Home /News /business /China Economy: કોરોનાના ઓછાયા વચ્ચે ચીનમાં ફરી લોકડાઉનની શક્યતા, 15 દિવસથી શેર બજારમાં મંદી

China Economy: કોરોનાના ઓછાયા વચ્ચે ચીનમાં ફરી લોકડાઉનની શક્યતા, 15 દિવસથી શેર બજારમાં મંદી

ચીન સ્ટોક માર્કેટ (Shutterstock તસવીર)

China Stock Market: ચીનનો હેંગસેંગ ચાઇના એન્ટરપ્રાઇઝ ઇન્ડેક્સ 28 જૂનથી લગભગ નવ ટકા તૂટ્યો છે. આવી સ્થિતિમાં કોરોનાના કેસ વધશે તો આર્થિક ગતિવિધિઓ ફરીથી ઠપ્પ થઈ જશે તેવો ડર રોકાણકારોને છે.

    નવી દિલ્હી: અત્યારે દુનિયાના ઘણા દેશોમાં કોરોનાની ઝડપી રિકવરી ચાલી રહી છે, પણ અર્થતંત્રને મોંઘવારી ઉઘઈની જેમ ખોખલું કરે છે. તેવામાં હવે 2019માં કોરોનાના ઉદ્દભવ સ્થાન ચીનમાં ફરી વાયરસ (China coronavirus)નો ઓછાયો પ્રસરી રહ્યો છે. દુનિયાથી તદ્દન વિપરીત ચીને વ્યાજદરમાં ઘટાડો કરીને અર્થતંત્રને સપોર્ટ આપવાની નોબત આવી ગઈ છે. વિશ્વની બીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીન ફરી એકવાર સંકટમાં છે. મીડિયા રિપોર્ટ અનુસાર ચીનના ફાઈનાન્શિયલ માર્કેટ (China financial Market)માં અર્થવ્યવસ્થાની મંદીના પ્રતિબિંબ દેખાઈ રહ્યાં છે. કોરોનાના વધતા જતા કેસ દેશની અર્થવ્યવસ્થા (China economy) માટે ખતરો બની રહ્યા છે. કોરોના સંક્રમણના વધતા પ્રકોપને રોકવા માટે લોકડાઉનનો આશરો લેવામાં આવશે તો તેનાથી અર્થવ્યવસ્થા માટે ફરી એક વખત મુશ્કેલી ઊભી થઈ શકે છે. નોંધપાત્ર વાત એ છે કે, છેલ્લા 15 દિવસમાં ચીની શેરબજાર ભયંકર રીતે તૂટ્યું છે.

    કોરોનાનો વધતો ડર


    ચીનનો હેંગસેંગ ચાઇના એન્ટરપ્રાઇઝ ઇન્ડેક્સ 28 જૂનથી લગભગ નવ ટકા તૂટ્યો છે. આવી સ્થિતિમાં કોરોનાના કેસ વધશે તો આર્થિક ગતિવિધિઓ ફરીથી ઠપ્પ થઈ જશે તેવો ડર રોકાણકારોને છે. કોરોનાના ભયનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ચીનનું સ્ટીલ હબ ગણાતું એક શહેર સંક્રમણનો એક કેસ સામે આવતાં જ ત્રણ દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યું છે.

    આ પણ વાંચો: 2.5 લાખથી ઓછી આવક હોય તો ITR ફાઇલ કરવું કે નહીં?

    રિપોર્ટમાં એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે, ચીનમાં કોરોનાનો પ્રકોપ વધશે તો ફરીથી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી શકે છે, જેના કારણે કારખાનાઓમાં ઉત્પાદન અટકી જવાનો ભય છે. આ સાથે જ તેની અસર બાંધકામની કામગીરી પર પણ પડશે.

    દેવાનો સામનો કરી રહેલી ચીનની કન્સ્ટ્રક્શન કંપનીઓ પહેલાથી જ મુશ્કેલીઓનો સામનો કરી રહી છે અને લોકડાઉન તેમના પાટે પડતા પર પાટું સમાન હશે. Evergrande Group સહિતની અનેક રિયલ્ટી કંપનીઓ ફરી લોન પર ડિફોલ્ટ કરી શકે છે. ચીનનું મેટલ બજાર પણ ધરાશાયી થઈ રહ્યું હોવાથી આયર્ન ઓર. આર્યન ઓરના શેરની કિંમત સાત મહિનાની નીચી સપાટીએ પહોંચી ગઈ છે.

    આ પણ વાંચો: ફ્રી સિલાઇ મશિન મેળવવા આવી રીતે કરો અરજી

    આર્થિક વૃદ્ધિ પર બ્રેક


    અર્થવ્યવસ્થામાં મંદીનો બીજો સંકેત શુક્રવારના રોજ જાહેર કરવામાં આવેલા આર્થિક વિકાસના આંકડા આપી રહ્યાં છે. આમાં બીજા ક્વાર્ટરમાં ચીનનો આર્થિક વિકાસ માત્ર 1.2 ટકા રહેવાની આશંકા વ્યકત કરાઈ છે. બીજા શબ્દોમાં કહીએ તો અર્થવ્યવસ્થા સાથે જોડાયેલા સંકેતો એ વાતની સાક્ષી આપી રહ્યા છે કે વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થામાં ઘટાડાનો દોર શરૂ થઈ ગયો છે. જોકે સરકાર આશાવાદી છે કે તે માને છે કે તે 5.5 ટકા વૃદ્ધિનો લક્ષ્યાંક હાંસલ કરી શકશે.
    First published:

    Tags: Coronavirus, COVID-19, Stock market, ચીન

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો