Q2 દરમિયાન Colgate કંપનીને 270 કરોડ રૂપિયાનો નફો, જાણો નિષ્ણાતોએ શેરની ખરીદી પર શું સલાહ આપી

કોલગેટનું બીજા ક્વાર્ટરનું પરિણામ જાહેર

Colgate Palmolive Q2 result: કંપનીની આવક (Colgate revenue) 1,352.4 કરોડ રૂપિયા રહી છે, જે 1,368 કરોડ રૂપિયા રહેવાનો અંદાજ લગાવવામાં આવ્યો હતો.

  • Share this:
    મુંબઈ: કોલગેટ (Colgate)ને નાણાકીય વર્ષ 2021-22ના બીજા ત્રિમાસિક દરમિયાન 269.20 કરોડ રૂપિયાનો નફો થયો છે. આ દરમિયાન 285 કરોડ રૂપિયાનો નફો રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કંપનીની આવક (Colgate revenue) 1,352.4 કરોડ રૂપિયા રહી છે, જે 1,368 કરોડ રૂપિયા રહેવાનો અંદાજ લગાવવામાં આવ્યો હતો. જ્યારે કોલગેટનો નાણાકીય વર્ષ 2021-22ના બીજા ત્રિમાસિક દરમિયાન EBITDA 400.7 કરોડ રૂપિયા રહ્યો છે, જ્યારે તે 422 કરોડ રૂપિયા રહેવાનો અંદાજ હતો. જ્યારે કંપનીનો EBITDA માર્જિન 29.6% રહ્યો છે, જ્યારે તે 31% રહેવાનો અંદાજ હતો.

    કોલગેટના શેર પર બ્રોકરેજ હાઉસિસનો અભિપ્રાય (Experts on Colgate shares)

    CREDIT SUISSEનો કોલગેટ પર અભિપ્રાય

    CREDIT SUISSE તરફથી COLGATE પર આઉટપરફોર્મ રેટિંગ આપવામાં આવ્યું છે. બ્રોકરેજ હાઉસે શેરનો ટાર્ગેટ 1,890 રૂપિયાથી ઘટાડીને 1,750 રૂપિયા કર્યો છે. તેનું કહેવું છે કે Lower Gross Margin માટે FY22-24 Earnings ને 5% સુધી ઘટાડી છે. તેનો વોલ્યુમ Volume Growth 4% રહેવાની સંભાવના છે. તેની પ્રાઇસ ગ્રોથ 1% રહી છે જે અપેક્ષા કરતા ઓછી છે.

    આ પણ વાંચો: દિવાળી મુહૂર્તના શેર: GEPL કેપિટલે આપી આ 4 શેર ખરીદવાની સલાહ, થશો માલામાલ

    CLSAનો  કોલગેટ પર અભિપ્રાય

    CLSA
    તરફથી COLGATE પર આઉટપરફોર્મ રેટિંગ આપવામાં આવ્યું છે. બ્રોકરેજ હાઉસે શેરનો ટાર્ગેટ 1,940 રૂપિયાથી ઘટાડીને 1,735 રૂપિયા કર્યો છે. તેનું કહેવું છે કે કંપનીનો બીજો ત્રિમાસિક ખૂબ નબળો રહ્યો છે, કારણ કે Sales 5% વધ્યું છે અને EBITDA & PAT બંનેમાં 2%નો ઘટાડો નોંધાયો છે. તેનું Volume Growth 4.5% રહ્યો છે.

    GOLDMAN SACHSનો કોલગેટ પર અભિપ્રાય

    GOLDMAN SACHS તરફથી COLGATE પર ન્યૂટ્રલ રેટિંગ આપવામાં આવ્યું છે. શેરનો ટાર્ગેટ 1,635 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. માર્જિન અપેક્ષા કરતા નબળો રહ્યો છે. બ્રોકરેજ હાઉસે તેનો FY22-24 માટે EPS Estimates -2% થી -5% જણાવ્યો છે. Naturals Segmentમાં સ્પર્ધાને કારણે Downside Risk વધ્યું છે.

    આ પણ વાંચો: ટેક મહિન્દ્રાનું 10 વર્ષનું ઉત્તમ પરિણામ, શેરમાં રોકાણ અંગે બ્રોકરેજ હાઉસોએ આપી આ સલાહ 

    CITIનો કોલગેટ પર અભિપ્રાય

    CITI તરફથી Colgate પર વેચવાલી રેટિંગ આપવામાં આવ્યું છે. બ્રોકરેજ હાઉસે શેરનો ટાર્ગેટ 1625 રૂપિયાથી ઘટાડીને 1490 રૂપિયા નક્કી કર્યો છે. તેનું કહેવું છે કે કંપનીની Q2 Revenue અનુમાન પ્રમાણે રહી છે. જ્યારે નફો અંદાજ કરતો ઓછો રહ્યો છે. શેરમાં અનેક ત્રિમાસિકથી કમજોરી જોવા મળી છે.
    Published by:Vinod Zankhaliya
    First published: