કંપનીએ બોનસ આપવા બનાવ્યો રૂ. 3 ખરબનો પહાડ, દરેક કર્મીને મળશે 5 લાખથી વધુ

News18 Gujarati
Updated: January 24, 2019, 7:49 AM IST
કંપનીએ બોનસ આપવા બનાવ્યો રૂ. 3 ખરબનો પહાડ, દરેક કર્મીને મળશે 5 લાખથી વધુ
China, Bonus, Money, Mountain,

ચીનના નવા વર્ષના અવસરે કંપનીએ કર્મચારીઓને બોનસ આપવા માટે ચીનની કરન્સીનો પહાડ બનાવી દીધો

  • Share this:
ચીનની કંપનીઓ અનેક વાર ન્યૂઝમાં રહે છે. ક્યારેક કર્મચારીઓને સજા આપીને તો ક્યારેક કર્મચારીઓને બોનસ આપવાના મામલામાં. કંઈક આવું જ આ વખતે પણ થયું છે. ચીનના અખબાર Shanghaiist અનુસાર એક કંપનીએ પોતાના પાંચ હજાર કર્મચારીઓને 44 મિલિયન ડોલર એટલે કે 3,13,87,40,000 રૂપિયા બોનસ આપવાનો નિર્ણય કર્યો છે. એવામાં કંપનીના કર્મચારીને 8000 ડોલર એટલે કે 5,70,760 રૂપિયાનું બોનસ મળશે.

ચીનના જિયાંગસૂ પ્રાંત સ્થિત નાનચાંગમાં એક સ્ટીલ પ્લાન્ટની કંપનીએ કર્મચારીને બોનસ આપવાનો નિર્ણય કર્યો છે. ચીનના નવા વર્ષના અવસરે કંપનીએ કર્મચારીઓને બોનસ આપવા માટે ચીનની કરન્સીનો પહાડ બનાવી દીધો.

ઉલ્લેખનીય છે કે, ચીનમાં વર્ષના અંતમાં કર્મચારીઓને બોનસ આપવાની એક પરંપરા છે. તેનાથી કંપનીઓ કર્મચારીઓને નવા વર્ષની શરૂઆત પહેલા માનસિક અને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો પ્રયાસમાં રહે છે. આ બોનસ દ્વારા કર્મચારીઓનું મોરલ બૂસ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે જેથી તે ખુશ મિજાજથી કંપનીમાં કામ કરે.

આ પણ વાંચો, ITની ચેતવણી, 21 દિવસમાં રિટર્ન નહીં ભરો તો થશે કાયદાકીય કાર્યવાહી

જોકે, આવું પહેલી વાર નથી થયું કે જ્યારે કોઈ કંપનીએ આટલું બોનસ આપ્યું હોય. ગયા વર્ષે ચીનની કંપનીએ એક ગેમ શો દ્વારા કર્મચારીઓને ઘણું બોનસ આપ્યું હતું.

First published: January 23, 2019, 5:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading