Sensex 470 પૉઇન્ટ તૂટીને બંધ, રોકાણકારોના 1.69 લાખ કરોડ ડૂબ્યા

News18 Gujarati
Updated: September 19, 2019, 4:19 PM IST
Sensex 470 પૉઇન્ટ તૂટીને બંધ, રોકાણકારોના 1.69 લાખ કરોડ ડૂબ્યા
બજારમાં કડાકો બોલતાં રોકાણકારોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે

બજારમાં કડાકો બોલતાં રોકાણકારોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે

  • Share this:
નવી દિલ્હી : સ્થાનિક શેર બજાર (Stock Markets)માં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. યૂએસ ફેડરલ રિઝર્વ (US Fed)એ આશા મુજબ વ્યાજ દરોમાં 0.25 ટકાનો કાપ મૂક્યો છે. જોકે, આ વર્ષે દર વધુ ઘટડાના કોઈ સ્પષ્ટ સંકેત નથી. વધુ દર ઘટાડવા વિશે Fedના સભ્ય એકમત નથી. ગ્લોબલ માર્કેટથી મળેલા સંકેતોની વચ્ચે કારોબાર દરમિયાન સેન્સેક્સ 626 પૉઇન્ટ સુધી તૂટી ગયો હતો. નિફ્ટી 136 પોઇન્ટ પછડાયો હતો. કારોબારના અંતમાં સેન્સેક્સ લગભગ 470 પૉઇન્ટ તૂટીને 36,093.47ના સ્તરે બંધ થયો. બીજી તરફ, નિફ્ટી 136 પૉઇન્ટ તૂટીને 10,705ના સ્તરે બંધ થયો. બજારમાં કડાકાથી રોકાણકારોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.

રેકોર્ડ હાઈથી 11 ટકા બજાર તૂટ્યું

ઇકોનોમિક સ્લોડાઉન, અમેરિકા-ચીન ટ્રેડ વોરની ચિંતા, જિયોપોલિટિકલ ટેન્શન અને ખરાબ અર્નિંગના કારણે મંદીના ડર જેવા ફેક્ટર્સથી શેર બજાર રેકોર્ડ હાઈથી અત્યાર સુધી 11 ટકા તૂટી ગયો છે. જૂન 2019માં બજાર રેકોર્ડ હાઈએ પહોંચ્યું હતું.

નિફટી 4 સપ્તાહના નીચલા સ્તરે

નિફ્ટી 4 સપ્તાહના નીચલા સ્તરે કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સના 30માંથી 26 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે નિફ્ટીના 50માંથી 43 શેરોમાં વેચાવલી ચાલી રહી છે. બીજી તરફ, બેંક નિફ્ટીના તમામ 12 શેરોમાં વેચાવલી જોવા મળી રહી છે.

રોકાણકારોના 1.69 લાખ કરોડ ડૂબ્યાબજારમાં ઘટાડાથી રોકાણકારોને કરોડોનું નુકસાન થયું છે. બુધવારે બીએસઈ પર લિસ્ટેડ કુલ કંપનીઓનો માર્કેટ કેપ 1,40,19,877.32 રૂપિયા હતો, જે આજે 1,69,335.47 રૂપિયા ઘટીને 1,38,50,541.85 રૂપિયા થઈ ગયો.

આ પણ વાંચો, 6 કરોડ PF ખાતાધારકો માટે ખુશખબર! હવે 8.65 ટકા વ્યાજ મળશે

બજારમાં કડાકાનું કારણ

>> એક્સપર્ટોનું માનવું છે કે, યૂએસ ફેડે વ્યાજ દરોમાં કાપ મૂક્યો છે. પરંતુ આ વર્ષે દરો વધુ ઘટાડવાને લઈ સંકેત નથી આપ્યા. ભવિષ્યમાં દર ઘટાડવાને લઈ ફેડના સભ્યો એકમત નથી. કેટલાક સભ્યો દરોમાં ફરી એકવાર કાપ મૂકવાના પક્ષમાં છે. તેનાથી અમેરિકાના બજારો દર ઘટાડવાના નિર્ણયથી ખુશ નથી થયા અને બજાર મહદઅંશે બંધ રહ્યું.
>> બીજી તરફ, ઈરાન પર આર્થિક સખ્તાઈ વધારવાના ટ્રમ્પના આદેશથી ક્રૂડ કિંમતો પર દબાણ જોવા મળી રહ્યું છે. આ દરમિયાન ઈરાન-સાઉદીમાં તણાવ વધતો જોવા મળી રહ્યો છે. સાઉદી અરબથી કહેવામાં આવ્યું છે કે હુમલામાં ઈરાન સામેલ હોવાના પુરાવા છે. ઉપરાંત ટ્રેડ ડીલને લઈ ટ્રમ્પે ચીનને ચેતવણી આપતાં કહ્યું છે કે ચીન ચૂંટણી સુધી ટ્રેડ ડીલની રાહ ન જુએ. ચૂંટણી બાદ ડીલ થઈ તો વધુ સખ્તાઈ થશે. તેની અસર પણ બજાર પર દેખાઈ રહી છે.

આ પણ વાંચો, આર્થિક સુસ્તીના સમયમાં આ સરકારી કંપની આપી રહી છે 9,000 લોકોને નોકરી
First published: September 19, 2019
વધુ વાંચો
अगली ख़बर