Home /News /business /Closing Bell: ઘરેલૂ બજાર પર ભારે પડ્યા વૈશ્વિક સંકેત, સેન્સેક્સમાં 1100થી વધુ પોઈન્ટનો કડાકો; આ પાંચ કારણે તૂટ્યું બજાર

Closing Bell: ઘરેલૂ બજાર પર ભારે પડ્યા વૈશ્વિક સંકેત, સેન્સેક્સમાં 1100થી વધુ પોઈન્ટનો કડાકો; આ પાંચ કારણે તૂટ્યું બજાર

સેન્સેક્સમાં કડાકો

Stock Market Crash: પરિણામ બાદ આજે એચડીએફસી બેંક (HDFC Bank)નો શેર પણ ધોવાયો હતો. એચડીએફસી બેંકનું પરિણામ અપેક્ષા પ્રમાણે ન હોવાથી શેર પર દબાણ જોવા મળ્યું હતું. આ દરમિયાન સરકારના છૂટક મોંઘવારીને સાથે સાથે જથ્થાબંધ મોઘવારીના મોરચા પર પણ સરકારને ઝટકો લાગ્યો હતો.

વધુ જુઓ ...
  નવી દિલ્હી: નબળા વૈશ્વિક સંકેતને પગલે ભારતીય બજાર (Indian stock market) માટે સપ્તાહનો પ્રથમ દિવસ ખરાબ રહ્યો હતો. આજે સતત ચોથા દિવસે ભારતીય શેર બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ (Sensex close today) આજે 2.01 ટકા એટલે કે 1172.19 પોઈન્ટ તૂટીને 57166.74 પર બંધ રહ્યો હતો. નિફ્ટી (Nifty close today) આજે 1.73 ટકા એટલે કે 302 પોઇન્ટ તૂટીને 17173.65 પર બંધ રહ્યો હતો. ઇન્ટ્રાડે દરમિયાન સેન્સેક્સ 1200થી વધુ પોઈન્ટ તૂટી ગયો હતો. આજે ઇન્ફોસિસના શેર (Infosys stock)માં બે વર્ષમાં સૌથી મોટો કડાકો જોવા મળ્યો હતો. ઇન્ફોસિસે આખા આઈટી સેક્ટર્સ (IT Sectors)નો મૂડ ખરાબ કરી નાખ્યો હતો. જેના પગલે ટેક મહિન્દ્રા, ટીસીએસ, એચસીએલ ટેક જેવા આઈટી દિગ્ગજ શેરોમાં પણ ગાબડાં પડ્યાં હતાં.

  પરિણામ બાદ આજે એચડીએફસી બેંકનો શેર પણ ધોવાયો હતો. એચડીએફસી બેંકનું પરિણામ અપેક્ષા પ્રમાણે ન હોવાથી શેર પર દબાણ જોવા મળ્યું હતું. આ દરમિયાન સરકારને છૂટક મોંઘવારીને સાથે સાથે જથ્થાબંધ મોઘવારીના મોરચા પર પણ સરકારને ઝટકો લાગ્યો હતો. માર્ચમાં જથ્થાબંધ મઘવારીનો દર ફેબ્રુઆરીના 13.11 ટકા સામે 14.55 ટકા રહ્યો હતો.

  બજારમાં આવેલા ઘટાડાના વિવિધ કારણો:

  1) ચીન જીડીપી


  2022ના વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં ચીનનો જીડીપી ગ્રોથ 4.8 ટકા રહ્યો છે, જે ગત ત્રિમાસિક એટલે કે ચોથા ત્રિમાસિકમાં ચાર ટકા હતો. આ આંકડા માર્ચ મહિનામાં ચીનમાં કોરોનાના ફેલાવા છતાં અપેક્ષા કરતા સારા રહ્યા છે. જોકે, જાણકારોના જણાવ્યા પ્રમાણે ચીનમાં કોવિડને પગલે લાગલા સંપૂર્ણ ઝટકાના આંકડા આમાં સામેલ નથી, કારણે શાંઘાઈને બાદ કરતા ચીનના અન્ય શહેરોમાં પણ લૉકડાઉન લાગૂ થયું હતું, જે દેશની આર્થિક ગતિવિધિનું કેન્દ્ર છે.

  આ ઉપરાંત ચીનની કેન્દ્રીય બેંકે વીકેન્ડ દરમિયાન મોટાભાગની બેંકો માટે RRR (reserve requirement ratio) 25 બેસિસ પોઇન્ટ્સના ઘટાડાની જાહેરાત કરી છે. જોકે, ચીનની સેન્ટ્રલ બેંકે પોતાના વ્યાજદરોમાં કોઈ ઘટાડો કર્યો નથી. નિષ્ણાતોનું માનવું છે કે ચીન તરફથી પોતાના અર્થતંત્રને રાહત આપવા માટે ઉઠાવવામાં આવેલા પગલાં ઓછા છે. જેની નાકારાત્મક અસર માર્કેટ પર જોવા મળી શકે છે.

  2) દેશમાં વધી રહેલી મોંઘવારી


  માર્ચ મહિનામાં છૂટક મોંઘવારી દર 6.95 ટકા હતો. CNBC-TV18ના પોલમાં આ દર 6.28 ટકા રહેવાનું અનુમાન હતું. Citi, HSBC and Kotak જેવા બ્રોકરેજ તરફથી આ વર્ષ માટે પોતાના મોંઘવારી દરનું અનુમાન વધારવામાં આવ્યું છે. આ સાથે જ એવો અંદાજ લગાવવામાં આવ્યો છે કે આરબીઆઈ રેપો રેટમાં છ વખત વધારો કરી શકે છે. Citi, HSBC ના અંદાજ પ્રમાણે એપ્રિલ 2023 સુધી રેપો રેટ 5.5 ટકા સુધી પહોંચી શકે છે. હાલ રેપો રેટનો દર 4 ટકા છે.

  આ પણ વાંચો: એસબીઆઈની ઓટો, હોમ સહિતનો લોન થઈ મોંઘી, વાંચો અહેવાલ

  3) આઈટી ઇન્ડેક્સમાં કડાકો


  ઇન્ફોસિસમાં બે વર્ષનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. ઇન્સોસિસના પરિણામોએ આખા સેક્ટરનો મૂડ ખરાબ કરી નાખ્યો છે. જેના કારણે ટેક મહિન્દ્રા, ટીસીએસ, એચસીએલ ટેક જેવા આઈટી દિગ્ગજ શેર્સમાં પણ ઘટાડો આવ્યો છે. પરિણામ બાદ નિષ્ણાતોએ ઇન્ફોસિસનું માર્જિન અનુમાન પણ ઘટાડી દીધું છે. Jefferies India તરફથી ઇન્ફોસિસના માર્જિન અંદાજમાં 1 થી 1.7 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ જ રીતે બ્રોકરેજ હાઉસ નોમુરાનું કહેવું છે કે નાણાકીય વર્ષ 2023માં ઇન્ફોસિસના એબિટ માર્જિનમાં વાર્ષિક ધોરણ એક ટકાનો ઘટાડો આવી શકે છે.


  4) ક્રૂડ ઓઇલની કિંમતમા વધારો


  સપ્લાઈ ઘટવાની આશંકાને પગલે અને EU તરફથી રશિયા પર લગાવવામાં આવનારા સંભવિત પ્રતિબંધને પગલે ક્રૂડની કિંમત 113 ડૉલરને પાર થઈ ગઈ છે. બ્રેન્ટ ક્રૂડ એક અઠવાડિયામાં 9.5 ટકા વધ્યો છે. બીજી તરફ ઓપેક દેશો લક્ષ્યથી ઓછું ઉત્પાદન કરી રહ્યા છે, જેના પગલે બ્રેન્ટમાં સતત તેજી આવી રહી છે.

  આ પણ વાંચો: એચડીએફસી બેંકનો શેર તૂટ્યો, જાણો બજાર વિશ્લેષકોનો અભિપ્રાય 

  5) વૈશ્વિક બજારના નબળા સંકેત


  વૈશ્વિક બજારમાંથી નબળા સંકેત મળી રહ્યા છે. આ વાતની અસર ભારતીય શેર બજાર પર પડી રહી છે. અંતિમ ટ્રેડિંગ દિવસે અમેરિકાના બજારો ઘટાડો સાથે બંધ થયા હતા. ગુરુવારે અમેરિકન બોન્ડ યીલ્ડ અને ડૉલરમાં વધારો જોવા મળ્યો હતો. બજારમાં અમેરિકા ઉપરાંત અન્ય દેશો પણ પોતાની મોદ્રિક નીતિઓને કડક કરે તેવા સંકેત મળી રહ્યા છે. બજાર નિષ્ણાતોનું માનવું છે કે વિશ્વમાં વધી રહેલી મોંઘવારી વચ્ચે હવે દુનિયાભરના તમામ મોટા અર્થતંત્રો કોવિડ 19 મહામારી દરમિયાન આપવામાં આવેલી છૂટ પરત લેવાની શરૂઆત કરશે. આ જ કારણે વૈશ્વિક સંકેત નબળા લાગી રહ્યા છે. આની જ અસર ભારતીય બજાર પર જવા મળી રહી છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Share market, Stock market, નિફ્ટી, સેન્સેક્સ

  विज्ञापन
  विज्ञापन