Home /News /business /CMS Info Systems IPO: સીએમએસ ઇન્ફો સિસ્ટમ્સનો આઈપીઓ ખુલ્યો, જાણો IPO સાથે જોડાયેલી તમામ વાત
CMS Info Systems IPO: સીએમએસ ઇન્ફો સિસ્ટમ્સનો આઈપીઓ ખુલ્યો, જાણો IPO સાથે જોડાયેલી તમામ વાત
આઈપીઓ
CMS Info Systems IPO: કંપનીની સ્થાપના 2008ના વર્ષમાં કરવામાં આવી હતી. 31 માર્ચ, 2021ની સ્થિતિએ સીએમએસ કંપની એટીએમ પોઇન્ટ્સની સંખ્યાની દ્રષ્ટિએ દુનિયાની સૌથી મોટી કેશ મેનેજમેન્ટ કંપનીઓમાંની એક છે.
મુંબઈ. CMS Info Systems Ltd IPO: એટીએમ પોઇન્ટ્સ અને રિટેલ પિક-અપની દ્રષ્ટીએ ભારતની સૌથી મોટી કેસ મેનેજર સીએમએસ ઇન્ફો સિસ્ટમ્સનો આઈપીઓ (CMS Info Systems IPO) આજે એટલે કે 21 સેમ્બરના રોજ ખુલશે. રોકાણકારો ત્રણ દિવસ સુધી આ આઈપીઓ (IPO) માટે બીડ કરી શકશે. જો તમે પણ આ આઈપીઓ ભરવાની ઈચ્છા ધરાવો છો તો આઈપીઓ વિશે મહત્ત્વની વાત જાણવી જરૂરી છે. 1,100 કરોડ રૂપિયાનો આ આઈપીઓ સંપૂર્ણ રીતે ઑફર ફૉર સેલ (Offer for sale) છે. કંપનીએ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 205-216 રૂપિયા રાખી છે. બજાર નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે સીએમએસ ઇન્ફો સિસ્ટમ્સનો શેર સોમવારે ગ્રે માર્કેટમાં 30 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો હતો.
અગત્યની તારીખો
સીએમએસ ઇન્ફો સિસ્ટમ્સનો આઈપીઓ 21મી ડિસેમ્બરના રોજ ખુલશે અને 23મી ડિસેમ્બરના રોજ બંધ થશે. ત્રણ દિવસ સુધી રોકાણકારો આઈપીઓ માટે બોલી લગાવી શકશે. શેરનું અલોટમેન્ટ 28મી ડિસેમ્બરના રોજ થશે. જેમને શેર નથી લાગ્યા તેમને 29મી ડિસેમ્બરથી રિફંડ મળવા લાગશે. શેરનું લિસ્ટિંગ 31મી ડિસેમ્બરના રોજ થશે.
પ્રાઇસ બેન્ડ (CMS Info Systems Ltd IPO price band)
કંપનીએ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 205-216 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે.
કોના માટે કેટલો હિસ્સો અનામત
1,100 કરોડ રૂપિયાનો આ આઈપીઓ સંપૂર્ણ રીતે ઑફર ફૉર સેલ છે. આઈપીઓનો 50% હિસ્સો ક્વૉલિફાઇડ ઇન્સ્ટીટ્યૂશનલ બાયર્સ (QIB) માટે, 35% હિસ્સો રિટેલ રોકાણકારો માટે અને 15% હિસ્સો નૉન-ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NII) માટે અનામત છે. ઇશ્યૂ બાદ પ્રમોટરનો હિસ્સો ઘટીને 65.59% થશે.
લૉટ સાઇઝ
રોકાણકાર ઓછામાં ઓછા 69 શેરના એક લૉટ માટે અરજી કરી શકે છે. વધુમાં વધુ 13 લૉટ માટે અરજી કરી શકાય છે. એક લોટ 14,905 રૂપિયા અને 13 લોટ માટે 1,93,752 રૂપિયાનું રોકાણ કરવું પડશે.
કંપની વિશે
આ ઇશ્યૂનો ઉદેશ્ય શેરોનું ઑફર ફૉર સેલ પૂર્ણ કરવું અને સ્ટૉક એક્સચેન્જમાં શેરના લિસ્ટિંગ સાથે જોડાયેલા લાભ લેવાનો છે. કંપનીની સ્થાપના 2008ના વર્ષમાં કરવામાં આવી હતી. 31 માર્ચ, 2021ની સ્થિતિએ સીએમએસ કંપની એટીએમ પોઇન્ટ્સની સંખ્યાની દ્રષ્ટિએ દુનિયાની સૌથી મોટી કેશ મેનેજમેન્ટ કંપનીઓમાંની એક છે. નાણાકીય વર્ષ 2020-21માં એટીએમ અને રિટેલ કેસ મેનેજમેન્ટથી કુલ 9.2 લાખ કરોડ રૂપિયાની કરન્સી સામેલ છે.
કંપની ભારતમાં બેંકો, ફાઇનાન્સિયલ ઇન્સ્ટીટ્યૂશન્સ, સંગઠિત રિટેલ અને ઇ-કૉમર્સ કંપનીઓને અસેટ્સ અને ટેક્નોલૉજી સોલ્યુસન ઇન્સ્ટોલ કરવા અને તેની દેખરેખ સંબંધિત સેવા આપે છે. 31 ઓગસ્ટ, 2021 સુધી કંપનીના નેટવર્કમાં 3,965 કેશ વાન અને 238 બ્રાન્ચ સામેલ છે.
સીએમએસને નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન 1,306 કરોડ રૂપિયાની આવક મળી હતી, જે ગત વર્ષથી 5.6 ટકા ઓછી હતી. જોકે, આ દરમિયાન કંપનીનો નફો 134.7 કરોડ રૂપિયાથી વધીને 168.5 કરોડ રૂપિયા રહ્યો હતો. મજબૂત ફન્ડામેન્ટલ, આખા ભારતમાં પહોંચ અને ઉભરી રહેલા બજારમાં ઘૂસણખોરી સાથે કંપની બજારની મુખ્ય પ્લેયર છે. ગ્રાહકો સાથે લાંબાગાળાના સંબંધોને કારણે કંપનીને બિઝનેસ વધારવામાં મદદ મળી છે.
શ્યામલા ગોપીનાથ કંપનીને ચેરમેન અને સ્વતંત્ર ડિરેક્ટર છે. રાજીવ કોલ એક્ઝિક્યુટિવ વાઇસ ચેરમેન, આજીવન ડિરેક્ટર અને સીઈઓ છે. પંકજ ખંડેલવાલ પ્રમુખ તેમજ સીએફઓ છે, જ્યારે પ્રવીણ સોની કંપનીના સેક્રેટરી તેમજ કમ્પ્લાયન્સ ઑફિસર છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર