Home /News /business /7 જુલાઈના રોજ કમાણીનો મોકો! ઓછા સમય અને રોકાણમાં જ થશે મોટી કમાણી- જાણો વિગત

7 જુલાઈના રોજ કમાણીનો મોકો! ઓછા સમય અને રોકાણમાં જ થશે મોટી કમાણી- જાણો વિગત

પ્રતીકાત્મક તસવીર

Clean Science and Technology IPO to open on July 7: ક્લીન સાયન્સ દુનિયાની એવી ગણતરીની કંપનીઓમાં શામેલ છે જે ઇન-હાઉસ કેટાલિટિક પ્રોસેસથી પ્રોડક્ટ બનાવે છે. આ નવી ટેક્નોલોજી છે જે પર્યાવરણ માટે ખૂબ સારી હોવાની સાથે સાથે ઓછી ખર્ચાય છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: જો તમે ઓછા સમયમાં મોટી કમાણી (Earn Money)કરવા માંગો છો તો તમારા માટે ખૂબ સારો મોકો છે. શેર માર્કેટ (Share Market)માં આઈપીઓ (IPO) મારફતે તમે પૈસા લગાવીને મોટી કમાણી કરી શકો છે. હકીકતમાં સ્પેશિયાલિટી કેમિકલ્સ બનાવતી ક્લીન સાયન્સ એન્ડ ટેક્નોલૉજી (Clean Science and Technology)નો આઈપીઓ આવી રહ્યો છે. GR Infraprojects IPOનો આઈપીઓ પણ નવમી જુલાઈના રોજ ખુલશે. Clean Science IPO અંગે વધારે વિગત જાણીએ....

ઇશ્યૂ પ્રાઇસ

Clean Scienceના ઇશ્યૂની પ્રાઇસ બેન્ડ 880-890 રૂપિયા પ્રતિ શેર છે. કંપનીની યોજના IPO મારફતે 1546.62 કરોડ રૂપિયા એકઠા કરવાની છે. કંપનીનો આ ઇશ્યૂ સંપૂર્ણ ઑફર ફૉર સેલ હશે.

પ્રમોટર્સ

આ કંપનીના વર્તમાન પ્રમોટર અશોક રામનારયણ બૂબ, કૃષ્ણકુમાર રામનારાણ બૂબ, સિદ્ધાર્થ અશોક સિકચી અને પાર્શ અશોક મહેશ્વરી પોતાનો હિસ્સો વેચશે. IPOથી મેળવેલા ફંડમાંથી કંપનીને હિસ્સો નહીં મળે. આ સંપૂર્ણ રકમ કંપનીના પ્રમોટર્સ પાસે જશે જેઓ પોતાનો હિસ્સો વેચી રહ્યા છે.

રિટેલ ઇન્વેસ્ટર્સ માટે 35% હિસ્સો

આ ઇશ્યૂનો 50 ટકા હિસ્સો ક્વૉલિફાઇડ ઇન્સ્ટીટ્યૂશનલ બાયર્સ માટે અનામત છે. રિટેલ ઇન્વેસ્ટર્સ માટે 35 ટકા અને નૉન ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ માટે 15 ટકા હિસ્સો અનામત રખાયો છે.

આ પણ વાંચો: 'મારા બાળકોને સાચવજો, મારે આ કહેવાની જરૂર નથી, પરંતુ મા છું એટલે કહ્યા વગર રહેવાતું નથી'

કંપની વિશે

ક્લીન સાયન્સ દુનિયાની એવી ગણતરીની કંપનીઓમાં શામેલ છે જે ઇન-હાઉસ કેટાલિટિક પ્રોસેસથી પ્રોડક્ટ બનાવે છે. આ નવી ટેક્નોલોજી છે જે પર્યાવરણ માટે ખૂબ સારી હોવાની સાથે સાથે ઓછી ખર્ચાય છે. ક્લીન સાયન્સ MEHQ, BHA, એનિસોલ અને 4-MAP જેવા સ્પેશિયાલિટી કેમિકલ્સ બનાવતી દુનિયાની સૌથી મોટી કંપની છે. કંપની પર્ફોર્મન્સ કેમિકલ્સ, FMCG કેમિકલ્સ અને દવા બનાવવામાં કામ આવતા ફાર્મ કેમિકલ્સનું પણ ઉત્પાદન કરે છે.

આ પણ વાંચો: નાગ-નાગણીની પ્રણયક્રીડા : જવલ્લેજ જોવા મળતી ઘટનાનો વીડિયો ખેડૂતે મોબાઈલમાં કર્યો કેદ

બેલેન્સ સીટ

પુણેની આ સ્પેશિયાલિટી કેમિકલ કંપનીની 31 ડિસેમ્બર, 2020ના રોજ પૂર્ણ થતા ક્વાર્ટરની કમાણી 398.46 કરોડ રૂપિયા હતી. જ્યારે એક વર્ષ પહેલા આ જ સમયગાળા દરમિયાન કંપનીની કુલ આવક 322.86 કરોડ રૂપિયા હતી. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 145.27 કરોડ રૂપિયા હતા, જ્યારે સમાનગાળામાં ગત વર્ષે ચોખ્ખો નફો 65.96 કરોડ રૂપિયા હતો. ભારત ઉપરાંત ચીન, યૂરોપ, અમેરિકા, તાઇવાન, દક્ષિણ કોરિયા અને જાપાન સહિત અનેક દેશોમાં કંપનીના ગ્રાહકો છે. કંપનીની બે તૃતિયાંશથી વધારે આવક રેવન્યૂ કેમિકલ્સની નિકાસથી આવે છે.

આ પણ વાંચો: સમાગમ વખતે પ્રાઇવેટ પાર્ટમાં વર્ટિકલ ફ્રેક્ચર, UKમાં દુનિયાનો પ્રથમ કેસ નોંધાયો

39 કંપનીઓએ રૂ. 60,000 કરોડ એકત્ર કર્યા

છેલ્લા એક વર્ષમાં 39 કંપનીઓએ પ્રાઈમરી માર્કેટમાંથી લગભગ રૂ. 60,000 કરોડ એકત્ર કર્યા છે. કોરોનાની બીજી લહેર દરમિયાન કોરોનાના કેસની સંખ્યામાં વધારો થતા પ્રાઈમરી માર્કેટ પર ખૂબ વિપરીત અસર થઈ હતી. આ વર્ષે પહેલા 6 મહિનામાં 24 કંપનીઓએ IPOની મદદથી રૂ. 39,000 કરોડ એકત્ર કર્યા છે.
" isDesktop="true" id="1110558" >

આ કંપનીના IPO બહાર પડશે

ઝોમેટો, આદિત્ય બિરલા સન લાઈફ, AMC અને રોલેક્સ રિંગ સહિત ઓછામાં ઓછી 20 કંપનીઓએ IPO બહાર પાડવા માટે માર્કેટ રેગ્યુલેટર પાસે જરૂરી ડોક્યુમેન્ટ જમા કરાવ્યા છે. આ તમામ કંપનીઓના IPO આ વર્ષે જ બહાર પડશે તેવું લાગી રહ્યું છે. GR Infra, ક્લીન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગ્લેનમાર્ક સાઈફ સાયન્સેઝ, ઉત્કર્ષ, સ્મોલ ફાયનાન્સ બેન્ક, વિજયા ડાયગ્નોસ્ટિક સેન્ટર, નુવોકો વિસ્ટાસ કોર્પોરેશન, આધાર હાઉસિંગ ફાયનાન્સ, શ્રીરામ પ્રોપર્ટીઝ, સેવન આઈસલેન્ડ શિપિંગ અને એમી ઓર્ગેનિક્સના IPO જુલાઈમાં બહાર આવશે.
First published:

Tags: Investment, IPO, Market, Money, Share market, સેન્સેક્સ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો