કોરોના વાયરસની 6 મહિનામાં સારવાર શોધી કઢાશે - આ ભારતીય કંપનીએ કર્યો દાવો!

News18 Gujarati
Updated: March 21, 2020, 6:36 PM IST
કોરોના વાયરસની 6 મહિનામાં સારવાર શોધી કઢાશે - આ ભારતીય કંપનીએ કર્યો દાવો!
કોરોના વાયરસની 6 મહિનામાં સારવાર શોધી કઢાશે - આ ભારતીય કંપનીએ કર્યો દાવો!

લગભગ 4 મહિના બાદ પણ કોરોના વાયરસની દવા નથી શોધી શકાઈ. હાલમાં કોરોના વાયરસની સારવાર માટે શ્વાસ લેવામાં તકલીફ, એન્ટી ફ્લૂ, અને HIV જેવી સમસ્યાઓમાં ઉપયોગ થતી દવાઓનો સહારો લેવામાં આવી રહ્યો છે

  • Share this:
ચીનના વુહાન શહેરમાં પહેલી વખત સામે આવેલો કોરોના વાયરસ હવે પૂરી દુનિયાને પોતાની ઝપેટમાં લઈ ચુક્યો છે. ગત વર્ષે ડિસેમ્બરમાં કોરોના વાયરસનો પહેલો મામલો સામે આવ્યા બાદ અત્યાર સુધીમાં તેની દવા નથી શોધી શકાઈ. જોકે, કોરોના ટેસ્ટિંગ માટે ભારત સહિત દુનિયાની કેટલીએ કંપનીઓઓ દાવો કર્યો છે કે, તે ખુબ ઓછી ભાવમાં ટેસ્ટિંગ કીટ બનાવી શકે છે. જે ટુંક સમયમાં રિઝલ્ટ આપી શકે છે. હવે ભારતીય ફાર્મા સેક્ટરની એક દિગ્ગજ કંપનીએ દાવો કર્યો છે કે, તે માત્ર 6 મહિનામાં કોરોના વાયરસની દવા શોધી શકે છે. શ્વાસ અને ફ્લૂ જેવી સ્વાસ્થ્ય બિમારી માટે પહેલા જ સારી દવાઓ બનાવતી આ કંપની 'Cipla' છે.

સરકારના લેબ્સ સાથે મળીને કામ કરી રહી છે 'Cipla'
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ એક ખાસ રિપોર્ટમાં આ મામલે જાણકારી આપી છે. જો સિપ્લા કોરોના વાયરસની સારવાર માટે દવા બનાવવામાં સફળ થશે તો, તે ભારતની પહેલી આ કંપની હશે. હાલમાં આ કંપની સરકારી લેબોરેટરી સાથેમળી કોરોના વાયરસની દવા વિકસીત કરવામાં લાગીછે.

સિપ્લાએ બેગણું શરૂ કર્યું દવાનું ઉત્પાદન
સિપ્લાના પ્રમોટર યુસુફ હામિદનના હવાલે આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કંપની પોતાના તમામ સંશોધનને દેશની મદદમાં લગાવવું પોતાનું રાષ્ટ્રીય કર્તવ્ય માને છે. કંપનીએ દવાઓનું બેઘણું ઉત્પાદન કરી દીધુ છે. કંપનીના પ્રમોટરે કહ્યું કે, સિપ્લાએ સ્વિટ્ઝરલેન્ડની કંપની રોચેજની સૂઝનરોધી દવા એક્ટેમરા ભારતમાં વિતરીત કરી ચુકી છે. આ દવાની મદદથી ફેફસાં સાથે જોડાયેલી ગંભીર બિમારીઓની સારવાર કરી શકાશે. તેમણે એ પણ કહ્યું કે, જો ઈન્ડિયન ડ્રાગ રેગ્યુલેટર નિર્ણય કરે છે, તો કંપની પાસે અન્ય દવાઓ છે, જેનો સારો ઉપયોગ કરી શકાય છે.

કમ્પાઉન્ટ બનાવવાની તૈયારીઆ રિપોર્ટમાં સિપ્લાના હવાલે કહેવામાં આવ્યું છે કે, એન્ટી વાયરલ કમ્પાઉન્ડ બનાવવાનું શરૂ કરવામાં આવશે. તેમાં ફેવિપિરાવિર, રેમિડેસિવિર અને બોલેક્સેવિર જેવા કમ્પાઉન્ટ હશે. કંપની એ વાત પર પણ વિચાર કરી રહી છે કે, આ 3 દવાઓ માટે સરકાર લેબ્સ સાથે મળી કાચો માલ કેવી રીતે બનાવવામાં આવે. કંપનીએ કહ્યું કે, તેને લેબોરેટરીમાં કેટલીએ પ્રકારની દવાઓ છે, પરંતુ તેમને નથી ખબર કે કયું કોમ્બિનેશન કામ કરશે.

હજુ સુધી નથી મળી કોરોના વાયરસની દવા
ઉલ્લેખનીય છે કે, લગભગ 4 મહિના બાદ પણ કોરોના વાયરસની દવા નથી શોધી શકાઈ. હાલમાં કોરોના વાયરસની સારવાર માટે શ્વાસ લેવામાં તકલીફ, એન્ટી ફ્લૂ, અને HIV જેવી સમસ્યાઓમાં ઉપયોગ થતી દવાઓનો સહારો લેવામાં આવી રહ્યો છે. દુનિયાભરમાં કોરોના વાયરસના કારણે 10000થી વધારે લોકોના મોત થઈ ચુક્યા છે. કેટલાક દેશોમાં સ્થિતિ ખુબ ચિંતાજનક છે. જોકે, ચીનના વુહાન શહેરમાં હવે સ્થિતિ પાટા પર પાછી આવી રહી છે.
First published: March 21, 2020
વધુ વાંચો
अगली ख़बर