Home /News /business /કોલેજના મિત્રોએ 2 લાખ રૂપિયાથી શરૂ કરેલી કંપનીનું આજે છે 75 કરોડનું ટર્નઓવર, આંખો ખોલી નાંખશે આ સક્સેસ સ્ટોરી

કોલેજના મિત્રોએ 2 લાખ રૂપિયાથી શરૂ કરેલી કંપનીનું આજે છે 75 કરોડનું ટર્નઓવર, આંખો ખોલી નાંખશે આ સક્સેસ સ્ટોરી

સક્સેસ સ્ટોરી

success story : કોલેજના ત્રણ મિત્રો (Collage Friend) એ અભ્યાસ પૂરો કરીને નોકરીને બદલે પોતાનો ધંધો કરવાનો નિર્ણય કર્યો હતો. ધંધાની શરૂઆતમાં આ જુવાનિયાઓ પાસે તો વધારે પૈસા પણ નહોતા. કોઈક રીતે પૈસા ભેગા કરી 2 લાખ રૂપિયાથી બિઝનેસ શરૂ કર્યો

વધુ જુઓ ...
  ઘણા લોકોને નોકરીની જગ્યાએ પોતાનો ધંધો - વ્યવસાય કરવો છે, પરંતુ યોગ્ય માર્ગદર્શન પ્રેરણા અને હિંમતના અભાવે તેઓ આગળ પગલું ભરી શકતા નથી. આવી સ્થિતિમાં તેમને પ્રેરણા મળે તે માટે અહીં બેકિંગો કંપનીની સક્સેસ સ્ટોરી લઈને આવ્યા છીએ.

  કોલેજના ત્રણ મિત્રોએ અભ્યાસ પૂરો કરીને નોકરીને બદલે પોતાનો ધંધો કરવાનો નિર્ણય કર્યો હતો. ધંધાની શરૂઆતમાં આ જુવાનિયાઓ પાસે તો વધારે પૈસા પણ નહોતા. કોઈક રીતે પૈસા ભેગા કરી 2 લાખ રૂપિયાથી બિઝનેસ શરૂ કર્યો પરંતુ આજે પોતાની મહેનત અને સમર્પણના બળ પર બિઝનેસને સફળતાના શિખરો પર પહોંચાડ્યો છે.

  નેતાજી સુભાષ યુનિવર્સિટી, નવી દિલ્હીમાં અભ્યાસ કરતા ત્રણ મિત્રો હિમાંશુ ચાવલા, શ્રેય સહગલ અને સુમન પાત્રાના સાહસ અને ધીરજે મીઠા ફળ આપ્યા છે. તેમણે સાથે મળીને ઓનલાઈન બેકરીની શરૂઆત કરી હતી. આજે તેમના બિઝનેસનું ટર્નઓવર 75 કરોડ સુધી પહોંચી ગયું છે.

  કઈ રીતે થઈ શરૂઆત?

  હિમાંશુ ચાવલા, શ્રેય સહગલ અને સુમન પાત્રા કોલેજકાળથી જ સારા મિત્રો છે. વર્ષ 2010માં આ ત્રણેએ સાથે મળીને બિઝનેસ શરૂ કર્યો હતો. ત્રણેયે રૂ. 2 લાખનું રોકાણ કરીને ફ્લાવર ઓરા (Flower Aura) નામથી તેમનું પહેલું સાહસ શરૂ કર્યું હતું. આ વેન્ચરની શરૂઆત ગુરૂગ્રામના બેઝમેન્ટમાંથી થઈ હતી. તે સમયે આ કંપનીમાં એક જ કર્મચારી હતો. કસ્ટમર સર્વિસની સાથે તમામ કામગીરી અને ડિલિવરી માટે આ એક જ વ્યક્તિ જવાબદાર હતો. આ કંપની ઓનલાઈન ફ્લાવર, કેક અને પર્સનલાઈઝ ગિફ્ટિંગનું કામ કરતો હતો.

  વેલેન્ટાઈન ડે પર મળી નવી ઓળખ :

  પોતાના બિઝનેસ વિશે તેઓ કહે છે કે, વર્ષ 2010માં વેલેન્ટાઈન ડે પર તેમના કામને નવી ઓળખ મળી. હકીકતમાં આ દિવસે તેમનું કામ એટલું વધી ગયું કે કંપનીના બાકીના ભાગીદારોને પણ ઓનલાઈન ડિલિવરી માટે ઓર્ડર આપવા જવું પડ્યું હતું. આ પછી તેમને લાગ્યું કે હવે બિઝનેસને આગળ વધારવાનો યોગ્ય સમય છે. વર્ષ 2016માં હિમાંશુ, શ્રેય અને સુમન પાત્રાએ તેમની નવી કંપની હેઠળ બેકિંગો નામની એક અલગ બ્રાન્ડ શરૂ કરી હતી.

  નાના શહેરોમાં બિઝનેસ પહોંચાડવાની યોજના :

  બેકિંગોએ દેશના ઘણા શહેરોમાં ફ્રેશ કેક ડિલિવરીનું કામ શરૂ કર્યું છે. હાલમાં કંપની 11 રાજ્યોમાં તેની સર્વિસ પૂરી પાડી રહી છે. દેશના મેટ્રો શહેરો, હૈદરાબાદ, બેંગલુરુ અને દિલ્હી-એનસીઆરની સાથે કંપની હવે મેરઠ, પાણીપત, રોહતક, કરનાલ જેવા નાના શહેરોમાં પણ સેવા શરૂ કરવાની યોજના બનાવી રહી છે.

  આ પણ વાંચોશારીરિક સંબંધ માટે 2000 ખર્ચ કર્યા, નીકળી કિન્નર, યુવાને હત્યા કરી શરીરના બે ટુકડા કર્યા પછી...

  મોટી સંખ્યામાં લોકોને રોજગારી પુરી પાડી

  ત્રણ મિત્રોએ શરૂ કરેલી આ કંપનીએ પાંચસોથી વધુ લોકોને નોકરી આપી છે. બેકિંગોની 30 ટકા પ્રોડક્ટ્સ ઓનલાઈન વેચાય છે. જ્યારે 70 ટકા પ્રોડક્ટ્સ Zomato અને Swiggy જેવા ઓનલાઈન ડિલિવરી પોર્ટલ પર વેચાઈ રહી છે. કંપનીના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ 2021-22માં બેકિંગોનું ટર્નઓવર 75 કરોડ રૂપિયાની નજીક પહોંચ્યું હતું.
  Published by:kiran mehta
  First published:

  Tags: New business idea, Success story

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन