Home /News /business /

Coca Colaનો કમાણી વધારવા સિક્રેટ પ્લાન તૈયાર! પતંજલીને મળશે ટક્કર

Coca Colaનો કમાણી વધારવા સિક્રેટ પ્લાન તૈયાર! પતંજલીને મળશે ટક્કર

કોકા કોલા હવે બાબા રામદેવની પતંજલી આયુર્વેદની જેમ જ ઘરેલૂ પ્રોડક્ટ જેવા કે જલજીરા, કેરીના પત્તા જેવી કોલ્ડ઼્રીંક્સ વેચશે.

કોકા કોલા હવે બાબા રામદેવની પતંજલી આયુર્વેદની જેમ જ ઘરેલૂ પ્રોડક્ટ જેવા કે જલજીરા, કેરીના પત્તા જેવી કોલ્ડ઼્રીંક્સ વેચશે.

    કોલ્ડ ડ્રિંકના ઘટતા બિઝનેસથી ચિંતિત કોકા કોલા પોતાની કમાણી વધારવા માટે નવી ફોર્મ્યૂલા લાવી છે. કંપની હવે દેસી પ્રોડક્ટ લોન્ચ કરવાની તૈયારીમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોકા કોલા હવે બાબા રામદેવની પતંજલી આયુર્વેદની જેમ જ ઘરેલૂ પ્રોડક્ટ જેવા કે જલજીરા, કેરીના પત્તા જેવી કોલ્ડ઼્રીંક્સ વેચશે. કંપનીએ તેના માટે રોડમેપ તૈયાર કરી લીધો છે. કપનીએ હાલમાં જ જલજીરા લોન્ચ કરી છે. ત્યારબાદ ગરમીની સિઝનમાં હવે કેરીના પત્તાની ડ્રીંક્સ ઉતારવાની તૈયારીમાં છે.

    તમને જણાવી દઈએ કે, કોકા કોલા જલજીરાના લોન્ચીંગ બાદ હે કેરીના પન્નાની ડ્રીંક્સ લાવવાની તૈયારીમાં છે. આ સિવાય દહીં, લસ્સી અને બટર મિલ્ક પણ ભારતમાં લોન્ચ કરવામાં આવશે.

    શું છે કોકા કોલાનો નવો પ્લાન - કંપની હવે ઘરેલુ નુસ્ખા પર આધારીત ડ્રિંક્સ વેચશે. કેરીના પન્ના, જલજીરા જેવી ભારતની પારંપરીક ડ્રીંક પર પોકસ વધારી રહી છે. એક રિપોર્ટ્સ અનુસાર, છેલ્લા ત્રણ વર્ષમાં આ તમામ ડ્રિંક્સના પેકેજમાં આવવાથી તેની ડિમાન્ડ 32 ટકા વધી ગઈ છે. આ વધારો કોલ્ડડ્રીંકની માંગથી 3 ઘણો વધારો છે.

    કોકના બારતના સીઈઓ ટી. કૃષ્ણકુમારે હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે, ભારતના 29 રાજ્ય કંપની માટે 29 દેશ બરાબર છે. અહીં અલગ-અલગ ભાષાઓ, ખાનપાન અને આદતો છે. ફૂડ અને બેવરેજેજને લઈ વોકોની આદતો પણ અલગ-અલગ છે.

    કૃષ્ણકુમારનું કહેવું છે કે, ભારતમાં જ્યૂસ માર્કેટની સાઈઝ 3.6 અબજ ડોલર છે. આમાંથી 72 ટકા સામાન્ય જગ્યાઓ પર વેચાતો જ્યૂસ છે. કંપની વ્યાજબી ભાવ પર ભારતીય પીણું ગ્રાહકો સુધી પહોંચાડવાની ચૈયારીમાં છે. તે સ્થાનિક સ્તર પર કેરી અને લીચનું ઉત્પાદન શરૂ કરશે. તેના માટે કંપની 1.7 અબજ ડોલરનું રોકાણ કરશે.

    આ તમામ પ્રોડક્ટ પર નાની કંપનીઓની પકડ - ભારતમાં તમામ પારંપરીક ડ્રિંક પર નાની-નાની કંપનીઓનો કબજો છે. આ કંપનીઓમાં ખાસ કરીને મુંબઈની Xotik Frujus અને રાજસ્થાનનું Jayanti Group મોટુ માર્કેટ શેર રાખે છે. આ કંપનીઓનું મોટાભાગનું સ્લોગન ‘Be Indian Buy Indian' જેવા છે. આ રીતે કોકા કોલા પણ નવું સ્લોગન લાવવાની તૈયારીમાં છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Coca cola, Fight, ગુજરાતી

    આગામી સમાચાર