Home /News /business /

આનંદો! બહુ ઝડપથી મારુતિ સુઝુકીની ચાર નવી કારના CNG વેરિએન્ટ થશે લોંચ- જાણો કંપનીએ શું કહ્યું

આનંદો! બહુ ઝડપથી મારુતિ સુઝુકીની ચાર નવી કારના CNG વેરિએન્ટ થશે લોંચ- જાણો કંપનીએ શું કહ્યું

મારુતિ સુઝુુકી ચાર કારના CNG વેરિએન્ટ્સ લૉંચ કરશે.

Maruti Suzuki CNG cars: મારુતિ સુઝુકીનું કહેવું છે કે, સેમીકન્ડક્ટરના અભાવને કારણે કંપની પાસે 2.8 લાખ ઓર્ડર પેન્ડિંગ છે, જેમાંથી 1.1 લાખ ઓર્ડર CNG મોડલ માટે છે.

મુંબઈ: પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થઈ રહ્યો છે, તેની સાથે CNG વાહનોની માંગમાં પણ વધારો થઈ રહ્યો છે. દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી (Maruti Suzuki) CNG પોર્ટફોલિયોને વિસ્તારિત કરવાની યોજના બનાવી રહી છે. મારુતિ સુઝુકી થોડા સમયમાં CNG પર આધારિત 4 મોડલ રજૂ કરશે. કંપની ભારતીય બજારમાં વર્ષ 2025 સુધીમાં ઈલેક્ટ્રિક વાહન (EV) લૉંચ કરવાની યોજના બનાવી રહી છે. કંપની દેશની ઈકોસિસ્ટમ પર નજર રાખી રહી છે, ઈલેક્ટ્રિક કાર માટે મફત ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે સૌથી સારો વિકલ્પ કયો છે, તેના વિશે જાણકારી મેળવવા પર કામ કરી રહી છે. હાલનો સમય ઈલેક્ટ્રિક વાહન લોન્ચ કરવાનો પરફેક્ટ સમય છે.

મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ (MSIL)ના સિનિયર એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર સશાંક શ્રીવાસ્તવે PTIને આ અંગે કેટલીક જાણકારી આપી છે. તેમણે જણાવ્યું છે કે, હાલમાં અમારી પાસે 14 CNG મોડલ ઉપલબ્ધ છે, જેમાં અન્ય 4 મોડેલ ઉમેરવાની યોજના બનાવી રહ્યા છીએ.

1.1 લાખ સીએનજી કારના ઓર્ડર પેન્ડિંગ

તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું કે, અમે CNG મોડલને વધુ વિકસિત કરવાના પ્રયાસ કરી રહ્યા છીએ. તેમણે CNG મોડલ વિશેની માહિતી અને તે રજૂ કરવાની ટાઈમલાઈન અંગે માહિતી આપી નથી. તેમણે જણાવ્યું છે કે, પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થવાને કારણે CNG વાહનોની માંગમાં વધારો થયો છે. સેમીકંડક્ટરના અભાવને કારણે કંપની પાસે 2.8 લાખ ઓર્ડર પેન્ડિંગ છે, જેમાંથી 1.1 લાખ ઓર્ડર CNG મોડલ માટે છે.

આ પણ વાંચો: બજાજ પલ્સર N250 અને F250 ભારતીય બજારમાં લૉંચ, તસવીરો સાથે જુઓ બાઇકની કિંમત અને ફીચર્સ

શ્રીવાસ્તવે પેટ્રોલ અને ડીઝલના વાહનોની કિંમત અંગે કેટલીક માહિતી આપી છે. તેમણે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, પેટ્રોલ અને ડીઝલ વાહનોની રનિંગ કોસ્ટમાં વધારો થતા તેની કિંમત રૂ. 5 પ્રતિ કિ.મી. સુધી પહોંચી ગઈ છે. CNG વાહનોની રનિંગ કોસ્ટ રૂ. 1.7 પ્રતિ કિ.મી. છે. ઉપરાંત પેટ્રોલ અને ડીઝલ વાહનો CNG વાહનોની તુલનાએ 3 ગણા મોંઘા છે. આ કારણોસર લોકો હવે CNG વાહનો ખરીદવાનું વિચારી રહ્યા છે.

કંપની ફિટેડ CNG કારની માંગ વધી

છેલ્લા કેટલાક વર્ષોમાં સમગ્ર દેશમાં CNG ફિલિંગ આઉટલેટ્સના નેટવર્કમાં વધારો થયો છે. જેના કારણે લોકો સરળતાથી ફ્યુઅલ પુરાવી શકે છે. તેમણે જણાવ્યું કે, કંપની પાસે 3,400 CNG આઉટલેટ્સ છે, જે 260 શહેરોને કવર કરે છે. થોડા વર્ષ પહેલા 150 શહેરોને કવર માટે માત્ર 1,500 આઉટલેટ્સ હતા. ફેક્ટરી ફિટેડ CNG ને કારણે પણ CNG વાહનોની માંગમાં વધારો થયો છે. ફેક્ટરી ફિટેડ CNG ગ્રાહકોને પરફોર્મન્સ, મેઈન્ટેનન્સ અને સેફ્ટીની સુવિધા આપે છે.

શ્રીવાસ્તવે ઈલેક્ટ્રિક વાહનો લૉંચ કરવાની યોજના અંગે જણાવ્યું કે, 2025 સુધીમાં ઈલેક્ટ્રિક વાહનો લોન્ચ કરવામાં આવશે. પરંતુ આ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. કંપની અફોર્ડેબલ પ્રાઈસમાં EV, ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રેન્જ આપશે. MSIL આ તમામ બાબતો પર કામ કરી રહી છે. કંપનીએ જણાવ્યું છે કે, ઈલેક્ટ્રિક વાહન લોન્ચ કરવાનો નિર્ણય તેમની મૂળ કંપની સુઝુકી, જાપાન દ્વારા કરવામા આવશે.

આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલના ભાવ સાંભળીને કારની ખરીદી ટાળી રહ્યા છો? આ 5 કાર પર કરી લો નજર, તમારું ખિસ્સું હળવું નહીં થાય! 

ઈલેક્ટ્રિક વાહનો દેશ માટે ખૂબ જ નવી પ્રોડક્ટ છે અને તેને વિકસિત કરવામાં આવી રહ્યા છે. આ તમામ બાબતો પર કંપની સતત કામ કરી રહી છે. ભારત ખૂબ જ સેન્સિટીવ માર્કેટ છે, આ કારણોસર આ વાહનોની યોગ્ય કિંમત હોવી જરૂરી છે.

કંપની ઇલેક્ટ્રિક કાર સેગમેન્ટમાં પ્રવેશ કરશે

MSILના ચેરમેન RC ભાર્ગવે જણાવ્યું કે, કંપની ઈલેક્ટ્રિક મોબિલિટીમાં પ્રવેશ કરશે, ત્યારે દર મહિને 10,000 યૂનિટ વેચવાનો પ્લાન ઘડશે. એક મહિનામાં 1,000 વાહનોની માંગ સંભવ નથી અને કંપની એક મહિનામાં લગભગ 10,000 ઈલેક્ટ્રિક કારનું વેચાણ ઈચ્છે છે. ભારતમાં માંગના આ સ્તર પર પહોંચવા માટે કંપની એક કાર લોન્ચ કરશે.

આ પણ વાંચો: કાર ખરીદવાનું વિચારી રહ્યો છો તો જરા થોભો! Tata Tiago સહિત આ ત્રણ CNG કાર બહુ ઝડપથી થશે લૉંચ
 એક સમારોહમાં RC ભાર્ગવે કંપનીના બીજા ક્વાર્ટર અંગે કેટલીક માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિમાં બેટરી, ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચપ અને વિજળીની આપૂર્તિ અન્ય પક્ષો દ્વારા કરવામાં આવે છે. આ કારણોસર તમામ બાબતોનો ખર્ચ કંપનીના હાથમાં નથી. ફ્યુઅલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. આ પરિસ્થિતિમાં મારુતિ સુઝુકી CNG મોડલ પર કામ કરી રહી છે.

મારુતુ સુઝુકીની આ કાર CNG કિટ સાથે થઇ શકે છે લોન્ચ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર Maruti Suzuki Swift CNG, Maruti Suzuki Dzire CNG, Maruti Suzuki Vitara Brezza CNG ટૂંક સમયમાં લોન્ચ થઈ શકે છે. ઉપરાંત New Maruti Suzuki Celerio CNG અને Maruti Suzuki Baleno CNG કાર પણ બજારમાં આવી શકે છે. હાલ Alto CNG, WagonR CNG, Maruti Eeco, Maruti Celerio અને Ertiga CNGનું ખૂબ જ સારુ વેચાણ થઈ રહ્યું છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: CNG, Diesel, Maruti suzuki, Petrol, કાર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन