કોરોના વાયરસથી લોકોને બચાવવા માટે ચીને બનાવી Anti-Virus Car, જાણો તમામ ફીચર્સ

News18 Gujarati
Updated: May 5, 2020, 3:19 PM IST
કોરોના વાયરસથી લોકોને બચાવવા માટે ચીને બનાવી Anti-Virus Car, જાણો તમામ ફીચર્સ
DDF મિલેનિયમ મિલિયનેયર અને ફિનસેટ સરપ્રાઇઝ પ્રોમોશને બુધવારે ચાર વિજેતાઓના નામની જાહેરાત કરી હતી. આમાં કુવૈતમાં રહેતા એક વ્યક્તિને BMW MB50i XDrive (Adventurine Red) પણ મળી છે. ગત 5 વર્ષથી સ્વિટર્ઝલેન્ડનો એક વ્યક્તિ આ લોટરીમાં ભાગ લેતો હતો. તેને પણ આ વખતે Range Rover Sport HSE 5.5 522 HP મળી છે. સઇદ અબ્દુલ્લા નામના એક બીજા ભારતીય વ્યક્તિને પણ BMW RI250 RS મોટરબાઇક મળી છે.

કંપનીનો દાવો, કારના કોઈપણ ખૂણામાં કોરોના છુપાઈ નહીં શકે, કાર એક્સપર્ટ્સનો વિરોધી મત

  • Share this:
નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus)થી દુનિયાભરમાં 2.4 લાખ લોકો માર્યા ગયા છે અને 35 લાખથી વધુ સંક્રમિત છે. સ્થિતિ એવી છે કે વિશ્વના લગભગ તમામ દેશ આ મહામારી (Pandemic)ની ઝપટમાં છે. આ મહાસંકટ વચ્ચે કોરોના વાયરસના ગઢ ચીન (China)ની એક કંપનીએ કોવિડ-19 (COVID-19)ને રોકનારી કાર બનાવી છે. ચીન દ્વારા બનાવવામાં આવેલી એન્ટી કોરોના વાયરસ કાર (Anti Coronavirus Car)માં વાયરસ કોઈ પણ હિસ્સામાં છુપાઈ નહીં શકે. ચીનની ઓટો કંપનીએ અનેક સુવિધાઓથી સજ્જ કાર બનાવવાનું કામ શરૂ કરી દીધું છે. આ કંપનીનો દાવો છે કે આ કારોના ફીચર્સ બેક્ટેરિયા અને વાયરસના ટ્રાન્સમિશનને રોકવામાં મદદ કરશે.

કારમાં કોરોના વાયરસના સંક્રમણથી બચી શકાય છે

ચીનની કંપનીનો દાવો છે કે આ કારમાં બેસતાં કોરોના વાયરસથી પણ બચાવ કરી શકાય છે. ચીનની આટો કંપની ગીલી (Geely)નો દાવો છે કે તેની એસયૂવીમાં એક એવું એર ફિલ્ટ્રેશન સિસ્ટમ છે જે કારમાં કોરોના વાયરસના સંક્રમણને રોકે છે. કંપનીનું કહેવું છે કે નવા કોરોના વાયરસના કારણે તેનો રેકોર્ડ સમયમાં બનાવવામાં આવી છે.

તેને ઇન્ટેલિજન્સ એર પ્યોરિફિકેશન સિસ્ટમ નામ આપવામાં આવ્યું છે. ગિલીએ કહ્યું કે આ એસયૂવી 0.3 માઇક્રોમીટરના આકારવાળા પાર્ટિકલને 95 ટકા સુધી રોકવામાં સક્ષમ છે. નોંધનીય છે કે, કોરોના વાયરસ 0.06થી 0.14 માઇક્રોમીટરના હોય છે. ચીનની કંપની ગીલીએ હેલ્ધી કાર પ્રોજેક્ટ નામથી 5.2 કરોડ ડૉલરના ખર્ચે આ પહેલ શરૂ કરી છે. ચીનમાં કાર બનાવનારી અનેક અન્ય કંપનીઓએ પણ આ પ્રકારની ડિઝાઈનવાળી કારો બનાવવાની શરૂઆત કરી દીધી છે.

આ પણ વાંચો, અમેરિકામાં હવે જોવા મળી 3 ઈંચ મોટી ઝેરી માખી, લોકો માની રહ્યા છે દૈવી આપત્તિ

બીજી તરફ, ચાઇના માર્કેટ રિસર્ચ ગ્રુપના એમડી શુઆન રેન કહે છે કે હું તમામ કન્ઝ્યૂમરને ચેતવણી આપવા માંગું છું કે તેઓ કાર કંપનીના કોરોનામુક્ત હોવાના દાવામાં ફસાઈ ન જતા.લૉન્ચ થવાના થોડા સમય બાદ જ 30 હજાર કારનો ઓર્ડર આવી ગયો

ગિલીએ દાવો કર્યો છે કે તેની કાર માટે બમ્પર ડિમાન્ડ આવી રહી છે. કારના લૉનચ થવાના થોડાક જ સમયમાં તેના માટે 30 હજાર ઓર્ડર આવી ગયા છે. આ દરમિયાન અનેક એક્સપર્ટસનું કહેવું છે કે કાર કંપનીઓ પોતાની પ્રોડક્ટને વેચવા માટે કોરોનાનો ફાયદો ઉઠાવવા માંગે છે. જેથી તેઓ કન્ઝયૂમર પાસેથી વધુ પૈસા લઈ શકે.

આ પણ વાંચો, ડૉક્ટર પર કોરોના સંક્રમિત દર્દીના યૌન શોષણનો આરોપ, ઘરે ક્વૉરન્ટીન કરાયો
First published: May 5, 2020, 3:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading