શેર બજારમાં કડાકો, સેન્સેક્સ 587 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના રૂ. 2.20 લાખ કરોડ ડૂબ્યા

News18 Gujarati
Updated: August 22, 2019, 5:11 PM IST
શેર બજારમાં કડાકો, સેન્સેક્સ 587 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના રૂ. 2.20 લાખ કરોડ ડૂબ્યા
એક દિવસમાં રોકાણકારોના 2 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા

સેન્સેક્સ 587 પોઈન્ટ તૂટ્યો 36,472.93ના સ્તર પર બંધ થયો, જ્યારે નીફ્ટી 181 પોઈન્ટ ઉતરી 10,734ના સ્તર પર ક્લોઝ થઈ.

  • Share this:
શેર બજાર ગુરૂવારે ભારે કડાકા સાથે બંધ થયું. સરકાર દ્વારા અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે રાહત પેકેજની જાહેરાતમાં અસ્પષ્ટતાથી રોકાણકારોની નિરાશા બજાર પર ભારે પડી ગઈ. બિઝનેસના અંતમાં ચારે બાજુથી વેચવાલીના કારણે 6 મહિનાના નિચલા સ્તર પર બંધ થયું. સેન્સેક્સ 587 પોઈન્ટ તૂટ્યો 36,472.93ના સ્તર પર બંધ થયો, જ્યારે નીફ્ટી 181 પોઈન્ટ ઉતરી 10,734ના સ્તર પર ક્લોઝ થઈ. નિફ્ટીનું 26 ફેબ્રુઆરી અને સેન્સેક્સનું 5 માર્ચ બાદ સૌથી નીચુ સ્તર છે. બજારમાં ભારે કડાકાથી એક દિવસમાં રોકાણકારોના 2.20 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે.

રોકાણકારોના 2.20 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા
ગુરૂવારે શેર બજારમાં કડાકાથી રોકાણકારોને મોટો ઝટકો લાગ્યો છે. એક દિવસમાં રોકાણકારોના 2 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે. બુધવારે બીએસઈ પર લિસ્ટેડ કુલ કંપનીઓનું માર્કેટ કેપ 1,38,84,069.39 કરોડ રૂપિયા હતું. જ્યારે ગુરૂવારે સેન્સેક્સમાં કડાકો થતા માર્કેટ કેપ 2,20,836.62 રૂપિયા ઘટી 1,36,66,251.05 કરોડ રૂપિયા થઈ ગયું.

માત્ર આઈટી શેરોમાં તેજી જોવા મળી
આઈટી શેરોને છોડી આજે બજારમાં તમામ સેક્ટરમાં વેચવાલી જોવા મળી. નિફ્ટી પર સૌથી વધારે વેચવાલી મેટલ શેરમાં રહી છે. મેટલ ઈન્ડેક્સ લગભગ 3.64 ટકા તૂટી ગયા છે. બેન્ક નિફ્ટી 2.38 ટકા એટલે કે, 670.05 પોઈન્ટ તૂટી 27,049ના સ્તર પર બંધ થઈ. પીએસય બેન્ક ઈન્ડેક્સ 3.5 ટકા અને પ્રાઈવેટ બેન્ક ઈન્ડેક્સ 2.5 ટકા તૂટી બંધ થયો.

DLFનો સ્ટોક 19.4 ટકા તૂટ્યોપ્રોપર્ટી ડેવલપર કંપની DLFના શેર ગુરૂવારે 19.4 ટકા તૂટી 138.30 રૂપિયા પર આવી ગયા. આ કંપનીના શેરનું 31 મહિનાનું આ સૌથી નીચુ સ્તર છે. સુપ્રીમ કોર્ટે DLF વિરુદ્ધ એક અરજીની સુનાવણી દરમિયાન કંપનીને નોટિસ જાહેર કરી છે. કંપની પર આરોપ છે કે, તેણે પોતાના શેરહોલ્ડર્સની મહત્વની જાણકારીઓ છુપાવીને રાખી. આ નોટિસ હરિયાણામાં કંપનીની સૌથી મોટી લેન્ડબેન્કને લઈને છે.
First published: August 22, 2019
વધુ વાંચો
अगली ख़बर