તો પેપર બોટલમાં મળી શકે છે કોકા-કોલા, કંપની કરી રહી છે ટેસ્ટિંગ

પેપર બોટલિંગ અંગેની પહેલ ત્યારે થઈ, જ્યારે કોકા-કોલા કંપની પર તેના પીણા ઉત્પાદનો માટે પર્યાવરણને ટકાઉ પેકેજિંગ સિસ્ટમ બનાવવાનું દબાણ હતું.

પેપર બોટલિંગ અંગેની પહેલ ત્યારે થઈ, જ્યારે કોકા-કોલા કંપની પર તેના પીણા ઉત્પાદનો માટે પર્યાવરણને ટકાઉ પેકેજિંગ સિસ્ટમ બનાવવાનું દબાણ હતું.

 • Share this:
  hબની શકે કે, આગામી દિવસોમાં તમે પ્લાસ્ટિકને બદલે પેપર બોટલમાં (paper bottle) કોક-કોલા (coca cola) જોઈ શકો છો. કોકા-કોલા તેના પીણાં માટે પેપર બોટલનું પરીક્ષણ કરી રહ્યું છે. કંપનીનું માનવું છે કે, પર્યાવરણીય સંરક્ષણને ધ્યાનમાં રાખીને તેઓ પ્લાસ્ટિકની બોટલનો  (Break Free From Plastic) ઉપયોગ બંધ કરવાનું વિચારે છે. મળતી માહિતી મુજબ, કંપનીએ અત્યાર સુધીમાં 2000 પેપર બોટલો બનાવી છે, જેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે અને ઉનાળામાં તેનું પરીક્ષણ કરવામાં આવશે. આ બોટલ લાકડા અને બાયો આધારિત સામગ્રીથી બનેલી હોય છે, જે ગેસ તેમજ પ્રવાહી અને ઓક્સિજનને સમાવી શકે છે. આ બોટલ ડેનિશ ટીમ પાબોક, પેપર બોટલ કંપની અને કોકા-કોલાની સંશોધન ટીમ દ્વારા બનાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કંપનીએ વર્ષ 2030 માટે નવા લક્ષ્યો નક્કી કર્યા છે, જેમાં પર્યાવરણ (ennviroment) પર વધુ ધ્યાન આપવાની વાત પણ કરવામાં આવી રહી છે.

  કંપનીએ ભારપૂર્વક જણાવ્યું છે કે, ટેકનોલોજીના આધારે પરીક્ષણ માટે પ્લાન્ટ બેઝડ બેવરેજ એડેઝની 2000 પેપર બોટલોને ઓનલાઇન કરિયાણા સ્ટોર Kifli.hu દ્વારા વેચશે. જેનાથી ગ્રાહકોનો પ્રતિસાદ પણ સમજી શકાશે.

  ફરી ડરાવી રહ્યું છે કોરોનાનું વધતું સંક્રમણ, દેશમાં 27 દિવસો પછી ફરીથી આવ્યાં અધધ નવા કેસ

  પેપર બોટલિંગ અંગેની પહેલ ત્યારે થઈ, જ્યારે કોકા-કોલા કંપની પર તેના પીણા ઉત્પાદનો માટે પર્યાવરણને ટકાઉ પેકેજિંગ સિસ્ટમ બનાવવાનું દબાણ હતું. પ્લાસ્ટિક બ્રેક ફ્રી ફ્રોમ પ્લાસ્ટિક દ્વારા ચેરિટી જૂથ દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના અહેવાલમાં કોકા-કોલાને વિશ્વના પ્રથમ ક્રમે પ્લાસ્ટિક પ્રદૂષક તરીકે સ્થાન આપવામાં આવ્યું છે, ત્યારબાદ પેપ્સી અને નેસ્લે છે.

  લાલ કિલ્લામાં હિંસાના આરોપી લક્ખા સિંહે વીડિયો શેર કરી દિલ્હી પોલીસને આપી ખુલ્લી ચેલેન્જ  આ કંપનીએ કર્યું હતું પ્રથમ પરીક્ષણ

  કોકા-કોલા એકમાત્ર કંપની નથી, જે પેપર બોટલનું પરીક્ષણ કરે છે. વોડકા નિર્માતા એબ્સોલ્યુટે તેના કાર્બોનેટેડ રાસ્પબેરી પીણાના ઉત્પાદન માટે યુકે અને સ્વીડનમાં પેપર બોટલો અજમાવી છે. બોટલમાં હાજર પીણા પેપરના સંપર્કમાં ન આવવા જોઈએ, તેથી તે કાગળની બોટલને બદલે છોડમાંથી મેળવવામાં આવતી ટકાઉ કોટિંગનો ઉપયોગ કરશે.
  Published by:Kaushal Pancholi
  First published: