Unemployment rate: કોરોના કાળમાં બેકારી ફાટી નીકળી, મે મહિનામાં તૂટ્યો 46 સપ્તાહનો Record

Unemployment rate: કોરોના કાળમાં બેકારી ફાટી નીકળી, મે મહિનામાં તૂટ્યો 46 સપ્તાહનો Record
બેકારીનો દર વધ્યો

છેલ્લા કેટલાક અઠવાડિયામાં દેશમાં બેકારીનો દર સતત વધ્યો છે. 16 મેના રોજ બેકારીનો દર વધીને 14.5 ટકાએ પહોંચી ગયો છે.

  • Share this:
    નવી દિલ્હી : કોરોના સંક્રમણના કારણે મોંઘવારી અને બેરોજગારીમાં વધારો થયો છે. મહામારી દરમિયાન અનેક લોકોએ નોકરી-ધંધામાંથી હાથ ધોવા પડ્યા છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં દેશમાં બેકારીનો દર સતત વધ્યો છે. 16 મેના રોજ બેકારીનો દર વધીને 14.5 ટકાએ પહોંચી ગયો છે. છેલ્લા એક વર્ષનો આ સૌથી ઊંચો દર છે. ચાલુ સપ્તાહમાં બેરોજગારીનો દર 49 અઠવાડિયાની ટોચે પહોંચી ગયો છે.

    સેન્ટર ફોર મોનીટરીંગ ઇન્ડિયન ઇકોનોમી(CMIE) દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, 16 મેના રોજ સમાપ્ત થયેલા અઠવાડિયા દરમિયાન ગ્રામીણ કક્ષાએ બેકારીનો દર વધીને 14.34 ટકા થઇ ગયો હતો. ગત મહિને બેકારી દર 7.29 ટકાનો હતો. કોરોનાના કારણે દેશભરમાં લાગેલા લોકડાઉનના પગલે એપ્રિલ મહિનામાં 75 લાખથી વધુ લોકોએ નોકરી ગુમાવી હતી.



    ગ્રામીણ કક્ષાએ ચિંતાનો માહોલ

    કોરોના કાળ દરમિયાન શહેરી વિસ્તારોમાં તો બેકારીનો દર વધી રહ્યો છે, તેની સાથોસાથ ગ્રામીણ વિસ્તારોમાં પણ ખૂબ ઝડપથી બેરોજગારી વધી છે. ગ્રામીણ વિસ્તારોમાં ગત વર્ષની સરખામણીએ 100 ટકાના ઉછાળા સાથે બેકારી 17.51 ટકાએ પહોંચી છે.

    આ પણ વાંચોOMG! રામપુરમાં અચાનક ઝાડ પરથી થવા લાગ્યો 200 અને 500ની નોટો વરસાદ, લોકોએ ચલાવી લૂંટ

    CMIEના મેનેજિંગ ડિરેક્ટર અને મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) મહેશ વ્યાસે જણાવ્યું હતું કે, આવનારા સમયમાં રોજગાર મામલે પરિસ્થિતિ પડકારજનક રહેવાની દહેશત છે. માર્ચની સરખામણીમાં એપ્રિલ મહિનામાં 75 લાખ નોકરીઓ ગઈ છે, જેના કારણે બેકારીનો દર વધ્યો છે.

    આ પણ વાંચો - Live Video: લોકો દેખતા રહ્યા ને યુવતીએ લગાવી તળાવમાં છલાંગ, બહેનને તડપતી જોઈ ભાઈ પણ કુદ્યો, અને પછી...

    એપ્રિલમાં બેકારીનો દર કેટલો હતો?

    કેન્દ્ર સરકારના આંકડા મુજબ રાષ્ટ્રીય બેરોજગારી દર 7.97 ટકા સુધી પહોંચી ગયો હતો. શહેરી વિસ્તારોમાં 9.78 ટકા જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારી દર 7.13 ટકા હતો. તે પહેલાં માર્ચમાં રાષ્ટ્રીય બેરોજગારી દર 6.50 ટકા હતો. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં આ દર પ્રમાણમાં ઓછો હતો.
    Published by:News18 Gujarati
    First published:May 18, 2021, 23:52 pm

    ટૉપ ન્યૂઝ