નવી દિલ્હીઃ હાલમાં સોશિયલ મીડિયા (Social Media) પર એક ન્યૂઝ આર્ટિકલ ખૂબ જ ઝડપતી વાયરલ થઈ રહ્યો છે. આ આર્ટિકલમાં દાવો કરવામાં આવ્યો છે કે RBIએ બેંકોને 2 હજારની નોટોની સપ્લાય બંધ કરી દીધી છે. તેના કારણે મોટાભાગની બેંકોના ATMમાં માત્ર 100, 200 અને 500ની નોટ નીકળી રહી છે. આ ન્યૂઝ આર્ટિકલ વાયરલ થયા બાદ ફરી એકવાર લોકો ચિંતામાં મૂકાઈ ગયા છે. સામાન્ય જનતાને આશંકા છે કે ક્યાંક સરકાર 8 નવેમ્બર 2016ની જેમ આ વખતે 2 હજારની નોટ બંધ ન કરી દે અને તેમણે ફરી એકવાર બેંકોમાં 2 હજાની નોટો બદલાવવા માટે લાઇનો લગાવવી પડી જશે. નોંધનીય છે કે આ વાયરલ ન્યૂઝ આર્ટિકલની તપાસ ભારત સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો (PIB)એ કરી તો જાણવા મળ્યું કે આ દાવો બિલકુલ ખોટો (Fake News) છે અને RBIએ 2 હજારની નોટોની સપ્લાય બેંકોને બંધ કરી જ નથી.
Fake News: RBIએ 2 હજારની નોટોની સપ્લાય બંધ કરી!
વાયરલ ન્યૂઝ આર્ટિકલમાં દાવો કરવામાં આવી રહ્યો છે, ATMથી 2 હજારની નોટ નીકળવાની બંધ થઈ ગઈ છે, કારણ કે આરબીઆઇએ દેશની તમામ બેંકોને 2 હજારની નોટોની સપ્લાય બંધ કરી દીધી છે. તેની સાથે જ આરબીઆઇએ તમામ બેંકછને પોતાના એટીએમમાં 2 હજારની નોટવાળી કેલિબર હટાવવાનો આદેશ આપ્યો છે. એવામાં સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના 58 ATMમાંથી 2 હજારની નોટનું કેલિબર હટાવી દીધું છે. આ દાવામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે અન્ય બેંકોએ પણ પોતાના એટીએમમાંથી 2 હજારની નોટોનું કેલિબર હટાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને એટીએમમાં 100, 200 અને 500 રૂપિયાની નોટ લોડ કરવાનું શરૂ કરી દીધું છે.
एक न्यूज़ आर्टिकल में दावा किया जा रहा है कि भारतीय रिजर्व बैंक ने 2000 रुपये के नोटों की आपूर्ति बंद कर दी है जिसके कारण एटीएम से केवल 100, 200 व 500 रूपए के नोट ही निकाले जा सकेंगे। #PIBFactcheck: यह दावा फर्जी है। @RBI ने ₹2000 के नोटों की आपूर्ति बन्द नहीं की है। pic.twitter.com/DzDMwXuRox
ભારત સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો (PIB Fact Check)એ જ્યારે આ વાયરલ ન્યૂઝ આર્ટિકલની તપાસ કરી તો જાણવા મળ્યું કે આ દાવો એકદમ ખોટો છે. તેની સાથે જ પીઆઇબી ફેક્ટ ચેક એ સ્પષ્ટ કર્યું કે આરબીઆઇ દેશની તમામ બેંકોને 2 હજારની નોટોની સપ્લાય સતત કરી રહી છે. તેની સાથે જ દેશની કોઈ પણ બેંકે પોતાના એટીએમમાંથી 2 હજારની નોટોનું કેલિબર હટાવ્યું નથી.
કોઈ સમાચાર પર આપને શંકા છે તો કરાવી શકો છો Fact Check
જો આપને પણ કોઈ આવા મેસેજ મળે છે તો પછી તેને PIBની પાસે ફેક્ટ ચેક માટે https://factcheck.pib.gov.in/ અથવા વોટ્સએપ નંબર +918799711259 અથવા તો ઇ મેઇલ pibfactcheck@gmail.com પર મોકલી શકો છો. આ જાણકારી PIBની વેબસાઇટ https://pib.gov.in ઉપર પણ ઉપલબ્ધ છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર