Home /News /business /આનંદો! સરકારે બીએસ-6 વાહનોમાં CNG અને LPG કિટ ફિટ કરવાની આપી મંજૂરી

આનંદો! સરકારે બીએસ-6 વાહનોમાં CNG અને LPG કિટ ફિટ કરવાની આપી મંજૂરી

પ્રતિકાત્મક ફોટો

CNG-LPG Kits: ભારતમાં બીએસ 6 વાહનોની સંખ્યા લાખોમાં છે. અત્યારસુધી આ વાહનોમાં સીએનજી કીટ લગાવાનો નિયમ નહોતો. કેટલીય કંપનીઓના બીએસ 6 વાહનોના મોડલ એવા છે, જેમાં CNG મોડલ નથી આવતા.

નવી દિલ્હી: સરકારે બીએસ-6ના પેટ્રોલ અને ડીઝલ વાહનોમાં CNG અને LPG કિટના રેટ્રોફિટમેન્ટની મંજૂરી આપી છે. મંત્રાલયના આ નિર્ણયથી લાખો વાહનચાલકોને લાભ થશે. ફક્ત દિલ્હીમાં લગભગ ચાર લાખ વાહનમાલિકોને ફાયદો થશે. જો તમે બીએસ-6 એન્જીનવાળી કારમાં CNG અને LPG લગાવવાનું વિચારી રહ્યા છો, તો તમે આ કામ કરાવી શકો છો. અગાઉ માત્ર બીએસ-4 સુધીના એન્જિન વાહનોને કિટ લગાવવાની મંજૂરી આપવામાં આવી હતી.

ભારતમાં બીએસ 6 વાહનોની સંખ્યા લાખોમાં છે. અત્યારસુધી આ વાહનોમાં સીએનજી કીટ લગાવાનો નિયમ નહોતો. કેટલીય કંપનીઓના બીએસ 6 વાહનોના મોડલ એવા છે, જેમાં CNG મોડલ નથી આવતા.

રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH)એ એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે, બીએસ (ભારત સ્ટેજ)- VI ગેસોલીન વાહનો પર CNG અને LPG કિટના રેટ્રોફિટમેન્ટ અને બીએસ-VI ના મામલે 3.5 ટનથી ઓછા ડીઝલ એન્જિનને CNG અને LPG એન્જિનથી બદલી શકાય છે.

આ પણ વાંચો: સીએનજી વાહન ચાલકો માટે રાહતના સમાચાર, ભાવમાં મોટો ઘટાડો

આ નોટિફિકેશનમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, CNG એક પર્યાવરણને અનુકૂળ ઈંધણ છે અને પેટ્રોલ તથા ડીઝલની સરખામણીએ કાર્બન મોનોક્સાઈડ, હાઈડ્રોકાર્બન, પાર્ટિક્યુલેટ મેટર અને ધુમાડાના ઉત્સર્જન સ્તરને ઓછું કરશે. મંત્રાલયે વધુમાં જણાવ્યું કે, હિતધારકો સાથે ચર્ચા વિચારણ કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

પેટ્રોલ અને ડીઝલની કિંમતોથી રાહત મળશે


ભારતમાં છેલ્લા ત્રણ મહિનાથી પેટ્રોલ અને ડીઝલની કિંમતો સ્થિર છે, પરંતુ આ કિંમત રૂ. 100ની આસપાસ છે. લોકોએ પેટ્રોલ અને ડીઝલનો વધુ ખર્ચ ઉઠાવવો પડે છે. બીએસ-6 એન્જિનવાળા વાહન જૂના છે, તો તેમના માઈલેજ પર પણ અસર થશે અને પેટ્રોલ ડીઝલમાં વધુ ખર્ચો થશે. આ પરિસ્થિતિમાં CNG અને LPG કિટ મદદરૂપ સાબિત થઈ શકે છે. CNG અને LPGના ઉપયોગથી ઓછા ખર્ચે લાંબી મુસાફરી કરી શકાય છે.

આ પણ વાંચો: સરકાર હવે રોડ નિર્માણ માટે કેપિટલ માર્કેટમાંથી ઉઠાવશે પૈસા

1 ઓક્ટોબરથી BS4 માનકવાળી ડીઝલ કાર થઇ જશે બંધ


વાયુ પ્રદૂષણ સતત વધી રહ્યું હોવાને કારણે દિલ્હીમાં વાયુ ગુણવત્તા પ્રબંધન આયોગે એક નવી નીતિ બનાવી છે. આયોગ અનુસાર દિવાળી પહેલા 1 ઓક્ટોબરથી BS4 માનકવાળી ડીઝલ કાર પર પ્રતિબંધ મુકવામાં આવશે. આ વાહનોમાં CNG અને LPG કિટ લગાવીને તેનો ઉપયોગ કરી શકાય છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: CNG, LPG, આરટીઓ, ગાડી

विज्ञापन
विज्ञापन