Home /News /business /CIBIL સ્કોર સારો ન હોય તો પણ મેળવી શકો છો પર્સનલ લોન, આ છે 5 રીતો!

CIBIL સ્કોર સારો ન હોય તો પણ મેળવી શકો છો પર્સનલ લોન, આ છે 5 રીતો!

પ્રતિકાત્મક તસવીર

તમે લોન માટે અરજી કરો ત્યારે મોટાભાગની બેંકો અને NBFC તમારા ક્રેડિટ સ્કોર અને રિપોર્ટ CIBIL પાસેથી મેળવી શકે છે.

દિલ્હી: ક્રેડિટ સ્કોરને સામાન્ય ભાષામાં CIBIL સ્કોર પણ કહેવાય છે. CIBIL તમારી ક્રેડિટ એટલે કે લોન મેળવવાની લાયકાત નક્કી કરે છે. તમે પર્સનલ લોન અથવા ક્રેડિટ કાર્ડની બાકી રકમ ચૂકવવા કેટલા સક્ષમ છો તે જણાવતું ઇન્ડિકેટર છે. 700થી ઉપરનો CIBIL સ્કોર સામાન્ય રીતે સારો માનવામાં આવે છે. તમારો સ્કોર જેટલો ઊંચો છે, તમારી પર્સનલ લોનની અરજી મંજૂર થવાની શક્યતા એટલી જ વધારે છે.

તમે લોન માટે અરજી કરો ત્યારે મોટાભાગની બેંકો અને NBFC તમારા ક્રેડિટ સ્કોર અને રિપોર્ટ CIBIL પાસેથી મેળવી શકે છે. ધિરાણકર્તા તમારી પાત્રતા નક્કી કર્યા પછી તમારી અરજીને મંજૂર કરી શકે છે અને ઓછા CIBIL સ્કોરના કિસ્સામાં તેઓ અરજી રદ પણ કરી શકે છે. પરંતુ, જો તમારો ક્રેડિટ સ્કોર ઓછો કે નબળો હોય અને ઇમર્જન્સીમાં તમને લોનની જરૂર હોય તો શું? અથવા જો તમે નવા ક્રેડિટ ગ્રાહક હોવ અને તમારી પાસે ક્રેડિટ સ્કોર જ ન હોય તો તમે કેવી રીતે લોન મેળવશો?તો ચિંતા કરવા જેવું નથી. કારણકે એવી કેટલીક રીતો છે જેના દ્વારા તમે ઓછા ક્રેડિટ સ્કોર સાથે પણ લોન મેળવવાનો પ્રયાસ કરી શકો છો.

NBFC અથવા Fintech સંસ્થાઓમાં કરો અરજી કરો

તમારો CIBIL સ્કોર ઓછો હોય તો તમે NBFCs અથવા fintech ધિરાણકર્તાઓને લોન માટે અરજી કરી શકો છો. NBFCs અને fintech ધિરાણકર્તાઓએ ઓછા ક્રેડિટ સ્કોર્સ ધરાવતા ગ્રાહકો માટે તેમની પોલિસીમાં રાહત આપી છે. જો કે, તેમના દ્વારા વસૂલવામાં આવતા વ્યાજ દરો સામાન્ય રીતે બેંકો દ્વારા ઓફર કરવામાં આવતા વ વ્યાજદર કરતા વધારે હોય છે.

અહીં ઉલ્લેખનિય છે કે, જો તમે બેંકમાં અરજી કરો છો અને અરજી નકારી કાઢવામાં આવે તો તે CIBIL સ્કોરને વધુ ડાઉનગ્રેડ કરી શકે છે.

આ પણ વાંચો: એક રૂમ અને શેયર્ડ લેન્ડલાઇન ફોન, RIL AGMમાં મુકેશ અંબાણીએ 45 વર્ષ જૂની ઓફિસને યાદ કરી

Co -applicant સાથે અરજી કરો

પર્સનલ લોનની અરજીમાં સહ-અરજદાર (Co-applicant) તરીકે યોગ્ય ક્રેડિટ હિસ્ટ્રી ધરાવટી કોઈ વ્યક્તિ, પતિ-પત્ની કે કુટુંબના સભ્ય જે કમાતા હોય તેમને ઉમેરવાથી ધિરાણકર્તા માટે નાણાં ધિરાણનું જોખમ ઘટે છે. આનું કારણ એ છે કે તમારા સહ-અરજદાર પણ લોનની ચુકવણી માટે સમાન રીતે જવાબદાર હોય છે.

નાની લોન પસંદ કરો

ધિરાણકર્તા ઓછા ક્રેડિટ સ્કોર ધરાવતી વ્યક્તિને લોન આપવા માટે તૈયારી બતાવશે નહીં, તેથી તમે જે તે સમય માટે નાની લોન પણ લઈ શકો છો. જેથી કરીને તેને ચૂકવવામાં સરળતા રહે અને આ પ્રક્રિયામાં તમારી ક્રેડિબિલિટી પણ મજબૂત બને. તમે તેની સાથે તમારી ક્રેડિબિલિટી બનાવી લો છો, પછી તમે બેંક અથવા અન્ય કોઈપણ નાણાકીય સંસ્થા પાસેથી મોટી લોન માટે અરજી કરી શકો છો.

સિક્યોર લોન માટે અરજી કરો

કેટલીક બેંકો અને નાણાકીય સંસ્થાઓ ઓછા ક્રેડિટ સ્કોર ધરાવતા ધારકોને લોન આપે છે. જોકે, સિક્યોર લોનના કિસ્સામાં આવું બને છે. જેમને લોનની તાત્કાલિક જરૂરિયાત હોય તેઓ ગોલ્ડ લોન, પ્રોપર્ટી સામે લોન અથવા સિક્યોરિટીઝ સામે લોન જેવા વિકલ્પો પર વિચાર કરી શકે છે, જ્યાં ધિરાણકર્તા ક્રેડિટ સ્કોરને નિર્ણય લેવા માટે પ્રમાણમાં ઓછો ધ્યાનમાં લે છે. આ કિસ્સામાં સામાન્ય રીતે ધિરાણકર્તાઓ દ્વારા સિક્યોર લોન માટે કોલેટરલ તરીકે લોન મંજુર કરવામાં આવે છે.

ગેરંટરની મદદ લો

જો તમે ડિફોલ્ટર બનો છો, તો લોનની ચુકવણીની જવાબદારી ગેરેંટર પર છે. આમ, સારા ક્રેડિટ સ્કોર ધરાવતી વ્યક્તિ તમારા તરફથી બાયંધરી આપનાર (Guarantor) બની શકે તો એ પણ ઉકેલ હોઈ શકે છે.
First published:

Tags: Bank loan, Business New, Personal loan

विज्ञापन
विज्ञापन