CNBC-TV18 IBLA 2020: મુકેશ અંબાણીને લીડર ઓફ ધ ડેકેડ ઍવોર્ડથી સન્માનિત કરાયા

News18 Gujarati
Updated: February 28, 2020, 9:35 PM IST
CNBC-TV18 IBLA 2020: મુકેશ અંબાણીને લીડર ઓફ ધ ડેકેડ ઍવોર્ડથી સન્માનિત કરાયા
દેશના કોર્પોરેટ સેક્ટરમાં સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ CNBC TV18 ઇન્ડિયા બિઝનેસ લીડર્સ એવોર્ડ આપવામાં આવ્યા

દેશના કોર્પોરેટ સેક્ટરમાં સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ CNBC TV18 ઇન્ડિયા બિઝનેસ લીડર્સ એવોર્ડ આપવામાં આવ્યા

  • Share this:
નવી દિલ્હી : દેશના કોર્પોરેટ સેક્ટરમાં સૌથી પ્રતિષ્ઠિત ઍવોર્ડ CNBC TV18 ઇન્ડિયા બિઝનેસ લીડર્સ એવોર્ડ આપવામાં આવ્યા છે. દર વર્ષે અલગ-અલગ ઇન્ડસ્ટ્રીઝ અને સેક્ટર્સમાં શાનદાર પ્રદર્શન માટે કોર્પોરેટ્સને આ એવોર્ડ આપવામાં આવે છે. એન્ટરપ્રાઇઝ અને લીડરશીપ ક્ષેત્રમાં 17 કેટેગરીમાં આ એવોર્ડ આપવામાં આવ્યા હતો. આ એવોર્ડ સમારંભમાં વિત્ત મંત્રી નિર્મલા સીતારમણ, RBI ગર્વનર શક્તિકાંત દાસ સહિત કોર્પોરેટર જગતના ઘણા પ્રમુખ હસ્તીઓ હાજર રહ્યા હતા. આવો જાણીએ આ વર્ષે ઇન્ડિયા બિઝનેસ લીડર્સ એવોર્ડમાં કોને મળ્યો કયો એવોર્ડ.

- Young Turks Start-up of the Year' એવોર્ડ ‘મિશો’ એપને મળ્યો છે. આ કેટેગરીમાં મિશો, બાઉન્સ, ડંજો, વેદાંતુ, લોકસ અને ક્યારેફિટ નોમિનેટ હતા.

- વર્ષની સૌથી પ્રોમિસિંગ કંપનીનો એવોર્ડ ‘વિનતી ઓર્ગેનિક્સ લિમિટેડ’ ને મળ્યો છે. આ કેટેગરીમાં એસ્કોર્ટ્સ, KES ઇન્ટરનેશનલ, એસ્ટ્રલ પાઇપ્સ, આરતી ઇન્ડસ્ટ્રીઝ લિમેટડ અને સુંદરમ ફાસ્ટનર્સ નોમિનેટ હતા.

- યંગ ટર્ક ઓફ ધ યરનો એવોર્ડ રિવિગો લોજિસ્ટિક્સને મળ્યો છે.

- ફિનટેક સેક્ટરમાં શાનદાર પ્રદર્શન કરવા અને દેશના કરોડો લોકો માટે માટે ડિજીટલ ટ્રાન્જેક્સનને આસાન બનાવવા માટે ‘ધ ડિસરપ્ટર’નો એવોર્ડ ‘યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ’ એટલે કે યૂપીઆઈને મળ્યો છે. આ કેટેગરીમાં જેરોધા અને બીરા 91 પણ નોમિનેટ હતા.

- આઉટસ્ટેન્ડિંગ કંપનીનો એવોર્ડ એચડીએફસી બેંકને મળ્યો છે. આ કેટેગરીમાં નોમિનેટ થનારી કંપનીઓના લિસ્ટમાં બ્રિટાનિયા ઇન્ડટ્રીઝ, ટાઇટન, હિન્દુસ્તાન યૂનીલિવર અને નેસ્લે ઇન્ડિયા સામેલ હતી.- સ્પેશ્યલ જ્યૂરી રેકમેન્ડેશન - ધ ડિસરપ્ટર્સનો એવોર્ડ નાઇકાને મળ્યો છે. નાઇકા તરફથી આ એવોર્ડ કંપનીના સંસ્થાપક અને સીઇઓ ફાલ્ગુની નૈયરે સ્વિકાર કર્યો હતો.

- આઉટસ્ટેન્ડિંગ બિઝનેસ લીડર ઓફ ધ યરનો એવોર્ડ ટાટા કંસલ્ટેંસી સર્વિસેજ (TCS)ના CEO અને પ્રબંધ નિર્દેશક રાજેશ ગોપીનાથનને મળ્યો છે. આ એવોર્ડ માટે સુરેશ નારાયણન, વરુન બેરી, સીપી ગુરનાની અને કેકી મિસ્ત્રીને નોમિનેટ કરવામાં આવ્યા હતા.

- સૌથી શાનદાર બ્રાન્ડ કેમ્પેઈનનો એવોર્ડ ફેવિકોલને મળ્યો છે. આ એવોર્ડ માટે કોકા કોલા, કિયા, કોમ્બિફ્લેમ નોમિનેટ હતા.

- કરણ જોહરને એન્ટરટેઇનમેન્ટ લીડર ઓફ ધ યર એવોર્ડ મળ્યો છે. આ લિસ્ટમાં કરણ જોહરની સાથે એકતા કપૂર, આદિત્ય ચોપડા અને શાહરુખ ખાન પણ નોમિનેટ હતા.

- ગ્લોબલ બિઝનેસ આઈકોન એવોર્ડ માઇક્રોસોફ્ટના સત્યા નડેલા મળ્યો છે.

- લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ એચડીએફસીના ચેરમેન દીપક પારેખને મળ્યો.

- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને લીડર ઓફ ધ ડેકેડ એવોર્ડ મળ્યો છે.

જ્યૂરી મેમ્બર્સનું લિસ્ટ
આ એવોર્ડ માટે જ્યૂરી મેમ્બર્સના લિસ્ટમાં એચડીએફસી બેંકના પ્રબંધ નિર્દેશક આદિત્ય પુરી, વિત્ત રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર, એસબીઆઈના ચેરમેન રજનીશ કુમાર, આઈટીસીના સીએમડી સંજીવ પુરી, સ્ટેન્ડર્ડ ચાર્ટર્ડના સીઇઓ જરીન દારુવાલા, બ્રિટાનિયાના એમડી વરુણ બેરી અને એજેબી એન્ડ પાર્ટનર્સના સંસ્થાપક જિયા મોદી સામેલ છે.
First published: February 28, 2020, 9:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading