Home /News /business /

CMS Info Systems IPO: સીએમએસ ઇન્ફો સિસ્ટમ્સના શેરની આજે ફાવળણી, આ રીતે જાણો તમને શેર લાગ્યા કે નહીં

CMS Info Systems IPO: સીએમએસ ઇન્ફો સિસ્ટમ્સના શેરની આજે ફાવળણી, આ રીતે જાણો તમને શેર લાગ્યા કે નહીં

સીએમએસ આઈપીઓ

CMS Info Systems IPO allotment status: જેમણે સીએમએસ ઇન્ફો સિસ્ટમ્સનો આઈપીઓ ભર્યો છે તેઓ BSE વેબસાઇટ ( bseindia.com) અથવા Link Intime વેબસાઇટ (linkintime.co.in) પરથી શેર લાગ્યા કે નહીં તે જાણી શકે છે.

    મુંબઇ: સીએમએસ ઇન્ફો સિસ્ટમ્સના શેરની આજે ફાળવણી (CMS Info Systems IPO allotment) થશે. સીએમએસ ઇન્ફો સિસ્ટમ્સનો આઈપીઓ 21મી ડિસેમ્બરથી 23મી ડિસેમ્બર વચ્ચે ખુલ્યો હતો. 1100 કરોડ રૂપિયાના આઈપીઓ માટે કંપનીને 1.95 ગણી બીડ (CMS Info Systems IPO subscription) મળી હતી. આઈપીઓનો રિટેલ હિસ્સો 2.15 ગણો ભરાયો હતો. જે લોકોએ આઈપીઓ ભર્યો છે તેઓ BSEને વેબસાઇટ અથવા કંપની રજિસ્ટ્રારની વેબસાઇટ લિંક ઇન ટાઇમ (ink Intime Private Limited) પર અલોટમેન્ટ સ્ટેટસ ચેક કરી શકે છે.

    શેર લાગ્યા કે નહીં તે આ રીતે જાણો

    સીએમએસ ઇન્ફો સિસ્ટમ્સનો આઈપીઓ ભરનારા રોકાણકારો BSEની વેબસાઇટ પરથી સ્ટેટસ જાણી શકે છે. આ માટે https://www.bseindia.com/investors/appli_check.aspx લિંક પર જઈને જરૂરી વિગત દાખલ કરી આઈપીઓ સ્ટેટસ જાણી શકાય છે. સીએમએસ ઇન્ફો સિસ્ટમ્સ માટે રજિસ્ટ્રાર કંપની લિંક ઇન ટાઇમ છે. આથી લિંક ઇન્ટ ટાઇમની વેબસાઇટ પરથી પણ સ્ટેટસ જાણી શકાય છે. આ માટે રોકાણકારો https://linkintime.co.in/MIPO/Ipoallotment.html પર જઈને અલોટમેન્ટ સ્ટેટસ જાણી શકે છે.

    પ્રાઇસ બેન્ડ

    કંપનીએ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 205-216 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે.

    કોના માટે કેટલો હિસ્સો અનામત

    1,100 કરોડ રૂપિયાનો આ આઈપીઓ સંપૂર્ણ રીતે ઑફર ફૉર સેલ છે. આઈપીઓનો 50% હિસ્સો ક્વૉલિફાઇડ ઇન્સ્ટીટ્યૂશનલ બાયર્સ (QIB) માટે, 35% હિસ્સો રિટેલ રોકાણકારો માટે અને 15% હિસ્સો નૉન-ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NII) માટે અનામત છે. ઇશ્યૂ બાદ પ્રમોટરનો હિસ્સો ઘટીને 65.59% થશે.

    લૉટ સાઇઝ

    રોકાણકાર ઓછામાં ઓછા 69 શેરના એક લૉટ માટે અરજી કરી શકે છે. વધુમાં વધુ 13 લૉટ માટે અરજી કરી શકાય છે. એક લોટ 14,905 રૂપિયા અને 13 લોટ માટે 1,93,752 રૂપિયાનું રોકાણ કરવું પડશે.

    કંપની વિશે

    આ ઇશ્યૂનો ઉદેશ્ય શેરોનું ઑફર ફૉર સેલ પૂર્ણ કરવું અને સ્ટૉક એક્સચેન્જમાં શેરના લિસ્ટિંગ સાથે જોડાયેલા લાભ લેવાનો છે. કંપનીની સ્થાપના 2008ના વર્ષમાં કરવામાં આવી હતી. 31 માર્ચ, 2021ની સ્થિતિએ સીએમએસ કંપની એટીએમ પોઇન્ટ્સની સંખ્યાની દ્રષ્ટિએ દુનિયાની સૌથી મોટી કેશ મેનેજમેન્ટ કંપનીઓમાંની એક છે. નાણાકીય વર્ષ 2020-21માં એટીએમ અને રિટેલ કેસ મેનેજમેન્ટથી કુલ 9.2 લાખ કરોડ રૂપિયાની કરન્સી સામેલ છે.

    કંપની ભારતમાં બેંકો, ફાઇનાન્સિયલ ઇન્સ્ટીટ્યૂશન્સ, સંગઠિત રિટેલ અને ઇ-કૉમર્સ કંપનીઓને અસેટ્સ અને ટેક્નોલૉજી સોલ્યુસન ઇન્સ્ટોલ કરવા અને તેની દેખરેખ સંબંધિત સેવા આપે છે. 31 ઓગસ્ટ, 2021 સુધી કંપનીના નેટવર્કમાં 3,965 કેશ વાન અને 238 બ્રાન્ચ સામેલ છે.

    આ પણ વાંચો: સુપ્રિયા લાઇફસાયન્સિસના શેરનું શાનદાર લિસ્ટિંગ

    નાણાકીય સ્થિતિ

    સીએમએસને નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન 1,306 કરોડ રૂપિયાની આવક મળી હતી, જે ગત વર્ષથી 5.6 ટકા ઓછી હતી. જોકે, આ દરમિયાન કંપનીનો નફો 134.7 કરોડ રૂપિયાથી વધીને 168.5 કરોડ રૂપિયા રહ્યો હતો. મજબૂત ફન્ડામેન્ટલ, આખા ભારતમાં પહોંચ અને ઉભરી રહેલા બજારમાં ઘૂસણખોરી સાથે કંપની બજારની મુખ્ય પ્લેયર છે. ગ્રાહકો સાથે લાંબાગાળાના સંબંધોને કારણે કંપનીને બિઝનેસ વધારવામાં મદદ મળી છે.

    આ પણ વાંચો: 2021ના વર્ષના 10 મોટા IPO જે ખૂબ ચર્ચામાં રહ્યા, કરી લો એક નજર

    પ્રમોટર અને મેનેજમેન્ટ

    શ્યામલા ગોપીનાથ કંપનીને ચેરમેન અને સ્વતંત્ર ડિરેક્ટર છે. રાજીવ કોલ એક્ઝિક્યુટિવ વાઇસ ચેરમેન, આજીવન ડિરેક્ટર અને સીઈઓ છે. પંકજ ખંડેલવાલ પ્રમુખ તેમજ સીએફઓ છે, જ્યારે પ્રવીણ સોની કંપનીના સેક્રેટરી તેમજ કમ્પ્લાયન્સ ઑફિસર છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: GMP, Investment, IPO, Share market

    આગામી સમાચાર