નવી દિલ્હી : મુંબઈમાં (Mumbai CNG Price)સીએનજી અને પીએનજીની કિંમતોમાં (CNG Price) ફરી એક વખત વધારો કરવામાં આવ્યો છે. કંપનીએ CNG ની કિંમતમાં પ્રતિ કિલો 2.50 રૂપિયાનો વધારો કર્યો છે. CNG સિવાય રસોઇ ગેસ PNG (Pipped cooking gas)ની કિંમતમાં પણ 1.50 રૂપિયા પ્રતિ યુનિટનો (PNG Price)વધારો કરવામાં આવ્યો છે. કિંમતમાં આ વધારો (CNG/PNG Price Hike)શનિવારે મોડી રાતથી લાગુ થઇ ગયો છે. મહાનગર ગેસ લિમિટેડ (MGL)તરફથી કહેવામાં આવ્યું છે કે ઘરેલું ગેસ આવંટનમાં કમીને જોતા ઘરેલું જરૂરિયાતને પૂરી કરવા માટે કંપનીએ અતિરિક્ત બજાર મૂલ્ય વાળી પ્રાકૃતિક ગેસની સોર્સિંગ કરી રહી છે. તેની કિંમતમાં વધારો થતા કંપનીએ સીએનજીની કિંમતમાં 2.50 રૂપિયા અને ઘરેલું પીએનજીની કિંમતમાં 1.50 રૂપિયા પ્રતિ યુનિટ વધારો કરવો પડ્યો છે.
66 રૂપિયા પ્રતિ કિલો થઇ સીએનજીની કિંમત
કિંમતોમાં વધારો થયા પછી સીએનજીની નવી કિંમત 63.50 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી વધીને 66.00 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઇ ગઇ છે અને પીએનજીની કિંમત 38 રૂપિયા/એસસીએમ થી વધીને 39.50 રૂપિયા/એસસીએમ થઇ ગઈ છે. મુંબઈમાં છેલ્લા એક વર્ષ દરમિયાન સીએનજીની કિંમતમાં 18 રૂપિયાનો વધારો થયો છે.
છેલ્લા ત્રણ મહિનામાં સીએનજીની કિંમતોમાં આ પાંચમો વધારો થયો છે. પેટ્રોલ અને ડિઝલની સરખામણીમાં સીએનજીને વધારે સ્વચ્છ ઇંધણ માનવામાં આવે છે. અન્ય ઇંધણના મુકાબલે હવે આ સસ્તી છે. વર્તમાનમાં આ ઘણા સાર્વજનિક વાહન સીએનજીથી ચાલે છે. ઘણા લોકો પોતાના વાહનો સીએનજીમાં કન્વર્ટ કરાવી રહ્યા છે. જોકે છેલ્લા ઘણા મહિના દરમિયાન સીએનજીની કિંમતમાં ઘણી વખત વધારો થતા લાખો લોકો પ્રભાવિત થયા છે.
ઘરેલું ગેસની કિંમતમાં વધારાથી સામાન્ય લોકો પણ પ્રભાવિત થશે. વર્તમાનમાં વધારાના કારણે મુંબઈ અને તેની આસપાસ રહેનારા 16 લાખ લોકો અને 8 લાખ ગેસથી ચાલનાર વાહનોના માલિકોનું બજેટ વધી જશે. એટલે કે નવી કિંમતના કારણે કુલ 24 લાખ લોકો પ્રભાવિત થશે. એમજીએલે ગત વર્ષે ઓક્ટોબરમાં બે વખત સીએનજી-પીએનજીની કિંમતોમાં વધારો કર્યો હતો. આ પછી નવેમ્બર અને પછી ડિસેમ્બરમાં વધારો કરવામાં આવ્યો હતો.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર