બીજિંગઃ ચીની અબજપતિ અને એશિયાના જેફ બેઝોઝ તરીકે ઓળખાતા જૈક મા (Chinese tech billionaire Jack Ma) લગભગ બે મહિનાથી કોઈ પણ સાર્વજનિક કાર્યક્રમમાં જોવા નથી મળતા. રિપોર્ટ્સ મુજબ, ચીની સરકાર અને ખાસ કરીને રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ (President Xi Jinping)ની નારાજગી બાદથી જ જૈક માનો કારોબાર નિશાના પર છે. આ ઉપરાંત જૈક મા સાર્વજનિક કાર્યક્રમોમાં આવવાનું ટાળી રહ્યા છે. જૈક માથી પહેલા પણ ચીની અબજપતિ આવી જ રીતે કોમ્યુનિસ્ટ પાર્ટી કે સરકારના નિશાન પર આવી ચૂક્યા છે. જૈક માના આ પ્રકારના ગાયબ થયા બાદ અનેક પ્રકારની આશંકાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ANT ગ્રુપના ફાઉન્ડર ચીનના સૌથી અમીર લોકો પૈકી એક જૈક મા અલીબાબા (Alibaba)ના પણ ફાઉન્ડર છે.
ડેઇલી મેલના રિપોર્ટ મુજબ, જૈક મા ચીનમાં અનેકવાર સાર્વજનિક કાર્યક્રમોમાં વક્તા તરીકે હાજરી આપતા હોય છે અને પોતાના મોટિવેશનલ ભાષણો માટે પણ યુવાઓમાં ઘણા લોકપ્રિય છે. જૈક માએ ગત વર્ષે ઓક્ટોબરમાં ચીનની સરકારી બેંકો પર વ્યાજખોર જેવો વ્યવહાર કરવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે માત્ર બેંકો માત્ર એ લોકોને જ લોન આપે છે જે બદલમાં કંઈક ગિરવે મૂકે છે.
આ પણ વાંચો, ફ્યૂચર ગ્રુપના ચીફ કિશોર બિયાણીએ કહ્યુ- 8 વાર આજીજી કરવા છતાંય અમેઝોને અમારી મદદ નહોતી કરી
જૈક માએ ચીનના બેજિંગ સિસ્ટમની ટીકા કરતાં તેને જૂની કરાર કરી હતી. ત્યારબાદ તેઓ ટીકાકારોના ઘેરામાં આવી ગયા હતા. અહેવાલો મુજબ, જૈક માના આ મંતવ્ય પર કોમ્યુનિસ્ટ પાર્ટી અને સરકારના અધિકારીઓએ વાંધો ઉઠાવ્યો હતો. આ દરમિયાન દુનિયાની સૌથી મોટી 37 બિલિયન ડૉલરના Ant Groupનો આઇપીઓ (initial public offering)ને પણ જિનપિંગના આદેશ બાદ ટાળી દેવમાં આવ્યો હતો.
અનેક કાર્યક્રમોથી નામ થયું ગાયબ
રિપોર્ટ મુજબ, જૈક મા છેલ્લા બે મહિનામાં અનેક કાર્યક્રમોમાં સામેલ થવાના હતા પરંતુ છેલ્લી ઘડીએ તેમનું નામ ગેસ્ટ કે સ્પીકરની યાદીમાંથી હટાવી દેવામાં આવ્યું. થોડા દિવસો પહેલા જાણીતા ટીવી શો Den-style TV show Africa's Business Heroesથી પણ અચાનક જ જૈક માનું નામ હટાવી દેવામાં આવ્યું. ત્યાં સુધી કે શોના પોસ્ટરથી પણ તેમની તસવીર હટાવી દેવામાં આવી.
આ પણ વાંચો, ઈન્ડિયન રેલવે આપી રહી છે કમાણીની તક, શરૂ કરો આ બિઝનેસ અને થઈ જાઓ માલામાલ!
ઉલ્લેખનીય છે કે, આ શોને પ્રોડ્યૂસ કરનારી કંપની જૈક માની જ છે અને તેમને જ શોથી બહાર થવું પડ્યું છે. આ ઉપરાંત અનેક યુનિવર્સિટી અને અન્ય સ્થળોએ વક્તા તરીકે તમના કાર્યક્રમમાં આવવાની જાહેરાત તો કરવામાં આવી હતી પરંતુ છેલ્લી ઘડીએ તેમનું નામ જ હટાવી દેવામાં આવ્યું.
80 હજાર કરોડ રૂપિયાનો લાગ્યો ઝટકો!
જૈક મા માટે વર્ષ 2020ના અંતિમ મહિનાઓ નુકસાનકારક રહ્યા છે. અલીબાબાના કો-ફાઉન્ડર જૈક માને ઓક્ટોકબરના અંતથી લગભગ 11 અબજ ડૉલરનો ઝટકો લાગ્યો છે. ભારતીય કરન્સીમાં આ રકમ 80 હજાર કરોડ રૂપિયાથી પણ વધુ છે.