Home /News /business /

CNG Price Hike: સીએનજીમાં એક ઝાટકે પાંચ રૂપિયાનો તોતિંગ વધારો, પેટ્રોલ-ડીઝલમાં રાહત

CNG Price Hike: સીએનજીમાં એક ઝાટકે પાંચ રૂપિયાનો તોતિંગ વધારો, પેટ્રોલ-ડીઝલમાં રાહત

સીએનજી ભાવ વધારો (પ્રતીકાત્મક તસવીર)

CNG Price Hike: સરકારી ઓઇલ કંપનીઓએ આજે એટલે કે શુક્રવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી. દિલ્હી, મુંબઈ, સહિત દેશના વિવિધ શહેરોમાં આજે કિંમત સ્થિર રહી છે.

    નવી દિલ્હી: નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે મોટો ઝટકો લાગ્યો છે. આજે કૉમર્શિયલ ગેસ સિલિન્ડર (LPG cylinder price hike)ની કિંમતમાં એક સાથે 250 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ સીએનજીની કિંમતમાં તોતિંગ વધારો (CNG price hike) કરી દેવામાં આવ્યો છે. જોકે, આજે પેટ્રોલ અને ડીઝલની કિંમત (Petrol-Diesel price)માં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી. અમદાવાદમાં અદાણી ગેસ (Adani Gas) તરફથી સીએનજીની કિંમતમાં એક સાથે પાંચ રૂપિયાનો વધારો થયો છે. આ સાથે જ અમદાવાદમાં સીએનજીનો નવો ભાવ 79.59 રૂપિયા (Ahmedabad CNG price) થયો છે. અમદાવાદમાં સીએનજીનો જૂનો ભાવ 74.59 રૂપિયા હતો.

    વિવિધ શહેરમાં સીએનજીનો ભાવ (અદાણી ગેસ)


    વડોદરા: 76.84 પ્રતિ કિલોગ્રામ
    પોરબંદર: 82.59 પ્રતિ કિલોગ્રામ
    ખેડા: 80.59 પ્રતિ કિલોગ્રામ
    સુરેન્દ્રનગર: 80.59 પ્રતિ કિલોગ્રામ
    અમદાવાદ: 79.59 પ્રતિ કિલોગ્રામ
    નવસારી: 80.59 પ્રતિ કિલોગ્રામ

    મુંબઈમાં CNGના ભાવમાં ઘટાડો


    દેશમાં પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવ વચ્ચે મુંબઈના લોકોને થોડી રાહત મળી છે. મુંબઈમાં સીએનજી અને પીએનજીની કિંમતમાં ઘટાડો થયો છે. મહાનગર ગેસ લિમિટેડ (Mahanagar Gas Limited) તરફથી સીએનજીની કિંમતમાં પ્રતિ કિલોગ્રામ છ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રસોઈ ગેસ (PNG)ના ભાવમાં 3.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. નવો ભાવ આજથી એટલે કે 1 એપ્રિલ, 2022થી લાગૂ થયો છે.

    પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર (Petrol-Diesel Price 1 April 2022)


    સરકારી ઓઇલ કંપનીઓએ આજે એટલે કે શુક્રવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી. દિલ્હી, મુંબઈ, સહિત દેશના વિવિધ શહેરોમાં આજે કિંમત સ્થિર રહી છે. ગુજરાતમાં પણ આજે ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. સરકારી ઓઇલ કંપનીઓએ છેલ્લા 10 દિવસમાં પેટ્રોલની કિંમતમાં 6.40 રૂપિયાનો વધારો કર્યો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 102 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 117 રૂપિયા પ્રતિ લીટર પહોંચી છે.

    આ પણ વાંચો: એલપીજી સિલિન્ડરની કિંમતમાં 250 રૂપિયાનો વધારો

    દેશના ચાર મહાનગરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત


    – દિલ્હી પેટ્રોલ 101.81 રૂપિયા અને ડીઝલ 93.07 રૂપિયા પ્રતિ લીટર
    – મુંબઈ પેટ્રોલ 116.72 રૂપિયા અને ડીઝલ 100.94 રૂપિયા પ્રતિ લીટર
    – ચેન્નાઈ પેટ્રોલ 107.45 રૂપિયા અને ડીઝલ 97.52 રૂપિયા પ્રતિ લીટર
    – કોલકાતા પેટ્રોલ 111.35 રૂપિયા અને ડીઝલ 96.22 રૂપિયા પ્રતિ લીટર

    આ શહેરોમાં પણ બદલાયો ભાવ


    – નોઇડા પેટ્રોલ 101.88 રૂપિયા અને ડીઝલ 93.42 રૂપિયા પ્રતિ લીટર
    – લખનઉ પેટ્રોલ 101.66 રૂપિયા અને ડીઝલ 93.22 રૂપિયા પ્રતિ લીટર
    – પોર્ટબ્લેર પેટ્રોલ 88.60 રૂપિયા અને ડીઝલ 82.89 રૂપિયા પ્રતિ લીટર
    – પટના પેટ્રોલ 112.48 રૂપિયા અને ડીઝલ 97.48 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો: ત્રણ વર્ષમાં 800 ટકા ભાગ્યો આ શેર, સંજીવ ભસીને આપી ખરીદીની સલાહ

    ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol-Diesel price in Gujarat)


    – અમદાવાદ પેટ્રોલ 101.44 રૂપિયા અને ડીઝલ 95.70રૂપિયા પ્રતિ લીટર
    – સુરત પેટ્રોલ 101.29 રૂપિયા અને ડીઝલ 95.58 રૂપિયા પ્રતિ લીટર
    – વડોદરા પેટ્રોલ 100.97રૂપિયા અને ડીઝલ 95.24 રૂપિયા પ્રતિ લીટર
    – રાજકોટ પેટ્રોલ 101.14 રૂપિયા અને ડીઝલ 95.43 રૂપિયા પ્રતિ લીટર


    દરરોજ બદલાય છે કિંમત


    તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. HPCL, BPCL અને IOC સવારે છ વાગ્યે નવો ભાવ લાગૂ કરે છે. તમે આ ભાવ તેમની વેબસાઇટ પર જઈને પણ જાણી શકો છો. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ ભાવ લગભગ ડબલ થઈ જાય છે. વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે.

    આ પણ વાંચો: આજે (1 એપ્રિલ) આ 20 શેરમાં કરો મોટી કમાણી

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો


    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    આગામી સમાચાર