ચીને અમેરિકાને છોડ્યું પાછળ, બન્યું ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર

ચીને અમેરિકાને છોડ્યું પાછળ, બન્યું ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર

ભારત અને ચીન વચ્ચે તંગ પરિસ્થિતિ હોવા છતાં ચીન ફરી એકવાર 2020માં ભારતના સૌથી મોટા વેપાર ભાગીદાર તરીકે ઉભરી આવ્યું છે

 • Share this:
  નવી દિલ્હી : ભારત અને ચીન વચ્ચે તંગ પરિસ્થિતિ હોવા છતાં ચીન ફરી એકવાર 2020માં ભારતના સૌથી મોટા વેપાર ભાગીદાર તરીકે ઉભરી આવ્યું છે. ભારતના વાણિજ્ય મંત્રાલયના કામચલાઉ આંકડા મુજબ, ગત વર્ષે ભારત અને ચીન વચ્ચે દ્વિપક્ષીય વેપાર 77.7 અબજ ડોલર રહ્યો હતો, જોકે તે વર્ષ 2019ની સરખામણીએ ઓછો છે. વર્ષ 2019માં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર 85.5 અબજ ડોલર રહ્યો હતો. રોગચાળાને કારણે માંગમાં ઘટાડો થવાથી વર્ષ 2020માં ભારત અને યુએસ વચ્ચેનો વેપાર 75.9 અબજ ડોલર હતો.

  ચીન સાથે ભારતના દ્વિપક્ષીય વેપાર ખાધ 40 અબજ ડોલર રહી- ગયા વર્ષે સીમા તણાવના કારણે મોદી સરકારે ચીનની અનેક એપ્લિકેશનો સહિત ચીન પરની નિર્ભરતા ઘટાડવા માટે રોકાણ માટેની મંજૂરી ઓછી કરી હતી. આ સમય દરમિયાન સરકારે આત્મનિર્ભર ભારત પર ઘણો ભાર આપ્યો હતો. તેમ છતાં ભારત ચીનથી બનાવેલી ભારે મશીનરી, ટેલિકમ્યુનિકેશન્સ ઉપકરણો અને ઘરેલુ સાધનોની આયાત પર મોટા પ્રમાણમાં નિર્ભર છે. જેના કારણે ચીન સાથે ભારતની દ્વિપક્ષીય ખાધ આશરે 40 અબજ ડોલરની હતી. જે કોઈપણ દેશ સાથે ભારતની સૌથી મોટી વેપાર ખાધ છે.

  આ પણ વાંચો - સમાજવાદી પાર્ટીના નેતાએ 2 લીટર પેટ્રોલ આપીને પુત્રીનું કન્યાદાન કર્યું

  અમેરિકા અને યુએઈ રહ્યા બીજા અને ત્રીજા મુખ્ય ભાગીદારો - 2020માં ભારતની ચીનથી કુલ આયાત 58.7 અબજ ડોલર હતી. જે અમેરિકા અને યુએઈ તરફથી સંયુક્ત આયાત કરતા વધારે છે. અમેરિકા અને યુએઈ અનુક્રમે ભારતનો બીજો અને ત્રીજો સૌથી મોટો વેપાર ભાગીદાર છે. કોરોના દરમિયાન માંગ વચ્ચે ભારતે તેના એશિયન પાડોશી દેશની આયાત ઘટાડવા માટે અનેક પગલાં લીધાં છે. જ્યારે તેની નિકાસ 2019ની તુલનામાં 11 ટકા વધીને 19 અબજ ડોલર થઈ છે.

  કોરોના રોગચાળાથી ડગમગી ચીનની અર્થવ્યવસ્થા - જોકે કોરોના રોગચાળાને કારણે ચીનનું અર્થતંત્ર પ્રથમ ક્વાર્ટરમાં બગડ્યું હતું. આર્થિક પરિસ્થિતિમાં સુધારો થતાં યુરોપિયન યુનિયનના માલની માંગ વર્ષના અંતમાં વધી. વર્ષ 2020માં મોટી વૈશ્વિક અર્થવ્યવસ્થાઓમાં ચીન એકમાત્ર દેશ હતો, જ્યાં આર્થિક વિકાસ જોવા મળ્યો હતો. આ દરમિયાન તબીબી ઉપકરણો અને ઇલેક્ટ્રોનિક્સની વિશાળ માંગને કારણે યુરોપમાં ચીનની નિકાસને પણ ફાયદો થયો હતો.
  Published by:Ashish Goyal
  First published: