Stock Market close: મંગળવારે 30 શેરોના સેન્સેક્સમાં દિવસ દરમિયાન 1,245 પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ 56,439ના સ્તર પર ખુલ્યો હતો. નિફ્ટીએ આજે 17,000 રૂપિયાનું સ્તર તોડી દીધું હતું અને 16,848 પર ખુલ્યો હતો.
મુંબઇ. Russia–Ukraine crisis: ભારતીય શેર બજાર (Indian stock market) માટે મંગળવારનો દિવસ 'અમંગળ' સાબિત થયો છે. રશિયા અને યૂક્રેન વચ્ચે વધી રહેલા તણાવ (Russia-Ukraine) દરમિયાન શરૂઆતના કારોબારમાં બેન્ચમાર્ક ઇન્ડેક્સ બે ટકાના ઘટાડા સાથે ખુલ્યા હતા. જોકે, દિવસ દરમિયાન તેમાં રિકવરી જોવા મળી હતી. યુદ્ધની આશંકા વચ્ચે છેલ્લા પાંચ દિવસમાં બીએસઈ પર નોંધાયેલી કંપનીઓની માર્કેટ કેપમાં 9.1 લાખ કરોડથી વધારેનું ધોવાણ થયું છે. છેલ્લા 16 ફેબ્રુઆરીના રોજ ભારતીય શેર બજાર લીલા નિશાન પર બંધ રહ્યું હતું. આજે સેન્સેક્સ (Sensex) 383 પોઈન્ટ તૂટીને 57,300ના સ્તર પર બંધ રહ્યો હતો. નિફ્ટી50 (Nifty50) 114.45 પોઇન્ટ ઘટીને 17,092 પોઇન્ટ પર બંધ રહ્યો હતો.
તમામ સેક્ટોરલ ઇન્ડેક્સ તૂટ્યા
મંગળવારે 30 શેરોના સેન્સેક્સમાં દિવસ દરમિયાન 1,245 પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ 56,439ના સ્તર પર ખુલ્યો હતો. નિફ્ટીએ આજે 17,000 અંકનું સ્તર તોડી દીધું હતું અને 16,848 પર ખુલ્યો હતો. તમામ એશિયન બજારો પર પ્રભાવિત રહ્યા હતા અને એક ટકાથી વધારે તૂટ્યા હતા. એનએસઈ પર તમામ સેક્ટોરલ ઇન્ડેક્સમાં ઘટાડો નોંધાયો હતો. સૌથી વધારે ઘટાડો મીડિયા અને પીએસયૂ બેંકોમાં જોવા મળી હતી.
સેફ હેવન અસેટ્સમાં રેલી
બ્રોકરેજ ફર્મ આઈએફએ ગ્લોબલે મંગળવારે સવારે એક નોટમાં કહ્યુ કે, "સેફ હેવન અસેટ્સમાં રેલી જોવા મળી રહી છે. યૂએસ ટ્રેઝરીની યીલ્ડ આશરે 7-8 બીપીએસ ઘટી છે. એવામાં યૂએસ ફેડ માટે જિયોપોલિટિકલ ટેન્શનથી વિકાસ માટે ઊભા થયેલા સંકટને જોતા પોતાની યોજના પર વિચાર કરવાનો મોકો છે."
ભારતની સૌથી મોટી ચિંતા ક્રૂડ ઓઇલની કિંમતમાં ઝડપથી થઈ રહેલો વધારો છે. જેના પગલે મોંઘવારીમાં વધારો થશે જેના પગલે આરબીઆઈએ પોતાના નરમ વલણની નીતિ છોડવી પડી શકે છે. ક્રૂડ ઓઇલ 3.5 ટકા મજબૂતી સાથે 97 ડૉલર પ્રતિ બેરલ પહોંચી ગયું છે. જ્યારે ગૉલ્ડ 1900 ડૉલર પ્રતિ ઔંસના સ્તર પર છે.
જિયોજિત ફાઇનાન્સિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ રણનીતિકાર વી.કે. વિજયકુમારે કહ્યુ કે, "ક્રૂડની કિંમત વધવાના આર્થિક પરિણામ નરી આંખે જોઈ શકાય તેવા સ્પષ્ટ છે. રશિયા-યૂક્રેન મામલે હાલ અનિશ્ચિતતા છે. આ ઘટાડા દરમિયાન ખરીદીના અનેક મોકા મળી કે છે. જોકે, રોકાણકારોએ ખોટી ઉતાવળ ન કરવી જોઈએ, કારણ કે એફઆઈઆઈ વેચવાલી ચાલુ રાખી શકે છે."
નિષ્ણાતોના મતે આ અઠવાડિયાએ F&Oની એક્સપાયરી છે. આથી વધારો-ઘટાડો ચાલુ જ રહેશે. જિયોપોલિટિકલ ચિંતા, રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીએ અને ફેડ બેઠકને પગલે માર્ચ મહિનામાં શેર બજારમાં ઉતાર-ચઢાણ ચાલુ રહી શકે છે.
લાંબા સમયસુધી ટકી રહેવા માંગતા રોકાણકારો માટે ખરીદીનો મોકો
ટ્રેન્ડિંગોના સ્થાપક પાર્થ ન્યાતિ કહે છે કે, "વ્યાપક ટ્રેન્ડ બુલિશ છે પરંતુ આગામી મહિને ભારે ઉતાર-ચઢાણ જોવા મળી શકે છે. આ કારણે ટ્રેડર્સે શાંતિ રાખવી જોઈએ. લાંબા સમયસુધી ટકી રહેવા માંગતા રોકાણકારો હાલ કિસ્મત અજમાવી શકે છે."
(ખાસ નોંધ: અહીં રજૂ કરવામાં આવેલા અભિપ્રાય વ્યક્તિગત અને જે તે બ્રોકરેજ હાઉસના છે. ન્યૂઝ18 ગુજરાતી તેમના યૂઝર્સને ક્યારેય કોઈ શેરની ખરીદી કે વેચાણ માટે સલાહ આપતી નથી.)
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર