Home /News /business /LPG Cylinder Price: મહિનાના પ્રથમ દિવસે જ આવ્યા ખુશીના સમાચાર, LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો

LPG Cylinder Price: મહિનાના પ્રથમ દિવસે જ આવ્યા ખુશીના સમાચાર, LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો

કોમર્શિયલ LPG સિલિન્ડર થયા સસ્તા

Commercial LPG Price: દેશમાં કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતોમાં મોટો ઘટાડો થયો છે. જોકે, ઘરેલુ સિલિન્ડરની કિંમતોમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. આનાથી ઘરના રસોડામાં કોઈ ખાસ રહેશે નહીં.

    Commercial LPG Price: કોમર્શિયલ LPG ગેસની કિંમતોને લઈને મોટા સમાચારા સામે આવી રહ્યા છે. જણાવી દઈએ કે, દેશની ગેસ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરની કિંમત નક્કી કરે છે. 1 ઓગસ્ટના રોજ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 36 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. કોમર્શિયલ LPG ગેસ મોટે ભાગે હોટલ, ખાદ્યપદાર્થોની દુકાનો વગેરેમાં વપરાય છે. આ તમામ એકમોને કિંમતોમાં ઘટાડાથી મોટી રાહત મળશે. આ સતત ચોથો મહિનો છે, જ્યારે કોમર્શિયલ ગેસના ભાવમાં ઘટાડો થયો છે. જ્યારે 1 એપ્રિલે આ સિલિન્ડરની કિંમતમાં 249.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

    એક વર્ષમાં સબસિડી વાળા 12 જ સિલિન્ડર મળશે:

    મનીકંટ્રોલની ખબર અનુસાર, નવા નિયમોના પ્રમાણે હવે વર્ષમાં સબસિડી વાળા 12 સિલિન્ડરની સંખ્યા 12 જ હશે. તેનાથી વધારે જો તમે સિલિન્ડર ખરીદો છો, તો તેના પર સબસિડી મળશે નહિ. બાકીના સિલિન્ડર ગ્રાહકોને સબસિડી વિના જ ખરીદવા પડશે.

    આ કારણે આવ્યા નવા નિયમો

    જાણકારી અનુસાર, રેશનિંગ માટે સોફ્ટવેરમાં બદલાવ કરવામાં આવ્યો છે. આ નિયમ લાગૂ કરી દેવામાં આવ્યા છે. ખાસ વાત તો એ છે કે, નવા નિયમ એટલા માટે લાગૂ કરવામાં આવ્યા છે, કારણકે ઘણા સમયથી ફરિયાદો મળી રહી હતી કે, ઘરેલુ બિન-સબસિડી રીફિલ કોમર્શિયલથી સસ્તી થવાને કારણે તેના ઉપયોગમાં વધારો થયો હતો. જેના કારણે સિલિન્ડર પર રેશનિંગ કરવામાં આવ્યુ છે.



    કોમર્શિયલ સિલિન્ડર સસ્તા કરવામાં આવ્યા હતા:

    ગત મહિને 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત 36 રૂપિયાથી ઘટાડીને 1,976.50 રૂપિયા કરી દેવામાં આવી હતી. કોમર્શિયલ LPG સિલિન્ડરનો ઉપયોગ હોટલ, રેસ્ટોરેન્ટ અને અન્ય કોમર્શિયલ કામ માટે કરવામાં આવે છે. મે બાદ કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં આ ચોથી વખત ઘટાડો કરવામાં આવ્યો છે. એકંદરે ભાવમાં પ્રતિ સિલિન્ડર 377.50 રૂપિયાનો ઘટાડો થયો છે. આ ઉપરાંત ઘરેલૂ રસોઈ માટે ઉપયોગમાં લેવાતા LPG ગેસની કિંમતમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Gas cylinder, LPG Cylinder New Price, LPG Cylinder Price

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन