Home /News /business /CNN-News18 એ બનાવ્યો રેકોર્ડ, ટાઈમ્સ નાઉ અને રિપબ્લિક ટીવીના સંયુક્ત માર્કેટ શેર કરતાં પણ આગળ નીકળ્યું

CNN-News18 એ બનાવ્યો રેકોર્ડ, ટાઈમ્સ નાઉ અને રિપબ્લિક ટીવીના સંયુક્ત માર્કેટ શેર કરતાં પણ આગળ નીકળ્યું

માર્કેટ શેર મામલે સીએનએન ન્યુઝ 18નો રેકોર્ડ

CNN-News18 Records More Market Share : માર્કેટ શેરમાં CNN-News18 નું મોખરાના સ્થાને આવવું તે બાબતનું પ્રમાણ છે કે દર્શકો ઘોંઘાટ કરતાં સમાચાર વધુ પસંદ કરે છે. તેના નિષ્પક્ષ રિપોર્ટિંગ અને તમામ દૃષ્ટિકોણના કવરેજથી સમાચાર પ્રસારણ ક્ષેત્રમાં નવા બેન્ચમાર્ક સ્થાપિત થયા છે.

વધુ જુઓ ...
CNN-News18 પર દર્શકોના વધતા વિશ્વાસના પ્રતિબિંબ સ્વરુપે, ચેનલે જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં 42.7% નો બજારહિસ્સો નોંધાવ્યો છે, જે પ્રતિસ્પર્ધકો રિપબ્લિક ટીવી અને ટાઇમ્સ નાઉના સંયુક્ત બજાર હિસ્સા કરતાં વધુ છે.

બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC)ના આંકડા દર્શાવે છે કે રિપબ્લિક ટીવીનો બજારહિસ્સો 23.4% છે જ્યારે ટાઈમ્સ નાઉએ 18.3% ભાગીદારી મેળવી છે. મિરર નાઉ 11.1% પર અને ઈન્ડિયા ટુડે ટેલિવિઝન 4.4% પર રહ્યો છે.


CNN-News18 માર્કેટ શેરમાં અગ્રણી છે તે એ વાતનો પુરાવો છે કે દર્શકો કારણ વગરના ઘોંઘાટ કરતાં સમાચારને વધુ પસંદ કરે છે. તેના નિષ્પક્ષ અહેવાલ અને તમામ પાસાઓના કવરેજથી સમાચાર પ્રસારણ ક્ષેત્રમાં નવા બેન્ચમાર્ક સ્થાપિત થયા છે.


સમગ્ર દેશમાં તમામ ભૌગોલિક વિસ્તારોને આવરી લેતી વ્યાપક સામગ્રીની સાથેના પ્રોગ્રામિંગ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાને કારણે ચેનલની વ્યુઅરશિપમાં સતત વધારો થયો છે.

CNN-News18 મેનેજિંગ એડિટર ઝક્કા જેકોબે સતત સમર્થન માટે ટ્વીટ કરીને દર્શકોનો આભાર માન્યો હતો.


તેમણે લખ્યું કે, “અમારા પ્રત્યેક ઈમાનદાર દર્શકોના સમર્થન વિના આ શક્ય ન હતું. આભાર…”
First published:

Tags: CNN NEWS18, Gujarati news, National news

विज्ञापन