કોરોના વાયરસની સારવાર માટે Ciplaએ લોન્ચ કરી દવા, 2 દિવસમાં ત્રણ કંપનીઓને મળી મંજૂરી

News18 Gujarati
Updated: June 21, 2020, 11:29 PM IST
કોરોના વાયરસની સારવાર માટે Ciplaએ લોન્ચ કરી દવા, 2 દિવસમાં ત્રણ કંપનીઓને મળી મંજૂરી
પ્રતિકાત્મક તસવીર

પાછલા બે દિવસમાં ત્રણ કંપનીઓ કોરોનાની સારવાર માટે દવા લોન્ચ કરી છે. સૌથી પહેલા ગ્લેનમાર્કે અને પછી હેટેરોએ દવા લોન્ચ કરી છે.

  • Share this:
મુંબઈઃ સતત બે ફાર્મા કંપનીઓ દ્વારા કોવિડ-19ની દવા લોન્ચ કર્યા બાદ હવે સિપ્લાએ (Cipla Limited) પણ DCGIની રેમડેસિવીર (Remdesivir) દવા રજૂ કરવાની મંજૂર મળી ગઈ છે. સિપ્લા આ દવાને બજારમાં CIPREMIના બ્રાન્ડ નામથી ઉતારશે. પાછલા બે દિવસમાં ત્રણ કંપનીઓ કોરોનાની સારવાર માટે દવા લોન્ચ કરી છે. સૌથી પહેલા ગ્લેનમાર્કે (Glenmark) અને પછી હેટેરોએ (Hetero Drugs) દવા લોન્ચ કરી છે. US FDA એ ઈમરજન્સી યુઝ ઓથોરોઈજેશન (EUA) અંતર્ગત ગિલેડ સાયન્સ ઈંક (Gilead Scinces Inc.)ને કોરોના વાયરસ સારવાર માટે રેમડેસિવીરના ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે. ગત મહિને ગિલેડ સાયન્સે સિપ્લાને આ દવાનું ઉત્પાદન અને માર્કેટિંગ (Manufacturing and Marketing)ને નોન એક્સક્લુસિવ મંજૂરી આપી હતી.

દવાના ઉપયોગ માટે ટ્રેનિંગ આપશે સિપ્લા
હવે સિપ્લાને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)થી મંજૂરી મળી ગઈ છે. જે અંતર્ગત કંપનીએ CIPREMI બ્રાન્ડ નામથી આ દવાને લોન્ચ કર્યો છે. રિસ્ક મેનેજમેન્ટ પ્લાન અંતર્ગત, સિપ્લા આ દવાના ઉપયોગ કરવા માટે ટ્રેનિંગ આપશે અને દર્દીઓને એક ફોર્મ ભરવાનું રહેશે. પોસ્ટ માર્કેટ સર્વિલન્સ હેઠળ દર્દીઓ ઉપર ચોથા તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ પણ કરશે.

આ પણ વાંચોઃ-તંત્રની ચિંતા વધી! ગુજરાતમાં કોવિડ-19ના વધુ 580 કેસ અને 25ના મોત, સચિવાલયમાં ક્લાસ-1 અધિકારીને થયો કોરોના

ટ્રાયલમાં રેમડેસિવીરનો રિસ્પોન્સ સારો
રેમડેસિવીરના ટ્રાયલ અમેરિકા, યુરોપ અને એશિયાના 60 સેન્ટર્સમાં 1063 દર્દીઓ ઉપર કરવામાં આવ્યો છે. આ ટ્રાયલમાં હોસ્પિટલમાં રાખેલા દર્દી ઉપર દવાથી સારી રિકવરી લાવવા માદદ મળી છે. આમાંથી મોટાભાગના દર્દીઓ ઓક્સિન ઉપર હતા. રેમડેસિવીર દવા આપ્યા પછી દર્દીઓમાં મૃત્યુ દર 7.1 ટકા રહ્યો.આ પણ વાંચોઃ-અમદાવાદ રથયાત્રાની વર્ષો જૂની પરંપરા તૂટશે! જગન્નાથજી નહીં નીકળે નગરચર્યાએ, ભક્તો માટે કરાઈ ખાસ વ્યવસ્થા

આ પણ વાંચોઃ-સીમા વિવાદ વચ્ચે મોદી સરકારનું મોટું પગલું, ચીનમાંથી આયાત ઓછી કરવા માટે PMOએ માંગી વસ્તુઓની યાદી

હવે આ દવાને લોન્ચ કર્યા બાદ સંભાવી માંગ અને ઉપલબ્ધતાને જોઈને સિપ્લા અને ફેસિલિટીઝ અને પાર્ટનર્ડ સાઈટ્સ થકી આને કોમર્શિયલાઈઝ કરશે. આ દવાની સપ્લાઈ સરકારી અને ઓપન માર્કેટ ચેનલ થકી કરાશે. કંપનીએ એ સુનિશ્વિત કરવા માંગે છે કે આ દવાનું પર્યાપ્ત વિતરણ થઈ શકે.
First published: June 21, 2020, 11:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading