નવા વર્ષની શરુઆત થઈ છે અને હજુ તો પહેલું જ સપ્તાહ ચાલી રહ્યું છે ત્યાં સામાન્ય માણસ પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. CNBC આવાઝના સૂત્રોને પ્રાપ્ત થયેલી માહિતી મુજબ, ગુજરાત ગેસ દ્વારા સીએનજી-પીએનજીની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. નવી કિંમતો 5 ટકા સુધી વધી ગઈ છે. તો બીજી તરફ ગુજરાત ગેસને ઈન્ડસ્ટ્રી ગેસના ભાવમાં `7/scm ઘટાડો કર્યો છે. આ અહેવાલ સામે આવ્યા બાદ કંપનીના શેરમાં નિચલા સ્તરેથી ઝડપી રિકવરી જોવા મળી રહી છે.
CNGમાં ભાવ વધ્યો
ગુજરાત ગેસ દ્વારા આજે CNGના ભાવમાં 5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે અને તેના વધેલા ભાવ આજથી અમલમાં આવી ગયા છે. હવે ગુજરાત ગેસના CNG માટે તમારે 78.52 રૂપિયા પ્રતિ કિલો ચૂકવવા પડશે.
પીએનજીના ભાવમાં પણ વધારો
ગુજરાત ગેસે પણ PNGના ભાવમાં વધારો કર્યો છે અને તેના વધેલા ભાવ આજથી અમલમાં આવી ગયા છે. ગુજરાત ગેસનો PNG ભાવ ઘટીને રૂ. 50.43 પ્રતિ SCM થયો છે. તેમાં 5 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.
ઔદ્યોગિક ગેસના ભાવ પર અપડેટ
બીજી તરફ, ગુજરાત ગેસે ઔદ્યોગિક ગેસના ભાવમાં પ્રતિ SCM રૂ. 7નો ઘટાડો કર્યો છે. CNG-PNG અને ઈન્ડસ્ટ્રી ગેસના બદલાયેલા ભાવ આજથી લાગુ થઈ ગયા છે.
Published by:Mitesh Purohit
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર