લોન ડિફોલ્ટર્સના નામનો નથી કર્યો ખુલાસો, CICએ RBI ગવર્નરને મોકલી નોટિસ

News18 Gujarati
Updated: November 5, 2018, 7:34 AM IST
લોન ડિફોલ્ટર્સના નામનો નથી કર્યો ખુલાસો, CICએ  RBI ગવર્નરને મોકલી નોટિસ
ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલ (ફાઇલ તસવીર)

સૂચના આયુક્ત શ્રીધર આચાર્યુલૂએ કહ્યું કે, આયોગનું માનવું છે કે, આરટીઆઈ નીતિને લઈ જો આરબીઆઈ ગવર્નર અને ડે. ગવર્નર કહે છે અને તેમની વેબસાઈટ કહે છે તેમાં કોઈ મેળ નથી

  • Share this:
કેન્દ્રીય સૂચના આયોગ (CIC)એ સુપ્રીમકોર્ટના આદેશ બાદ પણ જીદ્દી ડિફોલ્ટર્સનું લીસ્ટ જાહેર ન કરવાને લઈ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાના ગવર્નર ઉર્જિત પટેલને કારણ દર્શક નોટિસ ફટકારી છે. આ સાથે CICએ પ્રધાનમંત્રી કાર્યાલય, નાણા મંત્રાલય અને આરબીઆઈને કહ્યું છે કે, બેડ લોન પર લખેલા પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનો પત્ર સાર્વજનિક કરવામાં આવે.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ, 50 કરોડથી વધારે જીદ્દી લોન ડિફોલ્ટર્સના નામોને જાહેર કરવાની આરબીઆઈએ ના પાડતા નારાજ થયેલા સીઆઈસીએ આ નોટિસ જાહેર કરી છે. આમાં સીઆઈસીએ ઉર્જિત પટેલને પુછ્યું છે કે, તત્કાલિન સૂચના આયુક્ત શૈલેશ ગાંધીના નિર્ણય બાદ આવેલા સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના કરવાના કારણે તમારા પર કેમ વધારેમાં વધારે પેનલ્ટી લગાવવામાં ન આવે? આ નોટિસનો જવાબ ઉર્જિત પટેલે 16 નવેમ્બર પહેલા આપવાનો છે.

સૂચના આયુક્ત શ્રીધર આચાર્યુલુએ કહ્યું કે, આ મામલામાં CPIOને સજા આપવાનો કોઈ ફાયદો નથી, કારણ કે, તેમણે ટોપ ઓથોરિટિઝના નિર્દેશો પર કામ કર્યું હતું. તેમણે કહ્યું કે, આયોગ આના માટે આરબીઆઈ ગવર્નરને જવાબદાર માને છે, અને તેના માટે તેમને નોટિસ મોકલવામાં આવી છે.

ઈસીએ નોટિસમાં આરબીઆઈ ગવર્નરના એક નિવેદનની પણ વાત કરી છે. 20 સપ્ટેમ્બરે આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલે સીવીસીમાં કહ્યું હતું કે, સતર્કતા પર સીવીસી તરફથી જાહેર કરવામાં આવેલા દિશા-નિર્દેશનો ઉદ્દેશ્ય વધારે પારદર્શિતા, સાર્વજનિક જીવનમાં ઈમાનદારી અને સત્યનિષ્ઠાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો છે.

સૂચના આયુક્ત શ્રીધર આચાર્યુલૂએ કહ્યું કે, આયોગનું માનવું છે કે, આરટીઆઈ નીતિને લઈ જો આરબીઆઈ ગવર્નર અને ડે. ગવર્નર કહે છે અને તેમની વેબસાઈટ કહે છે તેમાં કોઈ મેળ નથી. જયંતીલાલ મામલામાં સીઆઈસીના આદેશની સુપ્રીમકોર્ટ તરફથી પુષ્ટી કર્યા બાદ પણ સતર્કતા રિપોર્ટ અને નિરિક્ષણ રિપોર્ટમાં ખુબ ગોપનિયતા રાખવામાં આવી રહી છે.

તેમણે કહ્યું કે, આ અવજ્ઞા માટે સીપીઆઈઓને દંડિત કરવાથી કોઈ ઉદ્દેશ્યની પૂર્તી નહી થાય, કારણ કે તેમણે શીર્ષ પ્રાધિકારિયોના નિર્દેશ પર કાર્ય કર્યું છે. આચાર્યુલૂએ કહ્યું કે, આયોગ ગવર્નરને ડીમ્ડ પીઆઈઓ માને છે, જે ખુલાસો નહી કરવા અને સુપ્રીમકોર્ટ અને સીઆઈસીના આદેશોને નહી માનવા માટે જવાબદાર છે.
First published: November 4, 2018, 11:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading