Home /News /business /Closing Bell: બજારમાં પાંચ દિવસની તેજી પર લાગી બ્રેક, સેન્સેક્સ 709 પોઇન્ટ તૂટ્યો
Closing Bell: બજારમાં પાંચ દિવસની તેજી પર લાગી બ્રેક, સેન્સેક્સ 709 પોઇન્ટ તૂટ્યો
સેન્સેક્સમાં કડાકો
Closing Bell: આજે ઑટોને બાદ કરતા બીએસઈના તમામ સેક્ટર ઇન્ડેક્સમાં વેચવાલી જોવા મળી હતી. મેટલ ઇન્ડેક્સ સૌથી વધારે તૂટ્યો હતો. આઈટી, ઓઇલ-ગેસ સેક્ટર પર પણ દબાણ જોવા મળ્યું હતું.
નવી દિલ્હી. Closing Bell: ભારતીય શેર બજાર (Indian share market)માં પાંચ દિવસની તેજીને બ્રેક લાગી છે. સતત પાંચ દિવસ ગ્રીન નિશાન પર બંધ રહ્યા બાદ આ જે સેન્સેક્સમાં 709 પોઇન્ટનો કડાકો (Sensex down) બોલી ગયો છે. દિવસના અંતે સેન્સેક્સ 709 પોઇન્ટ તૂટીને 55,776.85 પોઇન્ટ પર બંધ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટીમાં 208.30 પોઇન્ટનો ઘટાડો (Nifty 50 down) આવ્યો હતો. નિફ્ટી 16,663 પોઇન્ટ પર બંધ રહ્યો હતો. આજે દિવસના અંતે સેન્સેક્સમાં 1.26 ટકા અને નિફ્ટીમાં 1.23 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ફાર્મા, રિયલ્ટી બેંક સહિતના ઇન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો.
ઑટોને બાદ કરતા તમામ ઇન્ડેક્સમાં વેચવાલી
આજે ઑટોને બાદ કરતા બીએસઈના તમામ સેક્ટોરિયલ ઇન્ડેક્સમાં વેચવાલી જોવા મળી હતી. મેટલ ઇન્ડેક્સ સૌથી વધારે તૂટ્યો હતો. આઈટી, ઓઇલ-ગેસ સેક્ટર પર પણ દબાણ જોવા મળ્યું હતું. આજે ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સના 30માંથી 23 શેરમાં વેચવાલી જોવા મળી હતી. જ્યારે નિફ્ટી 50ના 33 શેરમાં વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી બેંકના 12માંથી 8 શેરમાં વેચવાલી જોવા મળી હતી.
કેવી રહેશે બજારની ચાલ?
Kotak Securities ના સહજ અગ્રવાલનું કહેવું છે કે નિફ્ટીમાં 16,900ના સ્તર પરથી મજબૂત ઉછાળો જોવા મળી શકે છે. જેનાથી સંકેત મળે છે કે બજારમાં ઘટાડા પર સારી ખરીદી થઈ છે. નજીકના ભવિષ્યમાં આ રણનીતિ કાયમ રહી શકે છે. આશા છે કે માર્ચમાં સકારાત્મક વલણ સાથે બજાર ટ્રેડિંગ કરશે. નિફ્ટી માટે ટાર્ગેટ 17,100-17,200 નજરે પડે છે. દિગ્ગજોની સાથે સાથે નાના શેર્સમાં પણ તેજી જોવા મળશે.
Kotak Securities ના શ્રીકાંત ચૌહાણનું કહેવું છે કે રશિયા-યુક્રેન યુદ્ધને પગલે ક્રૂડ ઓઇલની સાથે અમુક બીજી કોમોડિટીની કિંમતો પણ અસ્થિર રહી છે. તેમાં ખૂબ મોટો વધારો પણ આવી ચૂક્યો છે. નજીકના ભવિષ્યમાં એનર્જીની કિંમતમાં વધારો અને તેના પગલે વધી રહેલી મોંઘવારી બજારની દિશા નક્કી કરશે. બજારની નજર ફેડરલ રિઝર્વની બેઠક પર પણ રહેશે.
Geojit Financial Services ના વિનોદ નાયરનું કહેવું છે કે બજારની નજર કોમોડિટીની કિંમતો અને રશિયા યુક્રેન યુદ્ધ પર રહેશે. જો વૈશ્વિક ટ્રેન્ડ સકારાત્મક રહેશે તો ભારતીય બજારનો દેખાવ મજબૂત રહેશે. આ ઉપરાંત અમેરિકાની મોંઘવારીના આંકડા અને ભારતના મોંઘવારીના આંકડા તેમજ બેંક ઑફ ઇંગ્લેન્ડ, બેંક ઑફ જાપાન અને યૂએસ ફેડની બેઠક પર પણ બજારની નજર રહેશે.
Kotak Securities ના અમોલ અઠાવલેનું કહેવું છે કે ઇન્ડેક્સ પુલબેકની રેલીનો એક તબક્કો ખતમ થઈ ગયો છે. બજારમાંથી હાલ એ પ્રકારના સંકેત મળી રહ્યા છે તે એક નિશ્ચિમ દાયરામાં રહેશે. ટ્રેડરો માટે 16,400 અને 16,300નો મહત્ત્વો સપોર્ટ છે.16,800 પર વિઘ્ન નજરે પડે છે. જો નિફ્ટી તેની ઉપર બંધ રહે છે તો આપણને 17,000ની સપાટી જોવા મળી શકે છે. જ્યાં સુધી નિફ્ટી 16,300થી નીચે નથી જતો ત્યાં સુધી તેજીની આશા કાયમ રહેશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર