ટ્રમ્પની જાહેરાતઃ ચીનથી પરત લેશે અબજો ડૉલરનું પેન્શન ફંડ, બરબાદ થઈ જશે સ્ટૉક માર્કેટ

News18 Gujarati
Updated: May 15, 2020, 1:28 PM IST
ટ્રમ્પની જાહેરાતઃ ચીનથી પરત લેશે અબજો ડૉલરનું પેન્શન ફંડ, બરબાદ થઈ જશે સ્ટૉક માર્કેટ
અમેરિકાના રાષ્ર્8પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (ફાઇલ તસવીર)

અમેરિકાએ ચીનમાંથી અબજો ડૉલરના અમેરિકન પેન્શન ફંડ રોકાણ પરત લેવાની પ્રક્રિયા પર કામ શરૂ કરી દીધું છે

  • Share this:
વોશિંગટનઃ અમેરિકા (US)ના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ ચીન (China)ની વિરુદ્ધ કડક પગલાં ભરતા ચીનના સ્ટૉક માર્કેટથી અબજો ડૉલરના અમેરિકન પેન્શન રોકાણ (US Pension Fund)ને પરત લેવાની જાહેરાત કરી દીધી છે. ટ્રમ્પે પુષ્ટિ કરી છે કે તેના પ્રશાસને ચીનથી અબજો ડૉલરના અમેરિકન પેન્શન ફંડ રોકાણ પરત લેવાની પ્રક્રિયા પર કામ શરૂ કરી દીધું છે. ટ્રમ્પના આ પગલાથી ચીનના સ્ટૉક માર્કેટ (Stock Market)ને ભારે નુકસાન થઈ શકે છે.

આ પહેલા અમેરિકાએ ચીન પર બૌદ્ધિક સંપદા અને અનુસંધાન કાર્ય સાથે જોડાયેલી જાણકારીઓ ચોરવાનો પણ આરોપ લગાવ્યો હતો. ફોક્સ બિઝનેસ ન્યૂઝ પર જ્યારે ટ્રમ્પ સાથે આ અહેવાલો વિશે પૂછવામાં આવ્યું કે અમેરિકાએ ચીની રોકાણથી અબજો ડૉલરના અમેરિકન પેન્શન ફંડ ઉપાડ્યા છે, તો રાષ્ટ્રપ્રમુખે કહ્યું કે, અબજો ડૉલર, અબજો...હા, હું તેને પરત લઈ લીધા.

આ પણ વાંચો, મોદી સરકારે કોરોનાની વેક્સીન માટે PM CARES ફંડમાંથી 100 કરોડ રૂપિયા ફાળવ્યા

એક અન્ય સવાલમાં રાષ્ટ્રપ્રમુખને પૂછવામાં આવ્યું કે શું તેઓ અમેરિકન શૅર બજારમાં સૂચિબદ્ધ થવા માટે ચીની કંપનીઓને તમામ શરતોનું પાલન કરવા માટે મજબૂર કરશે? ટ્રમ્પે કહ્યું કે, અમે આ મામલા પર સતત નજર રાખી રહ્યા છીએ. આ ખૂબ આશ્ચર્યજનક છે, પરંતુ આ મામલે એક સમસ્યા છે, માની લો કે અમે આવું (શરતોનું પાલન કરવા માટે મજબૂર) કરીએ તો ઠીક છે? તો પછી તેઓ શું કરશે? તેઓ લંડન કે કોઈ અન્ય સ્થાન પર તેને સૂચિબદ્ધ કરાવવા માંગશે.

કમાણીનો ભાગ નથી આપતી ચીની કંપનીઓ

આરોપ છે કે અલીબાબા જેવી ચીની કંપનીઓને ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જમાં સૂચિબદ્ધ કરવામાં આવી છે, પરંતુ તે રીતે કમાણીની જાણકારી આપતા નથી, જે રીતે કોઈ અમેરિકન કંપની કરે છે. આ દરમિયાન, કેટલાક ન્યૂઝ રિપોર્ટ મુજબ, ચીન તે અમેરિકન સાંસદોની વિરુદ્ધ કાર્યવાહી કરવાનો વિચાર કરી રહ્યું છે, જેઓએ કોરોના વાયરસ પ્રકોપને ઉકેલવામાં બેદરકારી રાખવાને લઈ ચીનની વિરુદ્ધ પ્રતિબંધ લગાવવાની માંગ સંબંધી પ્રસ્તાવ સીનેટમાં રજૂ કર્યો છે. કોરોના વાયરસના પ્રકોપ બાદ અમેરિકા અને ચીનના સંબંધ બગડી ગયા છે. અમેરિકાએ કોરોના વાયરસનો સામનો કરવામાં ચીનના વલણ પર નિરાશા વ્યક્ત કરી છે. કોરોના વાયરસ અત્યાર સુધી અમેરિકામાં 80,000થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યા છે.

આ પણ વાંચો, દીકરાને હતો કોરોના સંક્રમણનો ખતરો, ફુટબોલર પિતાએ ગળું દબાવી કરી હત્યા


First published: May 15, 2020, 1:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading