Home /News /business /CNG Price Hike: મોંઘવારીમાં વધુ એક ફટકો, CNG ની કિંમતમાં ફરી વધારો, જાણો કેટલો થયો નવો ભાવ

CNG Price Hike: મોંઘવારીમાં વધુ એક ફટકો, CNG ની કિંમતમાં ફરી વધારો, જાણો કેટલો થયો નવો ભાવ

દિલ્હી-એનસીઆરમાં સીએનજી ગેસની (CNG price hike) કિંમતમાં પ્રતિ કિલોગ્રામે 2 રૂપિયાનો વધારો થયો (પ્રતિકાત્મક તસવીર)

Petrol Diesel CNG Prices : નવો ભાવ વધારો આજે 15 મે ને રવિવારે સવારે 6 કલાકેથી લાગુ થયો, પેટ્રોલ અને ડીઝલની કિંમત સ્થિર

    Petrol Diesel CNG Prices : વધી રહેલી મોંઘવારી વચ્ચે આજે રવિવારે ફરી સીએનજીની કિંમતમાં (CNG Price)વધારો કરવામાં આવ્યો છે. દિલ્હી-એનસીઆરમાં સીએનજી ગેસની (CNG price hike) કિંમતમાં પ્રતિ કિલોગ્રામે 2 રૂપિયાનો વધારો થયો છે. નવી કિંમત આજે 15 મે ને રવિવારે સવારે 6 કલાકેથી લાગુ થઇ છે. દિલ્હીમાં હવે એક કિલો સીએનજી ગેસનો ભાવ 73.61 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો છે.

    એક તરફ જ્યાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો (Petrol-Diesel price)સ્થિર છે જ્યારે સીએનજીની કિંમતમાં એક મહિના પછી ફરી વધારો થયો છે. આ પહેલા 14 એપ્રિલે સીએનજીની કિંમતમાં 2.50 રૂપિયાનો વધારો કરાયો હતો. નોઇડા, ગ્રેટર નોઇડાની વાત કરવામાં આવે તો અહીં સીએનજીની કિંમત 76.17 રૂપિયા પ્રતિ કિલો છે. જ્યારે મુજફ્ફરનગર, મેરઠ અને શામલીમાં સીએનજી ગેસની કિંમત 80.84 રૂપિયા પ્રતિ કિલો છે.

    પેટ્રોલ-ડીઝલની કિંમતો સ્થિર

    સરકારી તેલ કંપનીઓએ આજે રવિવાર માટે પેટ્રોલ-ડીઝલના નવા રેટ જાહેર કર્યા છે. આજે કિંમતોમાં કોઇ વધારો થયો નથી. વધી રહેલી મોંઘવારી વચ્ચે ક્રુડ ઓઇલ ફરીથી 110 ડોલર પ્રતિ બેરલની નજીક પહોંચી ગયું છે. જેથી તેલની કિંમતમાં વધારો થવાની સંભાવના છે. હાલ કંપનીઓએ 6 એપ્રિલ પછી તેલની કિંમતોમાં કોઇ વધારો કર્યો નથી. દિલ્હીમાં 105 તો મુંબઈમાં 120 રૂપિયા પ્રતિ લીટરથી પેટ્રોલ વેચાઇ રહ્યું છે. અમદાવાદમાં પેટ્રોલની કિંમત 105.02 રૂપિયા અને ડીઝલની કિંમત 99.40 રૂપિયા છે.

    આ પણ વાંચો - આગામી અઠવાડીએ કેવી રહેશે બજારની ચાલ, આ 5 પરિબળો નક્કી કરશે

    દેશના ચાર મહાનગરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

    – દિલ્હી પેટ્રોલ 105.41 રૂપિયા અને ડીઝલ 96.67 રૂપિયા પ્રતિ લીટર

    – મુંબઈ પેટ્રોલ 120.51 રૂપિયા અને ડીઝલ 104.77 રૂપિયા પ્રતિ લીટર

    – ચેન્નાઈ પેટ્રોલ 110.85 રૂપિયા અને ડીઝલ 97.52 રૂપિયા પ્રતિ લીટર

    – કોલકાતા પેટ્રોલ 115.12 રૂપિયા અને ડીઝલ 99.83 રૂપિયા પ્રતિ લીટર

    દરરોજ બદલાય છે કિંમત

    તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. HPCL, BPCL અને IOC સવારે છ વાગ્યે નવો ભાવ લાગૂ કરે છે. તમે આ ભાવ તેમની વેબસાઇટ પર જઈને પણ જાણી શકો છો. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ ભાવ લગભગ ડબલ થઈ જાય છે. વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે.

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: CNG Price, Petrol Diese price, Petrol Diesel Price Today, બિઝનેસ

    विज्ञापन
    विज्ञापन