Home /News /business /'MSMEમાં 14% વધી નોકરીઓ, અગામી 3 વર્ષમાં હજુ ઝડપી બનશે નોકરીઓના અવસર'

'MSMEમાં 14% વધી નોકરીઓ, અગામી 3 વર્ષમાં હજુ ઝડપી બનશે નોકરીઓના અવસર'

જો વાત કરવામાં આવે તો, મહારાષ્ટ્ર, ગુજરાત અને તેલંગણામાં સૌથી વધારે રોજગારના અવસર બન્યા

જો વાત કરવામાં આવે તો, મહારાષ્ટ્ર, ગુજરાત અને તેલંગણામાં સૌથી વધારે રોજગારના અવસર બન્યા

ગત ચાર વર્ષ દરમ્યાન એમએસએમઈ સેક્ટરમાં રોજગારના વધારે અવસર પેદા થયા છે. સીઆઈઆઈના સર્વે અનુસાર, ગત ચાર વર્ષમાં એમએસએમઈમાં 13.90 ટકા વધારે રોજગારના અવસર પેદા થયા છે. ઉદ્યોગ સંગઠન સીઆઈઆઈનું કહેવું છે કે, અગામી ત્રણ વર્ષ દરમ્યાન નોકરીઓના અવસરમાં વધારો થવાની આશા છે. એમએસએમઈ પર વ્યાજમાં બે ટકા છૂટ અને ટ્રેડ રિસવિવેબલ્સ ઈ-ડિસ્કાઉન્ટિંગ સિસ્ટમના કારણે આમાં ગ્રોથ આવશે. આથી એવામાં નોકરીઓના અવસર બનશે.

શું કહે છે સર્વે - સીઆઈઆઈ અનુસાર, એક લાખથી વધારે એમએસએમઈ કંપનીઓમાં 13.90 ટકા વધારે રોજગારના અવસર પેદા થયા. આંકડાઓમાં જોવામાં આવે તો, લગભગ 3,32,394 નવી નોકરીઓ મળી, જે જોબ ક્રિએશનના હિસાબે વાર્ષિક 3.3 ટકાનો વધારો દર્શાવે છે. સર્વેમાં 1,05,347 એમએસએમઈઆ ભાગ લીધો. સર્વે કહે છે કે, ગત ચાર વર્ષ દરમ્યાન નાના ઉદ્યોગ ધંધાએ સૌથી વધારે રોજગારના અવસર પેદા કર્યા અને અગામી ત્રણ વર્ષમાં પણ આવુ જ થવાની આશા છે.

ક્યાં મળશે સૌથી વધારે નોકરીઓ - સૌથી વધારે નોકરીઓ સર્વિસ સેક્ટરમાં મળી છે. જેમાં ખાસકરીને પર્યટન વિસ્તારમાં મળી છે. ત્યારબાદ કાપડ ઉદ્યોગ અને મેટલ પ્રોડક્ટ્સના વિસ્તારમાં નોકરીઓના અવસર બન્યા.

આ રાજ્યોમાં બન્યા સૌથી વધારે અવસર - જો વાત કરવામાં આવે તો, મહારાષ્ટ્ર, ગુજરાત અને તેલંગણામાં સૌથી વધારે રોજગારના અવસર બન્યા. જ્યારે એક્સપર્ટના મામલામાં મહારાષ્ટ્ર, તામિલનાડુ અને તેલંગણા ટોપ પર છે.

પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરતા લોકો એક થિંક ટેંકનો આંકડો બતાવે છે કે, માત્ર 2018માં 1.3 કરોડ લોકોને પોતાની નોકરીમાંથી હાથ ધોવો પડ્યો હતો. જ્યારે એનએસએસઓનો અધિકારીક આંકડો બતાવે છે કે, 2018માં બેરોજગારી દર પોતાના ઉચ્ચસ્તમ પર પહોંચી ગયો છે, જે ગત 46 વર્ષમાં સૌથી વધારે છે.
First published:

Tags: Created, Jobs, Jobs news, Msmes, Percent, Says, અધિક