે, ટાટા ઓટોકોમ્પ સિસ્ટમ (TACO)ની ASALમાં 75 ટકા ભાગીદારી છે.

ઓક્ટોબર 2021માં રેટિંગ એજન્સી CRISIL સેટિંગ્સે ASALની લોંગ ટર્મ બેન્ક સુવિધાઓ પર રેટિંગને 'CRISIL BBB/Stable' ને 'CRISIL BBB-/Stable' માં અપગ્રેડ કરી હતી અને અલ્પવિધિ પર બેન્ક ફેસિલિટી 'CRISIL A3' રેટિંગની ફરીથી પુષ્ટી કરી હતી.

CRISILના રેટિંગ્સ પરથી જાણવા મળ્યું છે કે, આ અપગ્રેડથી નાણાંકીય જોખમમાં સુધારો થઈ શકે છે. જેમાં કુલ રૂ. 113 કરોડના કન્સિડરેશેન માટે મહારાષ્ટ્રના ચાકણ અને ગુજરાતના હાલોલની જમીનના વેચાણમાંથી આવતી રોકડનું સમર્થન કરે છે. જમીનના વેચાણમાંથી મળેલી આવકનો ઉપયોગ દેવું દૂર કરવા માટે કરવામાં આવશે.

એક મહિના પહેલા દિગ્જમના શેરની કિંમત રૂ.103.05થી વધીને રૂ. 315.65 થઈ ગઈ છે. આ શેરની કિંમતમાં 206 ટકાનો વધારો થયો છે. ટેક્સટાઈલ કંપનીની મૂડીમાં ઘટાડો આવ્યા બાદ આ કંપની 18 ઓક્ટોબર 2021ના રોજ ફરી એકવાર લિસ્ટેડ થઈ છે.

દિગ્જામ વૂલન વર્સ્ટેડ ટેક્સટાઈલ સેગમેન્ટમાં કામ કરે છે અને ગુજરાતના જામનગરમાં સંપૂર્ણપણે કોમ્પોઝિટ મિલનું સંચાલન કરે છે. ભારતમાં વર્સ્ટેડ વૂલન ઈન્ડસ્ટ્રીમાં સંગઠિત ક્ષેત્રની કેટલીક મિલ અને અસંગઠિત ક્ષેત્રના કેટલાક એકમો શામેલ છે.

મેનેજમેન્ટ જણાવે છે કે, કંપનીનો બિઝનેસ કૌશલ્ય અને એક્સપર્ટાઈઝ પર આધારિત છે. રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી મળી ગઈ હોવાના કારણે પર્ફોર્મન્સમાં સુધારો થવાની શક્યતા છે.

આ પણ વાંચોઃ-CNG/PNG Price Hike: આ શહેરમાં CNG અને PNG ની કિંમતમાં થયો વધારો, જાણો નવો ભાવ

લિડીંગ રિન્યૂએબલ એનર્જી ડેવલપર અને ઓપરેટર ઊર્જા ગ્લોબલની માર્કેટ પ્રાઈસમાં 200 ટકાથી વધુનો વધારો થતા BSE પર રૂ.27.40 પહોંચી ગઈ છે. કંપની ઓફ ગ્રિડ અને ગ્રિડ સાથે જોડાયેલ સોલાર પાવર પ્લાન્ટ્સની ડિઝાઈન, કન્સલટન્સી, ઈન્ટિગ્રેશન, સપ્લાય, ઈન્સ્ટોલેશન, કમિશનિંગ અને મેઈન્ટેન્નસ પર કામ કરી રહી છે. આ કંપની ભારત સરકારના રિન્યુએબલ (MNRE) ની એક સ્વીકૃત ચેનલ પાર્ટનર છે.

આ પણ વાંચોઃ-RIL to Acquire Hotel Mandarin Oriental: રિલાયન્સે ન્યુયોર્કમાં ખરીદી લક્ઝરી હોટેલ, 729 કરોડ રૂપિયામાં થઈ ડીલ

નાણાકીય વર્ષ 2021 ના વાર્ષિક રિપોર્ટ અનુસાર કંપનીએ દિલ્હીમાં ઈલેક્ટ્રિક વાહન (ઈ સ્કૂટર, ઈ ઓટો અને ઈ કાર) ના નિર્માણ માટે 23 જૂન 2020ના રોજ ઓગાટા મોટર્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ સાથે એક સમજૂતી (MoU) પર હસ્તાક્ષર કર્યા હતા. દિલ્હી અને FVM ઈન્ડસ્ટ્રીઝ (ઈન્ડિયા) એ વાર્ષિક 17 ઓક્ટોબર 2020 ના રોજ રૂ.480 કરોડની રૂ.1,00,000 યુનિટ્સના વેચાણ માટે સમજૂતી કરી છે.

આ પણ વાંચોઃ-Multibagger penny stock for 2022: જાણો GCL સિક્યોરિટીઝના રવિ સિંધલે કયા સ્ટોકમાં રોકાણ કરવાનું આપ્યું સૂચન

કંપની હાલ સહાયક બેટરીઓની વિસ્તૃત સીરિઝના નિર્માણ, એસેમ્બલિંગ, માર્કેટીંગ અને નિયાતનું કામ કરી રહી છે. જેમાં સ્ટોરેજ બેટરી, આલ્કલાઈન બેટરી, ડ્રાય બેટરી, સોલાર પાવર બેટરી, ઈમરજન્સી લાઈટ, ડ્રાય સેલ કન્વર્ટર્સ શામેલ છે અને લિથિયમ આમ આયન બેટરીનું ઉત્પાદન કરવા જઈ રહી છે. આ બેટરીનો ઉપયોગ ઈન્ડસ્ટ્રીયલ, ટ્રાન્સપોર્ટ, કોમરશિયલ અને ડોમેસ્ટીક પર્પઝ માટે કરવામાં આવે છે.
First published:

Tags: Big Stocks Tips, Business Nes, Share bazar, Share market