15 ઓક્ટોબરથી ખુલશે સિનેમા હોલ, ફિલ્મ જોવા-દર્શાવવા માટે કરવા પડશે આ 10 જરૂરી કામ

ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો, સિનેમા હોલના પ્રતિનિધિઓ અને અન્ય સંબંધિત લોકો સાથે વિચાર વિમર્શ કરીને SOP જાહેર કરવામાં આવી

ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો, સિનેમા હોલના પ્રતિનિધિઓ અને અન્ય સંબંધિત લોકો સાથે વિચાર વિમર્શ કરીને SOP જાહેર કરવામાં આવી

 • Share this:
  વિક્રાંત યાદવ, નવી દિલ્હીઃ 70 mmના પડદા પર સિનેમા (Cinema)નો આનંદ માણનારા શોખીન લોકો માટે સારા સમાચાર છે. કોરોના સંક્રમણ (Coronavirus)ના કારણે ગત સાત મહિનાથી બંધ પડેલા દેશભરના સિનેમા હોલ (Cinema hall reopen) 15 ઓક્ટોબરથી ખોલી દેવામાં આવશે. જોકે આ દરમિયાન કોરોનાને ફેલાવાથી રોકવા માટે કડક ગાઇડલાઇન્સનું પાલન કરવું પડશે. કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર (Prakash Javadekar)એ મંગળવારે સિનેમા હોલ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર કરી છે. પ્રકાશ જાવડેકરના જણાવ્યા મુજબ ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો સાથે વિચાર વિમર્શ કરી ગંભીરતાથી SOP તૈયાર કરવામાં આવી છે. આશા છે કે તેનું કડક પાલન થશે અને સિનેમા હોલની મુલાકાતે આવનારા લોકો કોરોનાથી સુરક્ષિત રહીને ફિલ્મોનો આનંદ માણી શકશે.

  દરેક સિનેમા હોલમાં તેની કુલ ક્ષમતાના 50 ટકા દર્શકોને જ બેસવાની મંજૂરી હશે અને તમામ લોકોને માસ્ક પહેરવાનો રહેશે. સરકારનું કહેવું છે કે ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો, સિનેમા હોલના પ્રતિનિધિઓ અને અન્ય સંબંધિત લોકો સાથે વિચાર વિમર્શ કરીને આ SOP જાહેર કરવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 15 ઓક્ટોબરથી સિનેમા હોલ ખોલવાની મંજૂરી આપી દીધી હતી. ત્યારબાદ સૂચના અને પ્રસારણ મંત્રાલયે ગૃહ મંત્રાલય સાથે મંત્રણા કરી આ SOP જાહેર કરી છે.

  કરવા પડશે અગત્યના 10 કામ

  1. સિનેમા હોલની અંદર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને માત્ર 50 ટકા સીટો પર જ દર્શક બેસી શકશે. એટલે કે એક સીટ છોડીને એક પર દર્શકને બેસાડવાની મંજૂરી હશે. ખાલી સીટ પર નિશાન લગાવવું અનિવાર્ય હશે.

  2. સિનેમા હોલની અંદર હાથ ધોવા અને સેનિટાઇઝરની વ્યવસ્થા કરવી પડશે.

  3. તમામ લોકોએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની સલાહ આપવામાં આવશે.

  4. દરેક દર્શકનું બોડી ટેમ્પરેચર માપવામાં આવશે.

  5. ટિકિટ વેચવા માટે વધુ કાઉન્ટર ખોલવામાં આવશે, પરંતુ ઓનલાઇન બુકિંગને વધુ પ્રોત્સાહન આપવામાં આવશે.

  આ પણ વાંચો, કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા સ્ટાર ક્રિકેટરનું નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ

  6. ખાવા-પીવાનો સામાન પેકિંગમાં જ મળશે અને તેના માટે પણ વધુ કાઉન્ટર ખોલવામાં આવશે.

  7. સિનેમા હોલના સ્ટાફની સુરક્ષાનું પણ પૂરું ધ્યાન રાખવામાં આવશે. તેમના માટે હાથના મોજા, પીપીઇ કિટ અને માસ્ક વગેરે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

  8. સિનેમા હોલને સંપૂર્ણપણે ડી-સેનિટાઇઝ કરવાની વ્યવસ્થા કરવામાં આવશે.

  આ પણ વાંચો, મોટા સમાચાર! હવે આવી ગયા ટ્રેક્ટરો માટે નવા નિયમ, ઓક્ટોબર 2021થી થશે લાગુ

  9. દરેક શૉ બાદ આવું કરવું જરૂરી રહેશે. હાલમાં હોલની અંદરનું તાપમાન પણ 24થી 30 ડીગ્રીની વચ્ચે રાખવામાં આવશે.

  10. સિંગલ સ્ક્રીન સિનેમા હોલમાં હવા અવર-જવરની વ્યવસ્થા કરવાની રહેશે. દરેક શૉની પહેલા અને ઇન્ટરવલમાં કોરોનાથી બચાવ માટે જરૂરી દિશા-નિર્દેશોની એક મિનિટની ફિલ્મ દર્શાવવામાં આવશે.
  Published by:Mrunal Bhojak
  First published: