Home /News /business /IPO હોય તો આવો! મહિનાની અંદર જ 1 લાખને બનાવી દીધા 7 લાખ; 500 ટકા વળતર આપ્યું

IPO હોય તો આવો! મહિનાની અંદર જ 1 લાખને બનાવી દીધા 7 લાખ; 500 ટકા વળતર આપ્યું

1 મહિનામાં જ આપ્યું 500% રિટર્ન

કંપનીના આ મલ્ટીબેગર શેરે જાન્યુઆરીની શરૂઆતમાં સતત 5 કારોબારી સત્રોમાં 5 ટકાના અપર સર્કિટને સ્પર્શ કર્યું છે. જો કોઈ રોકાણકારે લિસ્ટિંગના દિવસે આ શેર પર દાવ લગાવ્યો હોત, તો આજે તેને 3 ગણો નફો પ્રાપ્ત થયો હોત.

નવી દિલ્હીઃ જો તમને ખબર પડે કે, એક કંપનીએ રોકાણકારોને 29 કારોબારી દિવસમાં 500 ટકાથી પણ વધારે રિટર્ન આપ્યું છે, તો તમે ચોંકી જશો. આ કંપની જેમ્સ એન્ડ જ્વેલરીના વેપાર સાથે જોડાયેલી પીએનજીએસ ગાર્ગી ફેશન જ્વેલરી છે. કંપનીના IPOએ માત્ર 29 દિવસોમાં જ મલ્ટીબેગર વળતર આપ્યું છે. કંપનીનો આઈપીઓ ગત મહિને 30 રૂપિયાના પ્રાઈસ બેન્ડની સાથે લોન્ચ થયો હતો. જ્યારે 20 ડિસેમ્બરે લગભગ 100 ટકાના ભારે પ્રીમિયમની સાથે બીએસઈ એસએમઈ પર લિસ્ટ થયો હતો. કંપનીના શેર આજે 4.11 ટકાની તેજીની સાથે 182 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યા છે. એટલે કે હજુ સુધી શેરધારકોને 500 ટકાથી પણ વધારે નફો થઈ ગયો છે.

લગભગ 100 ટકાના પ્રીમિયમ પર લિસ્ટ થયો હતો આઈપીઓ


આ ફેશન જ્વેલરી કંપનીએ ડિસેમ્બર મહિનામાં 30 રૂપિયા પ્રતિ શેર પર તેનો આઈપીઓ બહાર પાડ્યો હતો. કંપનીનો આઈપીઓ ગત મહિને 8 ડિસેમ્બરે સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો હતો. જ્યારે 5 દિવસો સુધી બિડિંગ મળ્યા પછી 13 ડિસેમ્બરે ક્લોઝ થયો હતો. આ દરમિયાન કુલ 230.84 ટકા સબસ્ક્રિપ્શન મળ્યું હતું. જ્યારે કંપનીના રિટેલ ભાગમાં 248.68 ટકા સબસ્ક્રાઈબર મળ્યા. જાણકારી અનુસાર, કંપની 20 ડિસેમ્બરે બીએસઈ એસએમઈ પર 57 રૂપિયાના ભાવે લિસ્ટ થઈ હતી અને પહેલા જ દિવસે રોકાણકારોને લગભગ 100 ટકા લિસ્ટિંગ પ્રીમિયમ આપતા ભાવ 59.85 રૂપિયા પર પહોંચી ગયો હતો.

આ પણ વાંચોઃ Budget 2023: કાલે કેટલા વાગ્યે રજૂ થશે બજેટ, ક્યાં જોઈ શકાશે Live ભાષણ; જાણો સંપૂર્ણ વિગતો

1 લાખ બની ગયા 7 લાખ


કંપનીના આ મલ્ટીબેગર શેરે જાન્યુઆરીની શરૂઆતમાં સતત 5 કારોબારી સત્રોમાં 5 ટકાના અપર સર્કિટને સ્પર્શ કર્યું છે. જો કોઈ રોકાણકારે લિસ્ટિંગના દિવસે આ શેર પર દાવ લગાવ્યો હોત, તો આજે તેને 3 ગણો નફો પ્રાપ્ત થયો હોત. કંપનીના શેર 20 ડિસેમ્બરે 57 રૂપિયાથી શરૂ થઈને આજે 31 જાન્યુઆરીના રોજ 182 રૂપિયા પર પહોંચી ગયા છે. કંપનીના આઈપીઓના એક લોટમાં 4,000 શેર હતા. એટલે કે એક રોકાણકારને શરૂઆતમાં 1 લાખ 20 બજાર રૂપિયાનું રોકાણ કરવું પડ્યું. જો કે, હવે તેમનું આ રોકાણ 7 લાખ 20 હજાર રૂપિયા થઈ ગયું છે.

આ પણ વાંચોઃ 1 ફેબ્રુઆરીથી બદલાઈ જશે આ નિયમો, તમારા ખિસ્સા પર કરશે સીધી અસર


(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:

Tags: Investment, IPO News, Stock market