Home /News /business /

આ 10 શહેરોમાં રહેતા લોકો જલ્દીથી બને છે અબજોપતિ

આ 10 શહેરોમાં રહેતા લોકો જલ્દીથી બને છે અબજોપતિ

    યુવાનોમાં પૈસા અને પ્રસિદ્ધિનું જબરદસ્ત આકર્ષણ હોય છે. ચાલો જોઈએ દુનિયાના એવા 10 શહેરોની યાદી જ્યાં સૌથી વધુ સંખ્યામાં અબજોપતિ રહે છે

    યુવાનોમાં પૈસા અને પ્રસિદ્ધિનું જબરદસ્ત આકર્ષણ અને જુસ્સો હોય છે. યુવાઓ હંમેશા એવા સ્થળની શોધમાં હોય છે જ્યાં પૈસા કમાવાની વધુ તક અને વાતાવરણ હોય ! આ સ્થિતિને પારખીને અમે દુનિયાના એવા 10 શહેરોની સૂચિ અહીં જારી કરી છે, જ્યાં સૌથી વધુ સંખ્યામાં અબજોપતિ રહે છે. મતલબ કે, જેમની પાસે  1 બિલિયન ડોલર એટલે કે લગભગ 6700 કરોડ રૂપિયાની સંપત્તિ હોય. આ ધનિક લોકો પરનું સર્વેક્ષણ "હ્યુમન ગ્લોબલ રિચ લિસ્ટ" દ્વારા જરૂરી સંશોધનના આધારે નક્કી કરવામાં આવ્યું છે. આ સંસ્થા વિશ્વની પ્રતિષ્ઠિત સંશોધન સંસ્થાઓ પૈકીની એક છે.



    આ તસ્વીર છે : ચીનના બૈજિંગની। આ સૂચિનું એક મહત્વનું પાસું એ છે કે, આ લિસ્ટમાં સતત બીજા વર્ષે ચીનની રાજધાની બૈજિંગને પ્રથમક્રમે સામેલ કરવામાં આવ્યું છે. અમેરિકાના ફાઇનાન્શ્યલ કેપિટલ ગણાતા ન્યૂયોર્કને ચીનના આ શહેરે આ સૂચીમાં બીજા વર્ષે પણ પાછળ રાખી દીધું છે. વિશ્વમાં 2017માં 2257 અબજોપતિ હતા, જે 2016ની સરખામણીએ 69 જેટલા વધુ છે. પાંચ વર્ષમાં આ સંખ્યામાં 804નો વધારો થયો છે.



    આ તસ્વીર બૈજીંગની છે. ચીનની રાજધાની બૈજીંગમાં 2017માં 6700 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવતા અમીરોની સંખ્યા 94 થઇ ગઈ હતી, જોકે 2016ની સરખામણીએ તેમાં 6 નો ઘટાડો થયો હતો. આમ છતાં, આ શહેર સૌથી વધુ ધનિકોનું નિવાસ્થાન બની રહ્યું છે



    બૈજિંગ પછી આ સૂચીમાં બીજા ક્રમે ન્યૂયોર્ક છે. અહીં અબજોપતિની સંખ્યા 86ની છે. 2016ની તુલનામાં આ સંખ્યા અહીં 9 જેટલી ઘટી છે.



    આ સૂચીમાં ત્રીજા ક્રમાંકે છે હોંગકોંગ। અહીં અમીરોની સંખ્યા 71ની છે. જેમાં સતત વધારો થયો છે. યાદ રહે, હોંગકોંગ ગ્રેટર ચીનનો ભાગ છે.



    ચોથા ક્રમાંકે આ સૂચીમાં ચીનનું જ શેનજેન શહેર છે. આ શહેરમાં પણ અબજોપતિઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. અહીં આ સંખ્યા 62 સુધી પહોંચી ગઈ છે. 2017માં આ શહેરમાં વધુ 16 અબજોપતિ ઉમેરાયા। આ શહેરની ખાસ વાત એ છે કે, હોંગકોંગ અને શેનજેન માં ખાનગી સંપત્તિનો સંગ્રહ સૌથી વધારે પ્રમાણમાં છે, એટલે અહીં લોકો મોટા પ્રમાણમાં અને ઝડપથી અબજોપતિ બની રહ્યા છે.



    મોસ્કો આ સૂચીમાં પાંચમા નંબરે છે. અહીં અમીરોની સંખ્યા 59ની છે, જોકે અહીં કેટલાક સમયથી આ સંખ્યામાં કોઈ નોંધપાત્ર વધારો જોવા મળ્યો નથી.



    ચીનનું સૌથી મોટું શહેર અને દેશનું ફાઇનાન્શ્યલ કેપિટલ શંઘાઇ 53 અબજોપતિ સાથે આ સૂચીમાં સાતમા નંબરે છે.



    ભારતનું ફાઇનાન્શ્યલ કેપિટલ મુંબઈ આ લિસ્ટમાં આઠમા સ્થાને છે, મુંબઈમાં 42 અબજોપતિ રહે છે.



    દુનિયાનું ફેશન કેપિટલ પેરિસ 36 અબજોપતિ સાથે આ યાદીમાં નાવમાં નંબરે છે.



    ચીનનું વધુ એક શહેર હોંગજાઉ 36 અબજોપતિ સાથે આ સૂચીમાં 10માં ક્રમે છે

     
    First published:

    Tags: Most billionaires, Worlds billionaire capital

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन