India-China Tension : સીમા વિવાદ વચ્ચે ચીન ભારતથી મોટા પ્રમાણમાં ખરીદી રહ્યું છે સ્ટીલ, આ છે કારણ

India-China Tension : સીમા વિવાદ વચ્ચે ચીન ભારતથી મોટા પ્રમાણમાં ખરીદી રહ્યું છે સ્ટીલ, આ છે કારણ
પ્રતિકાત્મક તસવીર

ચીને ભારતથી જે પ્રકારના સ્ટીલની નિકાસ કરી છે તેમાં સ્ટીલ બનાવતી પાઈપો, ઓટોમોબાઈલ પાર્ટ્સ, એન્જિનિયરિંગ અને લશ્કરી સાધનોનો સમાવેશ થાય છે.એક તરફ જ્યાં લદાખ ક્ષેત્રમાં ભારત અને ચીન વચ્ચેના તણાવ ભરેલી સ્થિતિ ચાલી રહી છે ત્યારે ચીન આટલી મોટી માત્રામાં ભારતીયથી સ્ટીલની ખરીદી કરી રહ્યું છે

  • Share this:
    ભારત અને ચીન (India-China Tension) વચ્ચે લદાખ ક્ષેત્રમાં તણાવ ભરેલી સ્થિતિ અને ગતિરોધ હજી પણ ચાલું છે. સીમા વિવાદ (Indo china faceoff) પછી જ્યાં ભારતે ચીન પર આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે. ત્યાં જ બીજી તરફ આ તમામ વાતોને વચ્ચે ચીન (China) ભારતમાંથી મોટા પ્રમાણમાં સ્ટીલની ખરીદી કરી રહ્યું છે. સમાચાર એજન્સી રોઈટર્સના જણાવ્યા મુજબ, ભારતની સ્ટીલ નિકાસ ગત વર્ષની તુલનામાં એપ્રિલથી સપ્ટેમ્બરની વચ્ચે વધી છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ મહિનામાં એકલા ચાઇનાનો જ સ્ટીલની નિકાસમાં 29% હિસ્સો હતો. કોરોના સંકટ વચ્ચે પણ સ્ટીલની એક્સપોર્ટમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે.

    સમાચાર એજન્સી Reuters મુજબ, કોરોના સંકટ વચ્ચે પણ, એપ્રિલથી સપ્ટેમ્બરની વચ્ચે ભારતના સ્ટીલની નિકાસ છેલ્લા છ વર્ષમાં ઉચ્ચતમ સ્તરે પહોંચી હતી. છેલ્લા 6 મહિનામાં, ચીને ભારત પાસેથી સૌથી વધુ સ્ટીલ ખરીદ્યું છે.


    ન્યૂઝ એજન્સી Reuters અહેવાલ મુજબ, એપ્રિલ-સપ્ટેમ્બર દરમિયાન ચીને ભારતની કુલ 6.5 મિલિયન ટનની નિકાસમાંથી 1.9 મિલિયન ટન ખરીદી કરી છે જ્યારે અગાઉના નાણાંકીય વર્ષમાં ચીને ગત છ મહિનામાં જ ભારતથી 2,500 ટન સ્ટીલ આયાત કરાવ્યું છે. વળી, વિયેતનામ ભારતીય સ્ટીલનો બીજો સૌથી મોટો આયાત કરનાર દેશ છે, જેણે 1.6 મિલિયન ટનની ખરીદી કરી છે.
    ચીને ભારતથી જે પ્રકારના સ્ટીલની નિકાસ કરી છે તેમાં સ્ટીલ બનાવતી પાઈપો, ઓટોમોબાઈલ પાર્ટ્સ, એન્જિનિયરિંગ અને લશ્કરી સાધનોનો સમાવેશ થાય છે.

    એક તરફ જ્યાં લદાખ ક્ષેત્રમાં ભારત અને ચીન વચ્ચેના તણાવ ભરેલી સ્થિતિ ચાલી રહી છે ત્યારે ચીન આટલી મોટી માત્રામાં ભારતીયથી સ્ટીલની ખરીદી કરી રહ્યું છે, ભારતે મોટા પાયે ચીન તરફથી આવતા વિદેશી રોકાણોની તપાસમાં પણ વધારો કર્યો છે. એક તરફ ભારત ચીનના રોકાણને લઇને સાવધ છે, બીજી તરફ ચીન આ બધાને અવગણી રહ્યું છે અને ભારતથી સ્ટીલની ભારે ખરીદી કરી રહ્યું છે. ચીનના આ પગલાથી ભારતીય ઉદ્યોગપતિઓ ખૂબ જ ખુશ અને આશ્ચર્યચકિત છે.

    વધુ વાંચો : Nikita Murder: પરિજનોનો આરોપ, 'રાહુલ રાજપૂત'ના નામથી નિકિતાને મળતો હતો તૌસીફ

    વેપારીઓએ ન્યૂઝ એજન્સી રોઇટર્સને જણાવ્યું હતું કે સ્ટીલની નિકાસ વધવાનું મુખ્ય કારણ તેના નીચા ભાવો છે. ભારતની સ્ટીલ કંપનીઓ પાસે ઉત્પાદનનો મોટો માલ હજાર છે, કારણ કે કોરોના વાયરસને કારણે ઘરેલુ માંગ નીચે આવી છે, જેના કારણે માલ વેચાયો નથી. આ તકનો લાભ લેવા માટે, ભારતીય સ્ટીલ કંપનીઓએ તેમના સરપ્લસથી છૂટકારો મેળવવા સસ્તી કિંમતે સ્ટીલનું વેચાણ શરૂ કર્યું છે. કંપનીઓને આનો ઘણો ફાયદો થયો છે. તેમના વેચાણમાં ભારે વધારો થયો છે.

    આ સિવાય વિયેટનામ ભારતીય સ્ટીલનો નિયમિત ખરીદાર છે, પરંતુ મોટા ખરીદદાર તરીકે ચીનના ઉદ્દભવને કારણે ભારતની પરંપરાગત બજારો ઇટાલી અને બેલ્જિયમ પાછળ રહી ગઈ છે.
    Published by:Chaitali Shukla
    First published:October 29, 2020, 11:27 IST

    ટૉપ ન્યૂઝ