Home /News /business /LPG Gas Cylinder Price Cut: સતત પાંચમા મહિને ગેસ સિલિન્ડરના ભાવ ઘટ્યા, આજથી 115 રુપિયા સસ્તું

LPG Gas Cylinder Price Cut: સતત પાંચમા મહિને ગેસ સિલિન્ડરના ભાવ ઘટ્યા, આજથી 115 રુપિયા સસ્તું

કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમોતમાં મોટો ઘટાડો થયો છે.

LPG Gas Cylinder Price: મોંઘવારીની ચક્કીમાં પીસાતા સામાન્ય માણસ માટે આખરે નવેમ્બરની શરુઆત થોડી રાહત આપનારી રહી છે. 1 નવેમ્બરથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરમાં રુ.115.50 સુધીનો તોતિંગ ઘટાડો આવ્યો છે. આ સાથે જ કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલની કિંમતોમાં પણ ઘટાડો કર્યો છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ મહિનાના પહેલા દિવસે લોકો માટે રાહતના સમાચાર છે. આજે 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 115.50 રૂપિયા સુધીનો ઘટાડો થયો છે. જોકે, 14 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કિંમતમાં આ ઘટાડા બાદ રાજધાની દિલ્હીમાં 19 કિલોના ગેસ સિલિન્ડરની કિંમત ઘટીને 1744 રૂપિયા થઈ ગઈ છે. તેમજ કોલકાતામાં આ ગેસ સિલિન્ડરની કિંમત 1846 રૂપિયા, મુંબઈમાં તેની કિંમત 1696 રૂપિયા અને ચેન્નાઈમાં કિંમત 1893 રૂપિયા છે.

    આ પણ વાંચોઃ PM કિસાનથી લઈને રસોઈ ગેસ સુધી, 1 નવેમ્બરથી બદલાઈ જશે આ નિયમો; તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

    સતત પાંચમા મહિને ભાવમાં ઘટાડો


    અગાઉ રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 1859.50 રૂપિયા, કોલકાતામાં કિંમત 1959 રૂપિયા, મુંબઈમાં કિંમત 1811.50 રૂપિયા અને ચેન્નાઈમાં કિંમત 2009.50 રૂપિયા હતી. ઓક્ટોબર મહિનામાં પણ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂ. 25.50નો ઘટાડો કરવામાં આવ્યો હતો. સપ્ટેમ્બર મહિનામાં રૂ. 91.50નો ઘટાડો થયો હતો. ઓગસ્ટ મહિનામાં રૂ.36નો ઘટાડો થયો હતો. જુલાઈ મહિનામાં 8.50 રૂપિયાનો ઘટાડો થયો હતો. આ રીતે, આ સતત પાંચમો મહિનો છે જ્યારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

    આ પણ વાંચોઃ એક્સપર્ટે કહ્યું, 'રિલાયન્સ, ઇન્ડિયા સીમેન્ટ, ITC પર લગાવો દાવ, થોડા દિવસોમાં જ થઈ શકે રુપિયાનો વરરસાદ'
    CITYGas Price Nov 22Gas Price Oct 22
    New Delhi₹ 1,053.00₹ 1,053.00
    Kolkata₹ 1,079.00₹ 1,079.00
    Mumbai₹ 1,052.50₹ 1,052.50
    Chennai₹ 1,068.50₹ 1,068.50
    Gurgaon₹ 1,061.50₹ 1,061.50
    Noida₹ 1,050.50₹ 1,050.50
    Bangalore₹ 1,055.50₹ 1,055.50
    Bhubaneswar₹ 1,079.00₹ 1,079.00
    Chandigarh₹ 1,062.50₹ 1,062.50
    Hyderabad₹ 1,105.00₹ 1,105.00
    Jaipur₹ 1,056.50₹ 1,056.50
    Lucknow₹ 1,090.50₹ 1,090.50
    Patna₹ 1,151.00₹ 1,151.00
    Trivandrum₹ 1,062.00₹ 1,062.00

    (અહીં આપવામાં આવેલ કિંમતો https://www.goodreturns.in/ પરથી લેવામાં આવી છે.)

    ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર નહીં


    ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં 14.2 કિલોના સિલિન્ડરની કિંમત 1053 રૂપિયા, કોલકાતામાં 1079 રૂપિયા, મુંબઈમાં 1052 રૂપિયા અને ચેન્નાઈમાં 1068.50 રૂપિયા છે. ભાવ છેલ્લે 6 જુલાઈના રોજ બદલવામાં આવ્યો હતો. તે સમયે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.


    પેટ્રોલ ડીઝલની કિંમતો પણ ઘટી


    કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોના ઘટાડા સાથે લોકો માટે બીજા પણ મોટા રાહતના સમાચાર છે. જે મુજબ 1 નવેમ્બર એટલે કે મંગળવારથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં 40 પૈસાના ઘટાડો આવ્યો છે. નવા ભાવ 1 નવેમ્બર સવારે 6 વાગ્યાથી લાગૂ થઈ જશે. આપને જણાવી દઈએ કે, દેશભરમાં 22 મેના રોજ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર લાગતી એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો હતો. જે બાદ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ 96.72 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 89.62 રૂપિયા પ્રતિ લીટર પર સ્થિર છે.
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Business news, LPG Cylinder Price, LPG Gas Cylinder Rates

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन