Home /News /business /

હવે 33 વર્ષ સુધી ફ્રીમાં મુસાફરી કરી શકશે સરકારી કર્મચારીઓના બાળકો!

હવે 33 વર્ષ સુધી ફ્રીમાં મુસાફરી કરી શકશે સરકારી કર્મચારીઓના બાળકો!

    લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે સરકારી કર્મીચારીઓને એક મોટી ભેટ આપી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે રેલવે પોતાના કર્મચારીના બે બાળકોને હવે 33 વર્ષની ઉંમર સુધી ફ્રીમાં મુસાફરી માટે પાસ આપશે. જો કે અગાઉ આ 21ની ઉંમરનો માપદંડ હતો.

    રેલવે મંત્રી પીયુષ ગોયલે નવા નિયમને મંજૂરી આપી દીધી છે. સાથે જ રેલમંત્રીએ ઓલ ઇન્ડિયા રેલવે મેન્સ ફેડરેશનની સાથે બેઠક બાદ આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી હતી. રેલ મંત્રીએ તમામ મંડળ રેલ પ્રબંધકોને પત્ર જાહેર કરી દીધો છે.

    અહીં ક્લિક કરી વાંચોઃ ફરી આવ્યો રિલાયન્સ ફ્રેશ અને રિલાયન્સ સ્માર્ટનો ‘ફૂલ પૈસા વસૂલ સેલ’

    રેલવે કર્મચારીઓની આ માગ વર્ષોથી ચાલી રહી હતી. રેલ કર્મચારીઓનું કહેવું છે કે તેમના બાળકો 20 અથવા 21 વર્ષ બાદ જ મુસાફરી કરવાનું શરૂ કરે છે. તેઓ અન્ય રાજ્ય અથવા શહેરમાં શિક્ષણ માટે અથવા પરીક્ષા માટે જાય છે. આ કારણે રેલવે કર્મચારીઓએ સરકારને બાળકોના રેલ મુસાફરીની વય મર્યાદા વધારવાની માગ કરી હતી.

    લગ્ન બાદ પુત્રીને નહીં મળે સુવિધા

    આ વ્યવસ્થા પ્રમાણે રેલવે કર્મીના પુત્ર અને પુત્રી બંને સામેલ છે, પરંતુ પુત્રીના લગ્ન થતા જ તેને આ સુવિધામાંથી બાકાત કરવામાં આવશે. પુત્ર લગ્ન બાદ એટલે કે 33 વર્ષની વય સુધી સફર કરી શકશે. જો કે તેમાં પણ એ શરત છે કે તે આત્મનિર્ભર ન થાય ત્યાં સુધી જ ફ્રી પાસનો લાભ લઇ શકશે. એટલે કે જો રેલવે કર્મચારીનો પુત્ર કોઇ સરકારી નોકરીમાં લાગી જશે તો તેને આ લાભ નહીં મળે.
    Published by:Sanjay Vaghela
    First published:

    આગામી સમાચાર