Home /News /business /

3 વર્ષની ટોચ પર પહોંચ્યો Coal Indiaનો શેર, રોકાણકારોએ શું કરવું? જાણો નિષ્ણાતોની સલાહ

3 વર્ષની ટોચ પર પહોંચ્યો Coal Indiaનો શેર, રોકાણકારોએ શું કરવું? જાણો નિષ્ણાતોની સલાહ

સરકારી કંપનીનો શેર 3 વર્ષની ટોચ, હવે શું કરવું જણાવે છે નિષ્ણાતો

Coal India Stock expert Views: નાણાકીય વર્ષ 2023ના પહેલા ક્વાર્ટરમાં Coal Indiaનો નફો ધારણા કરતા વધારે રહ્યો છે. તાજેતરમાં આવેલા કંપનીના પરિણામો મુજબ ચાલુ નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં કંપનીનો નફો 178 ટકા વધીને 8833 કરોડ રુપિયા પર પહોંચી ગયો છે. તેવામાં રોકાણકારો કે જેમની પાસે શેર છે અથવા તો જેઓ હવે ખરીદવા માગે છે કે વેચવા માગે છે તેમણે શું કરવું જોઈએ આવો જાણીએ જુદા જુદા બ્રોકરેજ હાઉસના નિષ્ણાતો પાસેથી.

વધુ જુઓ ...
    મુંબઈઃ સરકારની માલિકીની કોલ માઈનિંગ અને રિફાઈનિંગ કોર્પોરેશન કંપની કોલ ઈન્ડિયાનો શેર હાલ તેની 3 વર્ષની ટોચે ટ્રેડ થઈ રહ્યો છે. નાણાકીય વર્ષ 2023ના પહેલા ક્વાર્ટરમાં કંપનીના પરિણામ ખૂબ જ શાનદાર રહ્યા છે. કંપનીનો નફો 178 ટકા વધીને 8833 કરોડ રુપિયા પર પહોંચી ગયો છે. પહેલા ત્રિમાસિકગાળામાં કંપનીનું માર્જિન પણ લગભગ 16 ટકા જેટલું ઉછળીને 35 ટકા પર પહોંચી ગયું છે. પરિણામ જાહેર થતાં જ કોલ ઇન્ડિયાના શેરમાં તેજી જોવા મળી છે અને કિંમતો 3 વર્ષની ટોચ પર પહોંચી ગઈ છે. વાર્ષિક આધારે પહેલા ક્વાર્ટરમાં કંપનીનો નેટ પ્રફિટ લગભગ 3 ગણો વધીને 8,832.9 કરોડ રુપિયા પર પહોંચ્યો છે. જ્યારે અનુમાન 6,301 કરોડ રુપિયા રહેવાનો અંદાજ હતો. ત્યારે ગત વર્ષે પહેલા ત્રિમાસિક ગાળામાં નેટ પ્રોફિટ 3174.2 કરોડ રુપિયા રહ્યો હતો.

    મિડકેપ અને સ્મોલકેપ શેરમાં દેખાઈ રહ્યો છે જોશ, તો શું આગળ પણ આ તેજી ચાલુ રહેશે?

    વાર્ષિક આધારે નાણાકીય વર્ષ 2023ના પહેલા ક્વાર્ટરમાં કંપનીની આવક 38.8 ટકા વધીને 35,092.2 કરોડ રુપિયા રહી છે. જ્યારે તેનું અનુમાન 31,516 કરોડ રુપિયા રાખવામાં આવ્યું હતું. તો ગત વર્ષે સમાન ત્રિમાસિક ગાળામાં કંપનીની આવક 25,282.2 કરોડ રુપિયા રહી હતી. કંપનીના પોઝિટિવ પરિણામ બાદ શેરમાં આવેલી તેજી પછી રોકાણકારોને એ પ્રશ્ન મુંઝવી રહ્ય છે કે આ શેરમાં હવે શું કરવું? જેમની પાસે પહેલાથી શેર છે તેમનો પ્રશ્ન છે કે શું હાલ શેર વેચીને પ્રોફિટ બુક કરી લેવો કે હજુ પણ આગળ રાહ જોવી જ્યારે કેટલાક રોકાણકારો એવા છે જેમને આ શેર પોતાના પોર્ટફોલિયોમાં સમાવવો છે તેમનો પ્રશ્ન છે કે શું હાલના સ્તરે આ શેરમાં ખરીદી કરાય? જેના અંગે જુઓ શું કહે છે જુદા જુદા બ્રોકરેજ હાઉસના એક્સપર્ટ્સ.

    એક ઝટકામાં અબજોપતિમાંથી બની ગયા કંગાળ, કિસ્મતનો ખેલ જોઇ તમે પણ ચોંકી જશો

    બ્રોકરેજ હાઉસ CLSAની કોલ ઇન્ડિયા અંગે સલાહ

    પ્રખ્યાત બ્રોકરેજ હાઉસ CLSA દ્વારા કોલ ઇન્ડિયા પર સલાહ આપતા તેનું બાય રેટિંગ જાળવી રાખ્યું છે. તેમજ બ્રોકરેજ હાઉસે તેના માટેની ટાર્ગેટ પ્રાઈસ પણ વધારી દીધી છે. બ્રોકરેજે કોલ ઇન્ડિયાનો ટાર્ગેટ 205 રુપિયાથી વધારીને 250 રુપિયા પ્રતિ શેર કરી દીધો છે. તેમનું કહેવું છે કે કંપનીનું પહેલું ક્વાર્ટર વધુ સારા રિયલાઇઝેશનના કારણે અનુમાન કરતા વધુ સારુ રહ્યું હતું. હવે કંપનીનું ફોકસ વેજ નિગોશિએશન એટલે કે કામદારોને ચૂકવવામાં આવતા મહેનતાણા અંગેની વાટાઘોટા પર છે. આ ઉપરાંત કંપનીનો EBITDA પણ વધુ સારા રિયલાઈઝેશનના કામે પહેલા ત્રિમાસિક ગાળામાં અનુમાન કરતા વધુ ઉપર રહ્યો છે. ડિમાન્ડ વધતા ત્રિમાસિક આધાર પર e-Auctions ASP 78 ટકા કરતા વધુ રહી છે. કંપનીના વેજ નિગોશિએશનના કારણે એફએસએની કિંમતોમાં વધારાથી તે આઉટપરફોર્મ કરી શકે છે. તો H2FY23માં e-Auction રિયલાઈઝેશન સોફ્ટ રહી શકે છે.

    Adani Groupની વધુ એક કંપની Niftyમાં સામેલ થશે, રોકાણકારોને મળશે કમાણીનો મોકો

    Jefferiesની કોલ ઇન્ડિયા અંગે સલાહ

    કોલ ઇન્ડિયાના શેરમાં શું કરવું જોઈએ તેના અંગે સલાહ આપતા આંતરાષ્ટ્રીય બ્રોકરેજ હાઉસ જેફ્રીઝે સ્ટોક હોલ્ડ કરવા કહ્યું છે. તેમજ બ્રોકરેજ હાઉસે પ્રતિ શેર ટાર્ગેટ પ્રાઈસ 275 રુપિયા આપ્યો છે. તેમનું કહેવું છે કે કંપનીનો કેશ EBITDA ત્રિમાસિક આધારે 2 ટકા કરતા વધુ રહ્યો છે. જ્યારે અમારા અનુમાન કરતા 45 ટકા વધારે જોવા મળ્યો છે. ત્રિમાસિક આધાર પર પહેલા ક્વાર્ટરમાં ડિસ્પેચ વોલ્યુમમાં 1 ટકાનો ઘટાડો રહ્યો છે. ત્યારે ત્રિમાસિક આધાર પર બ્લેન્ડેડ ASPમાં 10 ટકાનો વધારો જોવા મળ્યો છે.

    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Expert opinion, Share bazar, Share market, Stock market Tips, શેરબજાર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन