Home /News /business /

ચીનની મોબાઇલ કંપની Huawei પર ટેક્સ ચોરીનો આરોપ, ઇન્કમ ટેક્સ વિભાગે પકડી 400 કરોડ રૂપિયાની ચોરી

ચીનની મોબાઇલ કંપની Huawei પર ટેક્સ ચોરીનો આરોપ, ઇન્કમ ટેક્સ વિભાગે પકડી 400 કરોડ રૂપિયાની ચોરી

હુવાવે કંપની પર ટેક્સ ચોરીની આરોપ.

Huawei Tax Evasion : ભારત સરકારે 5G સર્વિસિસના ટ્રાયલમાં ચાઈનીઝ કંપની હુવાવેને બહાર રાખી છે. જોકે, ભારતીય કંપનીઓને હુવાને તેમજ ZTE જેવી ચાઇનીઝ કંપનીઓ પાસેથી ટેલીકૉમ ગીયર ખરીદવાની પરવાનગી આપવામાં આવી છે.

    નવી દિલ્હી: ઇન્કમ ટેક્સ વિભાગે (Income Tax department) ચીનની ટેલીકૉમ કંપની હુવાવે (Huawai)ની ટેક્સ ચોરી પકડી પાડી છે. આ અંગે જાણકારી રાખતા સૂત્રેએ જણાવ્યું કે, કંપનીએ પોતાના વહીખાતાઓમાં ગોલમાલ કરીને ટેક્સની ચોરી કરી છે. CBDT (Central Board of Direct Taxes) તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ 15મી ફેબ્રુઆરીના રોજ ટેલીકૉમ કંપનીની ઑફિસ પર દરોડો કર્યો હતો. કંપનીની ઑફિસ ઉપરાંત કંપનીના મોટા અધિકારીઓના ઘરે પણ દરોડાં કરવામાં આવ્યાં હતાં. CBDT ના મતે આ કંપની ટેલીકૉમ પ્રૉડક્ટના ડિસ્ટ્રિ્બ્યુશન ઉપરાંત કેપ્ટિવ સૉફ્ટવેર ડેવલપમેન્ટ સેવા પણ આપે છે. બાદમાં સૂત્રોએ આ કંપનીની ઓળખ હુવાવે (Huawai) તરીકે કરી હતી. ઉલ્લેખનીય છે કે ભારત સરકારે 5G સર્વિસિસના ટ્રાયલમાં ચાઈનીઝ કંપની હુવાવેને બહાર રાખી છે. આ ઉપરાંત જો અન્ય કોઈ કંપની તેની સાથે કરાર કરે છે તો તેમણે સરકારની મંજૂરી લેવી પડશે.

    CBDT નો આરોપ છે કે કંપનીએ પોતાના ખાતામાં હેરાફેરી કરી હતી, જેના પગલે ભારતમાં ઓછો ટેક્સ ચૂકવવો પડે. કંપનીએ વોરંટી પ્રોવિઝનિંગ, શંકાસ્પદ લોન અને પોતાનું ફંડ એડવાન્સ તરીકે બતાવ્યું હતું, જેનાથી કરપાત્ર આવક ઓછી થાય. કંપનીએ આ રીતે 400 કરોડ રૂપિયાથી વધારે ટેક્સ ચોરી કરી હતી.

    હુવાવે તરફથી કોઈ પ્રતિક્રિયા ન મળી

    CBDTનું એવું પણ કહેવું છે કે તપાસ દરમિયાન કંપની એવા કોઈ પુરાવા રજૂ કરી શકી ન હતી જેનાથી તેનો દાવો યોગ્ય માની શકાય. જોકે, આ મામલે હુવાવે તરફથી કોઈ જ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

    આવકવેરાના દરોડાં દરમિયાન કંપનીએ કહ્યું હતું કે, તે ભારતીય કાયદાનું સંપૂર્ણ રીતે પાલન કરે છે. કંપનીએ કહ્યું કે, તે સરકારી વિભાગનો સંપર્ક કરશે અને આ મામલે સંપૂર્ણ સહકાર આપશે.

    CBDT એ કંપની વિરુદ્ધ અનેક આક્ષેપ લગાવ્યા છે. જેમાં ભારત બહાર સંબંધિત પાર્ટીઓને ટેક્નિકલ સર્વિસિસ આપવાના બદલામાં પેમેન્ટને વધારીને બતાવવામાં આવ્યું છે.

    આ પણ વાંચો: આ પાંચ સ્ટૉકે ફક્ત એક જ મહિનામાં રોકાણકારોના પૈસા ડબલ કરી દીધા

    5G ટ્રાયલમાંથી કંપની બહાર

    ભારત સરકારે 5G સર્વિસિસના ટ્રાયલમાં ચાઈનીઝ કંપની હુવાવેને બહાર રાખી છે. જોકે, ભારતીય કંપનીઓને હુવાને તેમજ ZTE જેવી ચાઇનીઝ કંપનીઓ પાસેથી ટેલીકૉમ ગીયર ખરીદવાની પરવાનગી આપવામાં આવી છે. જો કોઈ ભારતીય કંપની આ કંપનીઓ સાથે કોઈ ડીલ કરે છે તે તેમણે પહેલા ભારત સરકારની મંજૂરી લેવી પડશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Telecom, આયકર વિભાગ, ચીન, મોબાઇલ

    આગામી સમાચાર