Sensex 504 પૉઇન્ટ તૂટીને બંધ, રોકાણકારોના 1.93 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા

News18 Gujarati
Updated: September 25, 2019, 3:58 PM IST
Sensex 504 પૉઇન્ટ તૂટીને બંધ, રોકાણકારોના 1.93 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા
ટ્રમ્પની વિરુદ્ધ મહાભિયોગની પ્રક્રિયા શરૂ થવાના અહેવાલ અને ગ્રોથની ચિંતાની અસર સ્થાનિક શૅર બજાર પર જોવા મળી

ટ્રમ્પની વિરુદ્ધ મહાભિયોગની પ્રક્રિયા શરૂ થવાના અહેવાલ અને ગ્રોથની ચિંતાની અસર સ્થાનિક શૅર બજાર પર જોવા મળી

  • Share this:
નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ (US President) ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ની વિરુદ્ધ મહાભિયોગ (Impeachment)ની પ્રક્રિયા શરૂ થવાના અહેવાલ અને ગ્રોથની ચિંતાની અસર સ્થાનિક શૅર બજાર (Stock Market) પર જોવા મળી. બજારમાં આખો દિવસ સૅન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં કારોબાર કરતાં જોવા મળ્યા. કારોબારના અંતમાં (Sensex) 503.62 પૉઇન્ટ એટલે કે 1.269% તૂટીને 38,593.52ના સ્તરે બંધ થયો. બીજી તરફ, નિફ્ટી (Nifty) 148 પૉઇન્ટ તૂટીને 11,440.40ના સ્તરે બંધ થયો. આજના કારોબારમાં આઈટીને બાદ કરતાં તમામ સૅક્ટરોમાં વેચાવલી જોવા મળી. બજારમાં ઘટાડાથી રોકાણકારોના 1.93 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું.

રોકાણકારોના 1.94 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા

બુધવારે બજારમાં કડાકાથી રોકાણકારોને જોરદાર આંચકો લાગ્યો છે. રોકાણકારોને 1.94 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. મંગળવારે બીએસઈ પર લિસ્ટેડ કુલ કંપનીઓનું માર્કેટ કૅપ 1,48,73,247.18 કરોડ રૂપિયા હતું, જે આજે 1,93,795.86 કરોડ રૂપિયા ઘટીને 1,46,79,451.32 કરોડ રૂપિયા થઈ ગયું.

સરકારી બેંકો પર સૌથી વધુ દબાણ

કારોબારમાં આઈટીને બાદ કરતાં તમામ સૅક્ટોરમાં જોરદાર વેચાવલી જોવા મળી રહી છે. સરકારી બેંકોના શૅરમાં સૌથી વધુ દબાણ છે. યૂનિયન બેંક ઑફ ઈન્ડિયા, એસબીઆઈ, બેંક ઑફ ઈન્ડિયા, કૈનેરા બેંક અને બેંક ઑફ બરોડાના શૅર 6 ટકાથી વધુ ગબડી ગયા.

ઑટો શૅરોની જોરદાર વેચાવલી
Loading...

બજારમાં ચારે તરફ વેચાવલી જોવા મળી રહી છે. ઑટો શૅરોમાં જોરદાર વેચાવલી છે. ટાટા મોટર્સ સૌથી વધુ 8 ટકાથી વધુ તૂટી ગયો છે.

બજારમાં ઘટાડાનું કારણ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વિરુદ્ધ નૈન્સી પલોસીએ મહાભિયોગની ઔપચારિક પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ટ્રમ્પ પર બંધારણીય શક્તિઓના દુરુપયોગનો આરોપ છે. ટ્રમ્પે આરોપો નકારી દીધા છે. ડૅમોક્રેટ્સે મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. તેની પર નૈન્સી પલોસીએ કહ્યું છે કે રાષ્ટ્રપપિની જવાબદારી નક્કી થવી જોઈએ. કોઈ પણ કાયદાથી ઉપર નથી. આ અહેવાલની અસર ગ્લૉબલ માર્કેટ પર પડી. ગ્લૉબલ માર્કેટમાં ઘટાડાની અસર સ્થાનિક બજાર પર થઈ.

આ પણ વાંચો,

તહેવારોમાં Maruti Suzukiની ભેટ, 5,000 રૂપિયા સુધી સસ્તી થઈ આ Cars
સરકારે પૅન્શન નિયમોમાં કર્યા ફેરફાર, હવે આ લોકોને પહેલાથી વધુ પૈસા મળશે
First published: September 25, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...