આગામી 10 વર્ષમાં ભારત બનશે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા : મુકેશ અંબાણી

આગામી 10 વર્ષમાં ભારત બનશે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા : મુકેશ અંબાણી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીને CNBC TV18એ દેશના સૌથી પ્રતિષ્ઠિત કોર્પોરેટર એવોર્ડ લીડર ઓફ ધ ડેકેડથી સન્માનિત કર્યા

 • Share this:
  નવી દિલ્હી : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી (Reliance Industries Mukesh Ambani)ને CNBC TV18એ દેશના સૌથી પ્રતિષ્ઠિત કોર્પોરેટર એવોર્ડ લીડર ઓફ ધ ડેકેડથી સન્માનિત કર્યા છે. તેમણે એવોર્ડ મેળવ્યા પછી કહ્યું હતું કે મને પુરી આશા છે કે આ દશકમાં ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.

  મુકેશ અંબાણીએ કહ્યું હતું કે મારા માટે જીવનમાં એકમાત્ર પ્રતિષ્ઠિત લીડર મારા પિતા ધીરુભાઈ અંબાણી રહ્યા છે. તેમણે મને મોટા સપના જોતા શીખવાડ્યું. રિલાયન્સ માટે પણ મોટા અને ભારત માટે પણ મોટા. તેથી એવોર્ડ હું મારા પિતા ધીરુભાઈ અંબાણીને સમર્પિત કરું છું અને છેલ્લા દશકમાં કંપનીને બદલનાર યુવા લીડર્સને.

  તેમણે કહ્યું હતું કે અમે એક ટેક્સટાઇલ કંપનીના રુપમાં શરુઆત કરી હતી. એક પેટ્રોકેમિકલ્સ કંપનીમાં બદલ્યા પહેલા, એક ઉર્જા કંપનીમાં બદલ્યા પહેલા અમે પોતાને એક ટેલિકોમ અને એક રિટેલ દિગ્ગજમાં બદલી દીધી.

  આ પણ વાંચો - CNBC-TV18 IBLA 2020: મુકેશ અંબાણીને લીડર ઓફ ધ ડેકેડ ઍવોર્ડથી સન્માનિત કરાયા

  ભારત હાલ દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે - તમને જણાવી દઈએ કે ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા વાળો દેશ બની ગયો છે. 2019માં ભારતે બ્રિટન અને ફ્રાંન્સને પાછળ રાખી દીધા છે.

  અમેરિકાના શોધ સંસ્થાન વર્લ્ડ પોપુલેશન રિવ્યૂએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે આત્મનિર્ભર બનવાની પૂર્વની નીતિથી ભારત હવે આગળ વધતા એક ખુલ્લા બજારવાળી અર્થવ્યવસ્થાના રુપમાં વિકસિત થઈ રહ્યું છે. રિપોર્ટ પ્રમાણે જીડીપીના મામલામાં ભારત હવે 2940 અરબ ડોલર સાથે દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા વાળો દેશ બની ગયો છે.
  Published by:Ashish Goyal
  First published: